જુનાગઢ: કેન્દ્રની સરકાર ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિપક્ષના નેતાને ગેર બંધારણીય રીતે પરેશાન કરવાનો આક્ષેપ પ્રદેશ આમ આદમી પાર્ટીના અધ્યક્ષ ઈશુદાન ગઢવીએ ભાજપ અને કેન્દ્રની સરકાર પર લગાવ્યો છે. અરવિંદ કેજરીવાલને જામીન મળતા તેઓએ ખુશી વ્યક્ત કરી હતી અને જણાવ્યું હતું કે, તેઓ કાયદાના શાસનમાં માને છે અને ન્યાયતંત્ર પર પૂરો ભરોસો છે, પરંતુ ગૃહ મંત્રી અમિત શાહ અને તેનો વિભાગ ગેર બંધારણીય રીતે વિપક્ષના નેતાઓને પરેશાન કરી રહ્યા છે.
કેન્દ્રની સરકાર ગેર બંધારણીય રીતે વિપક્ષને કરે છે પરેશાન: ગુજરાત આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવી મહારાષ્ટ્રના પ્રભારી ગોપાલ ઇટાલીયા આજે જુનાગઢની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન પાર્ટીના કાર્યકર્તાઓ સાથે એક બેઠકનું આયોજન પણ કર્યું હતું. જેમાં તેમણે કેન્દ્ર સરકાર ખાસ કરીને ગૃહ મંત્રી અમિત શાહ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર આકરા પ્રહારો કર્યા હતા ઈશુદાન ગઢવીએ કેન્દ્ર સરકાર પર આક્ષેપ લગાવતા કહ્યું હતું કે, " ગૃહ વિભાગ અને અમિત શાહ ઈડી અને સીબીઆઇ જેવી સરકારી એજન્સીનો દુરુપયોગ કરીને વિપક્ષના નેતાઓને પરેશાન કરી રહી છે. જે બિલકુલ ગેર બંધારણીય છે ભાજપ ચૂંટાયેલા જન પ્રતિનિધિઓને સરકારને ગેર બંધારણીય રીતે તોડી રહી છેમ, તેઓ આક્ષેપ લગાવતા તેમને જણાવ્યું હતું કે દેશના અન્ય રાજ્યોના અનેક નેતાઓ પર કેન્દ્રીય એજન્સીઓની તપાસ કરાવીને તેમને ભાજપમાં સામેલ કરાવી લીધા છે. જે નેતાઓ ભાજપની આ રણનીતિમાં તાબે થયા નથી તેવા તમામ નેતાઓને કેન્દ્રીય એજન્સી ની મદદ થી જેલમાં ધકેલવામાં આવી રહ્યા છે, પરંતુ અમે ન્યાયતંત્ર પર વિશ્વાસ રાખનારા લોકો છે અને ન્યાયતંત્ર કેન્દ્રની સરકારની આ નીતિની વિરુદ્ધ ન્યાય અપાવશે જેની ખુશી પણ છે.
મહારાષ્ટ્રમાં ચૂંટણી ગઠબંધન થી લડાશે: મહારાષ્ટ્રના પ્રભારી ગોપાલ ઇટાલીયાએ ETV Bharat સાથે વાતચીત કરી હતી, અને આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ આમ આદમી પાર્ટી ઇન્ડિયા ગઠબંધનની સાથે મહા વિકાસ આઘાડી સાથે ચૂંટણી જંગમાં ઉતરશે જે રીતે 2024 ના લોકસભાના પરિણામો સામે આવ્યા છે તે મુજબ ભાજપની ઊંઘ હરામ થઈ ગઈ છે. ભાજપ શિવસેના અને એનસીપી માંથી કેટલાક ધારાસભ્યોને છૂટા પાડીને હાલ સરકારમાં છે પરંતુ લોકસભાના પરિણામો પરથી સ્પષ્ટ થયું છે કે, આગામી રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં ભાજપની સરકાર સત્તામાંથી બહાર જઈ રહી છે તેના માટે મહારાષ્ટ્રમાં કોંગ્રેસ એનસીપી અને શિવસેનાની સાથે આમ આદમી પાર્ટી પણ ગઠબંધન બનાવીને સંયુક્ત રીતે મહારાષ્ટ્રમાં ચૂંટણી લડવા જઈ રહી છે.