ETV Bharat / state

Bhupat Bhayani joined BJP : ETV BHARAT ના સવાલ પર સીઆર પાટીલે કેમ મૌન સેવ્યું ? જુઓ આ ખાસ અહેવાલ...

જૂનાગઢના ભેસાણ ખાતે પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણી, અરવિંદ લાડાણી સહિત કેશોદ કોંગ્રેસના અશ્વિન ખટારીયા અને મહામંત્રી પાંચાણીએ કેસરિયો ખેસ ધારણ કર્યો હતો. આ તકે ઉપસ્થિત રહેલા ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે વિપક્ષના કેટલા નેતા ભાજપમાં જોડાશે અંગે શું જવાબ આપ્યો જુઓ ETV BHARAT આ અહેવાલમાં...

ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા
ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 3, 2024, 2:15 PM IST

ETV BHARAT ના સવાલ પર સીઆર પાટીલે કેમ મૌન સેવ્યું

જૂનાગઢ : ભેંસાણ ખાતે આજે વિસાવદર વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા છે. જે માટે ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં કાર્યકર્તા સંમેલનનું આયોજન કરાયું હતું. જેમાં ભૂપત ભાયાણીની સાથે કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીને સીઆર પાટીલે કેસરી ખેસ પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા. આ તકે લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન મળવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. જોકે, હજુ કેટલા વિપક્ષના ધારાસભ્યો ભાજપમાં જોડાશે તે વાતને લઈને સીઆર પાટીલે મૌન સેવ્યું હતું.

ભૂપત ભાયાણી ભાજપમાં જોડાયા : તાજેતરમાં જ વિસાવદરના ધારાસભ્ય તરીકે રાજીનામું આપનાર ભૂપત ભાયાણી આજે વિધિવત રીતે ભાજપમાં જોડાયા છે. ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખ સીઆર પાટીલની ઉપસ્થિતિમાં ભૂપત ભાયાણી અને કેશોદના પૂર્વ ધારાસભ્ય અરવિંદ લાડાણીએ પણ કેસરિયો ખેસ પહેર્યો હતો. આ ઉપરાંત કોંગ્રેસના કેશોદ તાલુકાના પૂર્વ પ્રમુખ અશ્વિન ખટારીયા અને મહામંત્રી પાંચાણી પણ ભાજપમાં જોડાયા હતા. આ તમામ નેતાઓ અને કાર્યકર્તાઓને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે આવકાર્યા હતા.

પક્ષપલટાની વાત પર સેવ્યું મૌન : આજે પૂર્વ નાયબ વડાપ્રધાન લાલકૃષ્ણ અડવાણીને ભારત રત્ન આપવાની જાહેરાત અંગે સી આર પાટીલે તેઓને અભિનંદન આપતા જણાવ્યું કે, અડવાણીનું જીવન કાયમ દેશ માટે સમર્પિત રહ્યું છે. આવા વ્યક્તિને ભારત રત્ન મળે તેને હું અભિનંદનની ક્ષણ માનું છું. આ ઉપરાંત આગામી સમયમાં કોંગ્રેસ સહિત વિપક્ષના કેટલા ધારાસભ્યો ભાજપમાં જોડાશે, ETV BHARAT ના સવાલોને લઈને પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ગંભીર મૌન ધારણ કરી લીધું હતું.

ભુપત ભાયાણીનો પ્રતિભાવ : આજે ભાજપમાં જોડાયેલા પૂર્વ ધારાસભ્ય ભુપત ભાયાણીએ જણાવ્યું હતું કે, ભાજપનો મોવડી મંડળ અને પક્ષ તેમના રાજકારણને લઈને જે નિર્ણય કરશે તે મુજબ આગામી દિવસોમાં તેઓ આગળ વધતા જોવા મળશે. જે રીતે ભેસાણાના મતદારોએ તેમના પર વિધાનસભામાં વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેવી જ રીતે જો તેમને પાર્ટી ઉમેદવાર બનાવશે તો તેઓ ચૂંટણી મેદાનમાં ચોક્કસ જોવા મળશે.

  1. Reshma Patel: ભુપત ભાયાણી પર આક્રોશ વ્યક્ત કરે તે પહેલાં આપ નેતા રેશ્મા પટેલને પોલીસ પકડી ગઈ...
  2. રાજકીય નૈતિક મૂલ્યોનું અધઃપતનનું આદર્શ ઉદાહરણ એટલે વિસાવદરના પૂર્વ ધારાસભ્ય ભૂપત ભાયાણી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.