ETV Bharat / state

ભાડાની જમીન પર બન્યો ભાવનગરનો ફ્લાયઓવર ?, મ્યુનિસિપલ કમિશનરે કહ્યું, થઈ જશે ! - Bhavnagar flyover - BHAVNAGAR FLYOVER

ભાવનગર શહેરમાં 2019 થી શરૂ થયેલ ફ્લાયઓવરનું કામ ગોકળગતિએ પૂર્ણતા તરફ પહોંચ્યું છે. પરંતુ સર્વિસ રોડને લઈને હજુ સુધી જમીન સંપાદન થયું નથી. મહાનગરપાલિકાએ કોઈ પ્લાનિંગ વગર ફલાયઓવર બનાવી નાખ્યો હોય તેવું દ્રશ્યમાન થાય છે. આ કામગીરી સરિતા સોસાયટીની જમીન પર ભાડા પેટે થયું છે. જાણો સમગ્ર વિગત ETV BHARAT ના આ ખાસ અહેવાલમાં...

ભાવનગરનો ફ્લાયઓવર નિર્માણકાર્ય
ભાવનગરનો ફ્લાયઓવર નિર્માણકાર્ય (ETV Bharat Reporter)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 29, 2024, 6:44 PM IST

ભાડાની જમીન પર બન્યો ? ભાવનગરનો ફ્લાયઓવર (ETV Bharat Reporter)

ભાવનગર : શહેરનો એકમાત્ર ફલાયઓવર પૂરો થવાની અણી પર છે, પરંતુ નીચે સર્વિસ રોડની જગ્યા નથી. હાલમાં સાંકડી ગલી અને ખાનગી જમીનમાં ચાલવાની વ્યવસ્થા છે. પરંતુ સરિતા સોસાયટી પ્લોટ, મકવાણા બ્રધર્સવાળી લાઈન અને શાસ્ત્રીનગર તેમજ જવેલ્સ સર્કલ તરફ હજારો ચોરસ મીટર જમીનની ઘટ છે. સાથે જ સરિતા સોસાયટીની જમીન પણ ભાડા પેટે છે. જમીનની સમસ્યા વિકટ છે, તેવામાં મહાનગરપાલિકાએ હજુ માત્ર કાગળ પર જ જમીન મેળવવા પ્રક્રિયા કરી છે. જાણો સમગ્ર મામલો...

ફ્લાયઓવરને ગ્રહણ લાગ્યું ? ભાવનગર શહેરના ફ્લાયઓવરનું કામ 2019 માં શરૂ કરવામાં આવ્યું હતું. દેસાઈનગરથી શરૂ કરીને બોરતળાવ સુધી તો ફલાયઓવર પહોંચી ગયો, પરંતુ ત્યારબાદ જમીનને લઈને સમસ્યા ઉભી થઈ હતી. જેના કારણે સર્જાયેલી ટ્રાફિકની સમસ્યા આજદિન સુધી શહેરવાસીઓ ભોગવી રહ્યા છે. મહાનગરપાલિકાએ તૈયાર કરેલી ડીઝાઈનમાં પણ વારંવાર ફેરફાર થયા, જેને પગલે વિલંબ થતો ગયો. હવે જ્યારે નિર્માણકાર્ય પૂર્ણતાના આરે પહોંચ્યુ, ત્યારે સર્વિસ રોડનો પ્રશ્ન ઉભો થયો છે.

સર્વિસ રોડ માટે જગ્યા નથી
સર્વિસ રોડ માટે જગ્યા નથી (ETV Bharat Reporter)

લ્યો ! સર્વિસ રોડ માટે જગ્યા નથી : ફલાયઓવરનું કામ પૂર્ણ થવા પર છે, પરંતુ સર્વિસ રોડ બનાવવાની જગ્યા મહાનગરપાલિકા પાસે છે જ નહીં. ફલાયઓવરના નિર્ણામ અંગે ભાવગનર મ્યુનિસિપલ કમિશનર એન. વી. ઉપાધ્યાયે જણાવ્યું કે, શાસ્ત્રીનગર આરટીઓ પરથી આપણે ફલાયઓવર બનાવી રહ્યા છીએ. નીચે બનતા સર્વિસ રોડ માટે જરૂરી પહોળાઈ હોવી જોઈએ, તે મળતી નથી. GPMC એક્ટ કલમ 210 અંતર્ગત રસ્તા ટૂંકા હોય તેને હસ્તગત કરવા હોય તો કરી શકીએ તેવી સત્તા પ્રાપ્ત થયેલ છે. જોકે સરિતા સોસાયટીથી શાસ્ત્રીનગર તરફ બંને બાજુ જમીનની ઘટ છે.

સ્પેશિયલ કેસમાં 115 કરોડનું બજેટ : ફલાયઓવર નિર્માણમાં થયેલ વિલંબ અંગે એન. વી. ઉપાધ્યાયે જણાવ્યું કે, સરકાર દરેક શહેરોમાં 75 કરોડની ગ્રાન્ટ આપતી હતી. પરંતુ આ ફલાયઓવર ખરેખર મલ્ટી એક્ઝિટ, મલ્ટી એન્ટ્રી ફ્લાયઓવર છે. ઉપરાંત 1.8 કિમી લંબાઈ હોવાથી સરકારને રજૂઆત કરી ફલાયઓવર માટે ટેન્ડરના આધારે 115 કરોડનું બજેટ ફાળવવા માટે માંગ કરવામાં આવી. સરકારે 75 કરોડ સાથે વધુમાં 40 કરોડ રૂપિયા મંજૂર કર્યા છે અને એ પ્રમાણે આપણે 115 કરોડનો જ ખર્ચ થશે. હાલમાં લગભગ 92 કરોડનો ખર્ચ થઈ ગયો છે અને બીજા લગભગ 6 કરોડના બિલ પાઇપલાઇનમાં છે.

જમીન સંપાદન બાકી : જમીન સંપાદન વિશે કમિશનર એન. વી. ઉપાધ્યાયે જણાવ્યું કે, શાસ્ત્રીનગર અને RTO થી બોર તળાવના નાકા સુધી, સરીતા સોસાયટી અને કુંભારવાડા એમ ત્રણ-ચાર જગ્યાએ ઘટ છે. અહીં જમીન સંપાદનની પ્રક્રિયા કરીને અંદાજે 5 હજાર ચોરસ મીટર જમીનમાં આગળ વધી રહ્યા છીએ. સરકારના પરિપત્રમાં જે કાર્યવાહી બતાવવામાં આવી છે તેને અનુસરીને એ જમીન પર કેટલું બાંધકામ છે તે બધું નક્કી કરીને મૂલ્યાંકન પછી કાર્યવાહી કરીને ઓફર કરીશું. જોકે કમિશનરે સ્પષ્ટ કર્યું કે હજુ પ્રક્રિયા ચાલુ છે.

જમીન સંપાદન બાકી
જમીન સંપાદન બાકી (ETV Bharat Reporter)

ભાડાની જમીનની હકીકત : ખાનગી જમીન પર ફલાયઓવર કરી દેવામાં આવ્યો હોવાની વાત વિશે કમિશનરે મૌખિક કહ્યું કે, સોસાયટીની સંમતિ લેવામાં આવી હતી. ETV Bharat દ્વારા આ ખાનગી જમીનના માલિકની શોધ કરવામાં આવી, ત્યારે અમારી મુલાકાત સરિતા સોસાયટીના પ્રમુખની વિઠ્ઠલભાઈ સાથે થઈ અને તેમણે જણાવેલ હકીકત સાંભળતા અમે પણ ચોંકી ગયા હતા. વિઠ્ઠલ રોયે જણાવ્યું કે, અમારી પાસે મહાનગરપાલિકા તંત્ર આવ્યું નથી, સોસાયટીએ કોઈ વાંધો ઉઠાવ્યો નથી. આગામી દિવસોમાં કળથીયા ભાડું માંગીએ છીએ. અમે કળથીયાને 12 મહિને 8 હજાર ભાડા પેટે માંગીએ છીએ. કળથીયાએ અમને કબજો પાછો આપ્યો નથી, 2004 પછી કોઈ ભાડું આપ્યું નથી. સોસાયટીની માલિકીનો પ્લોટ છે અને સોસાયટીને વળતર મળવું જોઈએ, નહીંતર કોર્ટમાં જઇશું.

સરિતા સોસાયટી પ્રમુખનો દાવો : વિઠ્ઠલભાઈએ વધુમાં જણાવ્યું કે, વાણિજ્ય હેતુથી 1971 ની આસપાસ નગરપાલિકાએ આર એલ કળથીયા એન્ડ સન્સને ભાડા પેટે જમીન આપવા મંજૂરી આપી. જેમાં પ્લોટ નંબર 1 અને પ્લોટ નંબર 2 નો સમાવેશ થાય છે. જેનું 12 મહિને 8000 ભાડું નક્કી કરવામાં આવ્યું હતું. જે ભાડું 2009 થી આપવામાં આવ્યું નથી. લીઝ પણ 2009માં 1,88,154 ની સામે માત્ર 20,000 રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો. અમે તેમની પાસે ભાડું પણ માંગીએ છીએ. બંને પ્લોટ સોસાયટીની માલિકીના છે, આથી વળતર માટે સોસાયટી જ મૂળ હકદાર છે.

પ્રમુખે આપ્યા પુરાવા : ETV Bharat સાથેની વાતચીત દરમિયાન વિઠ્ઠલભાઈએ સરિતા સોસાયટીની એક ફાઈલ લાવીને સામે મૂકી હતી, જેમાં સંપૂર્ણ વિગત દર્શાવવામાં આવી હતી. ફલાયઓવર ખાનગી પ્લોટમાં બનાવવામાં આવ્યો છે, એ પ્લોટ 1 અને 2 ના નકશા પરથી ખબર પડે છે. જેમાં પ્લોટ નંબર એક 1671.83 ચોરસ મીટરનો અને પ્લોટ નંબર 2 કુલ 1601.83 ચોરસ મીટરનો છે, સમગ્ર સરિતા સોસાયટી 10,249.12 ચોરસ મીટરમાં છે. ભાડા પેટે જમીન આપેલી હોય તેની પહોંચ પણ જોવા મળી હતી.

જનતા માંગે જવાબ...આ વાત સરિતા સોસાયટીની હતી, તેવી રીતે શાસ્ત્રીનગરના રહેણાંક મકાનોમાં સંપાદન આવશે, ત્યારે તે હાઉસિંગ બોર્ડની જમીન છે. એક વાત તો સ્પષ્ટ છે ભાવનગરના ફલાયઓવરમાં જમીન સંપાદન પહેલા કામગીરી હાથ ધરવામાં આવી જે યોગ્ય ગણવી કે નહીં ? તે સવાલ ઉભો કરે છે.

  1. લાયસન્સ કઢાવવામાં મુશ્કેલી વધી, જિલ્લામાં મેન્યુઅલ સ્લોટ ઘટાડતા વેઈટીંગ કેમ વધ્યું, જાણો અહીં
  2. શાકભાજીના વધતા ભાવે વિખેર્યુ ગૃહિણીઓનું બજેટ, જાણો ક્યાંથી અને કેવી રીતે નક્કી થાય છે ભાવ ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.