સુરતઃ બ્રિટનમાં હત્યાના દોષિત આરોપીને બાકીની સજા પૂરી કરવા માટે સુરત જેલમાં લાવવામાં આવ્યો છે. આ ભારત અને બ્રિટન વચ્ચેના કરાર હેઠળ કરવામાં આવ્યું છે. 2020માં બ્રિટનમાં હત્યાના કેસમાં 28 વર્ષની સજા પામેલા વ્યક્તિને બાકીની સજા પૂરી કરવા માટે સુરત જેલમાં લાવવામાં આવ્યો છે.
હત્યાના દોષીતને કેમ સુરત લવાયો?
આ અંગે માહિતી આપતા અધિકારીઓએ બુધવારે જણાવ્યું કે, દોષિતના માતા-પિતા દ્વારા દાખલ કરવામાં આવેલી અપીલ બાદ બ્રિટિશ સરકાર તેને ભારતમાં ટ્રાન્સફર કરવા માટે સંમત થઈ છે. આ વ્યક્તિના માતા-પિતાએ તેમના પુત્રને ગુજરાત રાજ્યમાં બાકીની સજા ભોગવવા દેવાની અપીલ કરી હતી. સજા ભોગવી રહેલી વ્યક્તિ વલસાડનો રહેવાસી છે.
તમને જણાવી દઈએ કે સુરત પોલીસ મંગળવારે જીગુકુમાર સોરઠી (27)ને દિલ્હીથી લાજપોર સેન્ટ્રલ જેલમાં લઈ ગઈ હતી.
યુવકે ફિઆન્સેની હત્યા કરી હતી
સુરતના પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોતે મીડિયાને જણાવ્યું હતું કે, આરોપીને તેની પૂર્વ મંગેતરની હત્યાના આરોપમાં બ્રિટનના લેસ્ટર શહેરની અદાલતે 2020માં 28 વર્ષની જેલની સજા ફટકારી હતી.
તેમણે જણાવ્યું કે, આ સંબંધમાં બ્રિટિશ અધિકારીઓ સોમવારે વલસાડના ઉમરગામ તાલુકાના કાલાગામ ગામના રહેવાસી જીગુકુમાર સોરઠી સાથે નવી દિલ્હી પહોંચ્યા હતા. તેમણે કહ્યું કે, આ પછી તેને અહીં લાવવામાં આવ્યો અને મદદનીશ પોલીસ કમિશનરની આગેવાનીમાં સુરત પોલીસની એક ટીમે તેને જેલ અધિકારીઓને સોંપ્યો.
આ પણ વાંચો: