ETV Bharat / state

ભાવનગરની સરકારી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ છે પરંતુ આ વિષયના શિક્ષકની જોગવાઈ નથી, વિદ્યાર્થીઓ કેવી રીતે મેળવે છે શિક્ષણ ? - Bhavnagar News

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 20, 2024, 6:49 PM IST

ભાવનગર મહા નગર પાલિકા હસ્તકની 68 જેટલી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ ફાળવાઈ છે. જો કે સરકારે કોમ્પ્યુટર માર્ગદર્શન આપે તેવા શિક્ષકોની જોગવાઈ કરી નથી. આ શાળાઓ કોમ્પ્યુટરનું શિક્ષણ કઈ રીતે અપાય છે જાણો વિગતવાર. Bhavnagar News Govt Schools Computer Lab Computer Teacher

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

ભાવનગરઃ શહેરમાં નગર પ્રાથમીક શિક્ષણ સમિતિની શાળાઓમાં સરકારે કોમ્પ્યુટર લેબ આપી છે, પરંતુ કોમ્પ્યુટરનું શિક્ષણ આપતા શિક્ષકો ફાળવ્યા નથી. ભાવનગરની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિએ શિક્ષકો મુદ્દે ખુલાસો પણ કર્યો છે.

સરકારની શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષક નથીઃ ભાવનગર નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ નીચે હાલ 68 જેટલી શાળાઓ છે. શહેરમાં આવેલી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ માટે ETV BHARATએ શાસ્ત્રીનગર શાળામાં મુલાકાત લેતા શાળાના આચાર્ય પ્રદ્યુમનસિંહ સરવૈયાએ જણાવ્યું હતું કે, અમારી શાળામાં કોમ્પ્યુટર લેબ છે. અમારી પાસે 15 જેટલા કોમ્પ્યુટર છે. જો કે કોઈ સ્પેશિયલ શિક્ષક નથી. કોઈ પણ શાળામાં સ્પેશિયલ શિક્ષક નથી. આ સાથે સ્માર્ટ ટીવી પણ અમારી પાસે છે. અમે કોમ્પ્યુટરનું શિક્ષણ આપીએ છીએ. જેમાં સરકારની એપ્લિકેશન મારફત પણ સ્માર્ટ ટીવીમાં વિષય શિક્ષણ અપાય છે.

Etv Bharat Gujarat
Etv Bharat Gujarat (Etv Bharat Gujarat)

શિક્ષણ સમિતિનો ચોંકાવનારો જવાબઃ ભાવનગર શહેરમાં કોમ્પ્યુટર લેબ પગલે શિક્ષણ સમિતિના શાસનાધિકારી મુંજાલ બડમલીયાએ જણાવ્યું હતું કે, અમારી 68 જેટલી શાળાઓ આવેલી છે જેમાં 10 જેટલી ધોરણ 1થી 5ની છે જ્યારે 59 શાળાઓ સ્કૂલ ઓફ એક્સલન્સ હેઠળ છે. અમારી પાસે ધોરણ 6થી 8ના તમામ શિક્ષકો છે. આ શિક્ષકોની ભરતી થાય ત્યારે CCC જેવો કોર્સ કરેલો હોવો જરૂરી છે એટલે તમામ શિક્ષકો કોમ્પ્યુટરના CCC કોર્સ કરેલા છે. સરકારની એવી કોઈ જોગવાઈ નથી કોઈ સ્પેશયલ કોમ્પ્યુટરના શિક્ષક હોવા જોઈએ. જે છે તેઓ CCC પાસ હોવાથી કોમ્પ્યુટરનું શિક્ષણ આપે છે.

સરકાર અસમર્થઃ ભાવનગર મહા નગર પાલિકા પોતાની 68 શાળાઓમાં કોમ્પ્યુટર શિક્ષક વગર CCC કરેલા શિક્ષકો પાસેથી કોમ્પ્યુટર શિક્ષકનું કામ લઈ રહી છે. મહા નગર પાલિકાએ બાળકોને પગલે સંશાધનો તો આપ્યા છે, પણ આજના આધુનિક ટેકનોલોજીના સમયમાં કોમ્પ્યુટર શિક્ષક આપવામાં અસમર્થ રહ્યું છે. જો કે શાસનાધિકારીએ જે રીતે કહ્યું કે સરકારમાં એવી કોઈ જોગવાઈ જ નથી ત્યારે સવાલ એ ઉભો થાય કે સરકારી શાળામાં અભ્યાસ કરતા ગરીબ વર્ગના બાળકોને ટેકનોલોજીનું સંપૂર્ણ શિક્ષણ આપવામાં સરકાર જ ક્યાંક અસમર્થ છે.

  1. Bhavnagar Schools : શાળાના બગીચા અને હોલમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ, હાથમાં લાડવો ને ખવાય નહીં એ સ્થિતિમાં શાળા
  2. ભાવનગર શહેરની આ સરકારી શાળા સોલાર અને એસીથી સજ્જ બનશે : સરકારના એક પણ રૂપિયાના ખર્ચ વગર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.