ETV Bharat / state

'તો... 6000 કરોડનો આંકડો આવ્યો ક્યાંથી?'- BZ કૌભાંડમાં CEOની આગોતરાના હિયરિંગમાં થયો મોટો ખુલાસો: BZ Scam - BZ SCAM CEO BAIL HEARING

ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજીની હિયરિંગ દરમિયાન કોર્ટમાં થયો મોટો ખુલાસો- How 6000 cr calculated court asked

BZ કૌભાંડ
BZ કૌભાંડ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 12, 2024, 7:25 PM IST

Updated : Dec 12, 2024, 7:59 PM IST

અમદાવાદઃ 6000 કરોડનો કૌભાંડી BZ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજી પર આજે સુનાવણી હાથ ધરવામાં આવી. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ભુપેન્દ્રસિંહ ઝાલાએ આગોતરા જામીન માટે અરજી કરી હતી. સુનાવણી દરમિયાન ગગ્રામ્ય કોર્ટે CID ક્રાઈમને સવાલ કર્યો હતો કે 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો? સરકારી વકીલે તેનો પણ જવાબ આપ્યો હતો. કોર્ટે અંતે ભુપેન્દ્રસિંહ ઝાલાની જામીનને ફગાવી હતી.

કોર્ટના જવાબમાં સરકારી વકીલે શું કહ્યું?
ભુપેન્દ્રસિંહ ઝાલાની આગોતરા જામીન અરજીપર આજે ગ્રામ્ય કોર્ટમાં સુનાવણી દરમિયાન મહત્વના ખુલાસાઓ સામે આવ્યા અને પોલીસ તપાસમાં પણ મહત્વની વાત સામે આવી હતી. આ સુનાવણી દરમિયાન સરકારે કોર્ટમાં કહ્યું કે, અત્યાર સુધી આ કૌભાંડમાં 307 કરોડના ટ્રાન્જેક્શન મળી આવ્યા છે. આ સાંભળી કોર્ટે સવાલ કર્યો કે તો 6 હજાર કરોડનો આંકડો ક્યાંથી આવ્યો?

અમદાવાદ ગ્રામ્ય કોર્ટ
અમદાવાદ ગ્રામ્ય કોર્ટ (Etv Bharat Gujarat)

આના જવાબમાં સરકારી વકીલે જણાવ્યું હતું કે "હજુ તો પ્રાથમિક તપાસ ચાલુ છે, આ તપાસ દરમિયાન 307 કરોડના શંકાસ્પદ વ્યવહાર મળી આવ્યા છે."

કમિશનમાં Iphone-વૈભવી કારની ભેટ અપાતી
હિયરિંગ દરમિયાન સરકારી વકીલે જણાવ્યું હતું કે, બીઝેડના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા કોઈપણ પ્રકારના લાયસન્સ ધરાવતા નથી. ભુપેન્દ્રસિંહ ઝાલા પાસે માત્ર નાણાધીરનાર તરીકેનું જ એક એક માત્ર લાયસન્સ છે. આ લાયસન્સ પણ માત્ર સાબરકાંઠાના તલોદ પૂરતું જ સીમિત છે. ભુપેન્દ્રસિંહ ઝાલાએ કોઈપણ લાયસન્સથી પરમિશન વગર કંપનીઓ ઊભી કરી છે, અને રોકાણકારો પાસે કરોડો રૂપિયાનો રોકાણ કરાવ્યું છે. આ રોકાણ કરાવવા માટે એજન્ટ્સ પણ અપોઇન્ટ કરવામાં આવ્યા હતા. આ એજન્ટ્સને ડિસેટ ગ્રુપ દ્વારા વિદેશની ટૂર, દેશમાં પ્રવાસ પેમેન્ટ, વૈભવી કાર લાલચ Iphone જેવી વસ્તુઓ કમિશન પેટે ગિફ્ટ આપી રોકાણકારોને વધુ આકર્ષવા માટે લાલચ આપવામાં આવતી હતી. આની આગળ સરકારી વકીલે જણાવ્યું હતું કે, બીઝેડ ગ્રુપના સીઈઓ ભુપેન્દ્રસિંહ ઝાલા દ્વારા વોલ્વો અને મર્સિડીઝ જેવી મોંઘી દાટ ગાડીઓ પણ પરચેઝ કરવામાં આવી હતી. વર્ષા 2022 થી 2024 સુધી પોતાના અને પરિવારના નામ પર 225 સ્થાવર મિલકત ખરીદી છે. જેની બજારમાં કિંમત 30 થી 33 કરોડ માનવામાં આવી રહી છે. તદુપરાંત સરકારે બજેટ કૌભાંંડ મામલે રિપોર્ટ કોર્ટમાં સબમિટ કર્યો છે.

ભુપેન્દ્રસિંહના વકીલે કહ્યું કે તેઓ જેલની બહાર રહેશે તો જ પૈસા આપી શક્શે
આ મુદ્દે સુનાવણી દરમિયાન ભુપેન્દ્રસિંહ ઝાલાના વકીલ તરફથી કોર્ટમાં જણાવવામાં આવ્યું હતું કે, આ ગુનો જીપીઆઇડી હેઠળ આવતો નથી. અરજદારના તમામ ખાતા-જપ્ત કરવામાં આવ્યા છે. જોકે આ ખાતા જપ્ત રહેશે તો અરજદાર ચુકવણી કરી શકશે નહીં. જો કોઈ રોકાણકાર અને ચુકવણી કરવામાં નહીં આવે તો લોકો દ્વારા ફરિયાદ કરવામાં આવશે, અરજદાર જેલની બહાર રહેશે તો જ રોકાણ કરોને પૈસા આપી શકશે. જોકે કોર્ટે અંતે અરજી ફગાવી હતી.

  1. Poshi Poonam festival: અંબાજીમાં આગામી પોષી પૂનમના દિવસે બનશે 2100 કિલો સુખડીનો પ્રસાદ
  2. Kala Mahotsav: દાદાએ વારસામાં આપ્યો સંગીતનો શોખ, સાવરકુંડલાની વિદ્યાર્થિનીએ હાર્મોનિયમ વાદનમાં મેળવી આ સિદ્ધી

Last Updated : Dec 12, 2024, 7:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.