સુરત: માંડવી સહિત સમગ્ર જિલ્લાના વિવિધ ગામ, શહેરમાં આજરોજ મોહરમ પર્વની ઉજવણી કરાઈ હતી. આ દિવસે બપોર બાદ તાજિયા જુલુસ નીકળ્યા હતા. આ જુલુસ દરમિયાન કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો.
પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તાજિયા
માંડવી તાલુકા સહિત સમગ્ર જિલ્લામાં મોહરમના પર્વની પરંપરાગત રીતે ઉજવણી કરાઈ છે. કરબલાના શહીદોની યાદમાં મનાવવામાં આવતા આ પર્વને માતમના પર્વ સાથે જોડવામાં આવે છે. જેથી નીકળતા જુલુસમાં મુસ્લિમ બિરાદરો દ્વારા માતમ મનાવવામાં આવે છે. માંડવીમાં મુસ્લિમ સમાજ દ્વારા કલાત્મક તાજિયાના ઝુલુસ સાથે 'યા હુસેન' ના નારા સાથે માંડવી પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે તાજિયા નીકળ્યા હતા. સામાજિક આગેવાનો દ્વારા શરબત અને દૂધનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.