ભાવનગર: અમદાવાદની ખાનગી સંસ્થા દ્વારા 14 જૂન, 2024 ના રોજ ભાવનગરના ડો. તેજસ દોશીને પ્રતિબંધિત પ્લાસ્ટિક અને પર્યાવરણ ક્ષેત્રે ઘણા વર્ષોથી યોગદાન આપવા બદલ "બેસ્ટ રીયલ હીરોઝ" નો એવોર્ડ આપવામાં આવ્યો હતો. ભાવનગરના ડો. તેજસ દોશીને શ્રેષ્ઠ ગાયિકાના હસ્તે એવોર્ડ આપવામાં આવ્યો હતો.
"રીયલ હીરોઝ"નો એવોર્ડ: ડો તેજસ દોષીએ જણાવ્યું હતું કે, અમદાવાદની એક "શ્રી સવા ફાઉન્ડેશન" જેને અમી મોદી દ્વારા ચલાવવામાં આવે છે. લગભગ 30 થી આ ફાઉન્ડેશન અમદાવાદમાં કાર્યરત છે. આ ફાઉન્ડેશનના ઘણા બધા ફોલોવર્સ છે, આ ફાઉન્ડેશન દ્વારા પ્રથમ વખત સમાજમાંથી આ વખતે ગુજરાત અને ગુજરાતની બહાર અલગ અલગ કાર્યક્ષેત્રમાં કામ કરતા 10 લોકોને સંસ્થાએ પસંદ કરી, તેમને અલગ અલગ કેટેગરીમાં બધા એવોર્ડ એનાયત કર્યા હતા. જેમાં પર્યાવરણ અને નેચરલ કન્ઝર્વેશન ક્ષેત્રે અને કોર્પોરેશન સાથે રહી સમાજ ઉપયોગી સિટીઝન એટલે કે જે નાગરિકોને સારા કાર્ય માટે સ્વચ્છતા માટે જાગૃત કરે તે માટે નેચરલ કન્ઝર્વેશન અને પર્યાવરણ લેવલે મને બેસ્ટ એટલે કે "રીયલ હીરોઝ" નામનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી સહિત મોટી હસ્તીઓ રહી હાજર: ડો તેજસ દોશીએ જણાવ્યું હતું કે, આ એવોર્ડ 14 મી જૂને અમદાવાદ ખાતે સાંજના સમયે માનીતા આપણા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની હાજરીમાં અને ગાયક કલાકાર કિંજલબેન દવે જેવા મોટી હસ્તીઓની હાજરીમાં આ એવોર્ડ સમારોહ શરૂ કરવામાં આવ્યો હતો. એક ગુજરાતી તરીકે મારી માટે આ ખૂબ આનંદ અને ગર્વની ક્ષણ હતી જ્યારે મને એવોર્ડ મળ્યો. ગુજરાત અને અમદાવાદની ઘણી મોટી હસ્તીઓ અને અધિકારીઓની હાજરીમાં મને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો. જેમાં આપણા સીએમ ભુપેન્દ્રભાઈ પટેલ, અગ્ર સચિવ અશ્વિનકુમાર, પ્રખ્યાત લોક કલાકાર કિંજલ દવે, આર જે દેવકી, નેહલબેન ગઢવી, પ્રખ્યાત વક્તા જય વસાવડા જેવા નામી કલાકારો હાજર હતા". તેમણે અંતમાં કહ્યું કે, "હું હજી પણ સમાજને ઉપયોગી બને તેવા કર્યો કરતો રહીશ".