ભાવનગર: ગુરુ પોતાના પદને ભ્રષ્ટ કરે ત્યારે સમાજ જાગી ઉઠતો હોય છે. ભાવનગર જિલ્લાના લાખણકા ગામે શાળાની દીકરીઓ સાથે અડપલા કરનાર શિક્ષકને લઈને ગામ લોકો પોલીસ સ્ટેશન દોડી ગયા હતા. પરંતુ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નહીં લેવામાં આવતા ગામના આગેવાનો ભાવનગરના ડીવાયએસપીને મળીને આયોજનપત્ર પાઠવી ફરિયાદ નોંધવા માંગ કરી છે. જોકે આ લંપટ શિક્ષક અગાઉ પણ લંપટ લીલા કરી ચૂક્યો હોવાના ગામ લોકોના આક્ષેપ છે.
શિક્ષકે અડપલા કરતા ગામ SP કચેરીએ પહોચ્યું: ઘોઘા તાલુકાના લાખણકા ગામના આગેવાન લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે,'અમારા ગામની નિશાળની અંદર ગઈકાલે એક શિક્ષક દાઠીયા રમેશભાઈ દ્વારા શર્મસાર કરે એવી ઘટના બની છે. જેમાં અમારા ગામની દીકરીઓ સાથે અડપલા કરે અને દીકરીઓને ગલત જગ્યાએ બેડ ટચ કર્યો હોવાનો આ મુદ્દો બનેલો છે. એના હેતુસર અમે ગઈકાલે ઘોઘામાં ફરિયાદ કરી છે અને આજે એસપી ઓફિસે ફરિયાદ કરવા આવ્યા છીએ. સાહેબ તરફથી અમને સારો રિસ્પોન્સ મળેલો છે અને સાહેબને અમેં આવેદનપત્ર પણ આપ્યું છે.'
આવો શિક્ષક અમારા નહિ, એકેય ગામમાં ના હોવો જોઈ: લક્ષ્મણભાઈએ વધુમાં જણાવ્યું હતું કે,'અમે એવું ઇચ્છીએ છીએ કે આવા શિક્ષકો જે ગુરુ ગણાય. ગુરુને ભગવાનની સમાન આપણા સમાજની અંદર ગણવામાં આવે છે. અમારા સદંતર આખા ગામ વતી એવી ઈચ્છા છે કે આવા શિક્ષકો અમારા ગામમાં તો નહીં પણ બીજા કોઈ ગામમાં પણ ના હોવો જોઈએ અને આવા નાના નાના ફૂલ જેવી બાળકીઓને આવી રીતે ખરાબ કૃત્ય કરીને એનું જીવન બગાડવાની કોશિશ કરે એવા શિક્ષકો હોવા જોઈએ નહીં. એ સામે યોગ્ય કાર્યવાહી થાય એ માટે અમે બધા અહીંયા આવ્યા છીએ.'
ગામના લોકોએ સ્વયંભૂ શાળામાં કરફ્યુ લગાવ્યું: લક્ષ્મણભાઈએ જણાવ્યું હતું કે,'આખું ગામ અમારા સપોર્ટમાં છે અને આજથી અમારા ગામના દરેક વાલીઓએ સ્વેચ્છાએ સ્કૂલ બંધ રાખેલી છે અને જ્યાં સુધી આનો યોગ્ય નિર્ણય નહી આવે ત્યાં સુધી યોગ્ય કાર્યવાહી ચાલુ રહેશે અને ત્યાં સુધી અમારી સ્કૂલ સદંતર બંધ રહેશે. કોઈ અહીં અધિકારી આવીને અમારા ગામની સાથે વાત નહિ કરે ત્યાં સુધી સ્કૂલ શરૂ કરશે નહીં. અમે કાયદો હાથમાં લીધા વગર નિર્ણય લીધો છે અને અત્યાર સુધી અમારા ગામે કોઈ હિંસક પગલું ભરેલું નથી.'
અગાઉ પણ આ શિક્ષકની લંપટલીલાના આક્ષેપ: ગામના આગેવાન અશ્વિનભાઈએ જણાવ્યું હતું કે,'અમારી નિશાળમાં ગઈકાલે જે ઘટના બની છે, એ સામાજિક જીવનમાં બહુ કલંકિત ઘટના ગણાય. એ માટે અમે શિક્ષક વિરૂદ્ધ પગલાં ભરવા જ હોય એ માટે અમે ઘોઘા પોલીસ સ્ટેશન અમે કેસ લખાવા માટે અમારી દીકરીઓને યોગ્ય ન્યાય મળે અને આગળ આવો શિક્ષક બીજા કોઈ ગામને ના મળે માટે ત્યાં ગયા હતા. અમારી રજૂઆત ત્યાં ના સાંભળવામાં આવી. અમારી રજૂઆતને સંતોષકારક જવાબ ન મળ્યો એટલે આજે અમે DSP સાહેબને આવેદન આપ્યું છે. અમારે ગઈ કાલે અમે ફરિયાદ કરી અમારી ફરિયાદ લીધેલ નથી સાદી અરજી લીધેલી છે અને ફરિયાદ દાખલ થાય એ માટે એસપી સાહેબ પાસે અમે આજે મુલાકાત કરવા આવ્યા હતા. અગાઉ 2017 માં પણ આ શિક્ષકે આવું એને કૃત્ય કરેલું છે એવું અમને અત્યારે અહીંયા આવ્યા પછી જાણવા મળેલ છે, એ પણ અમે એસપી સાહેબને અમે એના પુરાવા સાથે અમે રજૂ કરેલ છે.
ભાવનગરના DYSP આર.આર.સીંઘાલે જણાવ્યું હતું કે,'આ ઘોઘા પોલીસ સ્ટેશનના જે લાખણકા ગામમાં પ્રાથમિક શાળા આવેલી છે. ત્યાં નાના બાળકોમાં ગર્લ્સ અને બોયસ ત્યાં ભણે છે, ત્યાંથી હાલમાં જે રજૂઆત થયેલી છે કે ત્યાંની જે ગર્લ્સ સ્ટુડન્ટ છે તેને તેના શિક્ષક દ્વારા પરેશાન કરવામાં આવે છે અને એવી મને અરજી આપેલી છે. આ બાબતે હું અંગત રસ લઈને ઇન્વેસ્ટિગેશન કરી અને જે હકીકત હશે, તેની જો સત્ય હશે. તો તેની ફરિયાદ દાખલ કરવા માટે ઘોઘા પીએસઆઇને હું જણાવી દઈશ. હાલમાં આ લોકોને સાંભળ્યા છે અને આ ખૂબ જ સંવેદનશીલ મુદ્દો છે અને વહેલી તકે એનો જીપી હશે. એ બાબતે કાર્યવાહી કરવામાં આવશે.'
અગાઉ પણ શિક્ષકે આવુ કૃત્ય કરેલું: ભાવનગર જિલ્લાના ઘોઘા તાલુકાના લાખણકા ગામે દાઠીયા રમેશભાઈ નામના શિક્ષકની સામે સમગ્ર ગામ મેદાને ઉતર્યું છે, ત્યારે ગામ લોકોનો આક્ષેપ છે કે 2017 માં પણ આ શિક્ષકે આ પ્રકારના કૃત્ય કરેલા છે. ત્યારે સૂત્રોમાંથી મળેલી માહિતી મુજબ આ શિક્ષક અગાઉ 2017 માં પીથલપુર ગામમાં હોય ત્યાં આ પ્રકારનું કૃત્ય કરતા ગામ લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેની બદલી થઈ હતી. જો કે હાલ લાખણકાના બનાવ બાદ ગામના આગેવાન તરફથી જાણવા મળ્યું હતું કે,'ગત મોડી રાત્રે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પરંતુ અમારી માંગ છે કે જ્યાં સુધી શિક્ષકની સામે કોઈ પગલા ભરવામાં નહીં આવે, ત્યાં સુધી શાળાએ એક પણ બાળક અભ્યાસ કરવા નહીં જાય.'
લોકોએ અડપલાના ફોર્મમાં લીધું: ભાવનગર જિલ્લા પંચાયતના શિક્ષણ સમિતિના શાસન અધિકારી કે.એ.પટેલ સાથે ટેલિફોનિક વાતચીત કરતા તેમને જણાવ્યું હતું કે જે ઘટના બની છે. તેમાં અમે શિક્ષક સાથે વાતચીત કરી અને તપાસ કરી તો પ્રાથમિક દ્રષ્ટિએ શિક્ષકે ગાલ ઉપર ચીટીયો ભર્યો હતો, જેને ગામ લોકોએ અલગ ફોર્મમાં લઈ લીધો છે. જો કે શાળાની કેટલીક દીકરીઓ પોલીસ સ્ટેશનમાં નિવેદન પણ આપ્યું છે. હાલ પોલીસે આ શિક્ષકને પોલીસ સ્ટેશનમાં રાખ્યો છે. અમારી તપાસમાં એવું કશું જોવા મળતું નથી. પરંતુ હવે પોલીસ રિપોર્ટ આવ્યા બાદ આગળ કોઈ નિર્ણય થઈ શકશે.'
આ પણ વાંચો: