મહેસાણા: મહેસાણામાં નસબંધી કાંડમાં હવે ભાજપ મેદાને આવ્યું છે. સરકારને બદનામ કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગણી ભાજપના નેતાએ કરી છે. મહેસાણા ભાજપ નેતાએ CMO ને લેખિત રજૂઆત કરી છે. સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. મહેશ કાપડિયાનું નિવેદન સામે આવ્યું છે કે અમારી કાયદેસરની આવક એટલી છે કે બીજી જરૂર નથી.
CSR ફંડના દુરુપયોગનો આક્ષેપઃ મહેસાણાના નસબંધી કાંડમાં હવે ભાજપ મેદાને આવ્યું છે. સરકારને બદનામ કરનાર અધિકારીઓને સસ્પેન્ડ કરવા માંગણી ભાજપના નેતાએ કરી છે. મહેસાણા ભાજપ નેતાની CMOને લેખિત રજૂઆત કરી આરોગ્ય અધિકારી અને કર્મીઓની કામગીરી સામે ભાજપ નેતાએ સવાલો ઉઠાવ્યા છે. અગાઉ ગઈકાલે કોંગ્રેસ બાદ ભાજપના પૂર્વ મહામંત્રીએ નિશાન સાધ્યું છે અને મુખ્યમંત્રીને પત્ર લખી કાર્યવાહીની માંગ કરી છે. નસબંધી કાંડ, મેન પાવર સપ્લાય કોન્ટ્રાક્ટ, સીએસઆર ફંડ મામલે ભાજપ નેતાએ આક્ષેપો કર્યા છે. સીએસઆર ફંડનો દુરુપયોગ કરવામાં આવ્યાનો આક્ષેપ કરાયો છે.
ભાજપના આક્ષેપો સામે અધિકારીએ શું કહ્યું? સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ મહેશ કાપડિયાએ નિવેદન કર્યું હતું કે, હું, મારી પત્ની અને દીકરી ડોક્ટર છીએ. અમારી કુલ વાર્ષિક આવક 75 લાખ છે. અમારી આટલી આવક હોય તો બીજો પ્રશ્ન થતો જ નથી. અહીં આવનાર પત્રકારોને ખીસાની ચા પીવડાવું છું. દિવાળીમાં કે કોઈ પ્રસંગે સોયની અણી જેટલી ગિફ્ટ પણ મેં લીધી નથી. છેલ્લા સવા બે વર્ષમાં માતાનું મરણ અને બાળ મરણ ઓછું થયું છે. છેલ્લા 5 વર્ષનો ઈતિહાસ અને છેલ્લા 2 વર્ષનો ઈતિહાસ ચેક કરી લો. Phc, CHC માં થયેલા CSR સહિતના કામ અને લોકોને લાભ મળ્યો છે.