ભાવનગર: શિવાજી મહારાજથી મહારાણા પ્રતાપની વિજયગાથામાં અશ્વની ભૂમિકા અહમ રહી છે. ભાવનગરના અશ્વપ્રેમી ભરતભાઇ મેરની ઘોડીના નિધનથી શ્રદ્ધાંજલિ પાઠવવા કેન્દ્રીયમંત્રી નિમુબેન બાંભણીયાએ પણ શોક વ્યક્ત કર્યો છે. ETV BHARATએ લક્ષ્મી ઘોડીના નિધને અશ્વપ્રેમી ભરતભાઈની મુલાકાત કરી હતી. દુઃખની ઘડીમાં અશ્વ લક્ષ્મીને લઈને કેમ અનેક લોકોએ શ્રદ્ધાંજલિ પાઠવી આ જાણવાનો પ્રયાસ કર્યો હતો. લક્ષ્મી ઘરના સભ્યની જેમ લાડકી હતી. તેના પ્રાપ્ત થયેલા દ્રશ્ય આંખને ભીંજાવી દેવા છે.
મંત્રીઓ આપી શ્રદ્ધાંજલિ: ભાવનગર શહેરના ખોડીયાર મંદિર નજીક ગોપુનગરમાં રહેતા ભરતભાઈ મેર ભાજપના મહામંત્રી છે. ભરતભાઈ મેરના પોતાના કુટુંબમાં અને મોસાળમાં પણ અશ્વ પ્રેમી સભ્યો છે, ત્યારે અશ્વ પ્રેમી ભરતભાઈને લક્ષ્મી નામની ઘોડીના નિધનથી કેન્દ્રીયમંત્રીની નિમુબેન બાંભણિયા શ્રદ્ધાંજલિ પાઠવવા તેમના ઘરે પહોંચ્યા હતા.
મનસુખભાઈ માંડવીયાએ આપી શ્રદ્ધાંજલિ: જો કે કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયાએ પણ ભરતભાઈને લક્ષ્મીના નિધન પગલે ટેલિફોનિક શ્રદ્ધાંજલિ પાઠવી હતી. જો કે હાલ દેશના વડાપ્રધાનના જન્મદિવસ 17 સપ્ટેમ્બરના રોજ લક્ષ્મી ઘોડી નિધન પામતા ભરતભાઈ મેર ખૂબ દુઃખી થયા હતા. જો કે ETV BHARATએ તેમની સાથે લક્ષ્મી ઘોડી વિશે માહિતી મેળવી તેમના હૃદય સુધીના સંબંધોને જાણવાનો પ્રયત્ન કર્યો છે.
![અશ્વપ્રેમી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2024/rgjbvn01laxmividayrtuspecialchirag7208680_20092024135338_2009f_1726820618_934.jpg)
ભાવનગરના ખોડિયાર મંદીર નજીક હાઇવે પર આવેલા ગોપુનગરમાં રહેતા ભરતભાઇ મેરના ઘરે ઈટીવીની ટીમ પોહચી હતી. ETV BHARAT સાથે લક્ષ્મી વિશે ભરતભાઈ મેરે વિસ્તારથી વાત કરી હતી.
![અશ્વપ્રેમી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2024/rgjbvn01laxmividayrtuspecialchirag7208680_20092024135338_2009f_1726820618_52.jpg)
ભરતભાઇ મેરે જણાવ્યું હતું કે આમ તો મારા દાદા પર દાદા પણ અશ્વ રાખતા હતા. મારા દાદા પાસે અશ્વ હતા, મારા મમ્મી છે એમના પપ્પા પાસે, એટલે મારા નાના પણ અશ્વ રાખતા અને એમની પાસે પાંચ સાત અશ્વ હતા. એની સેવા મારા મમ્મી કરતા હતા, પાલન એનું મારા મમ્મીની પાસે હતું. મારા મોટા બાપુ પણ અશ્વ રાખતા હતા.
![લક્ષ્મી ઘોડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2024/rgjbvn01laxmividayrtuspecialchirag7208680_20092024135338_2009f_1726820618_1026.jpg)
છેલ્લા 20-22 વર્ષથી હું અશ્વ રાખું છું અત્યારે જે મારી આગળ ઘોડી હતી એનું નામ લક્ષ્મી હતું. હું જોધપુરથી આગળ લગભગ 100-150 કિલોમીટર જલિયાણસર ગામ છે, ત્યાંથી હું એક રાજસ્થાની રાજપૂત પાસેથી તે ઘોડી લાવ્યો હતો અને તે છેલ્લા પાંચ-સાત વર્ષથી મારી પાસે હતી.
![લક્ષ્મી ઘોડીની વિદાય](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2024/rgjbvn01laxmividayrtuspecialchirag7208680_20092024135338_2009f_1726820618_142.jpg)
મારવાડી નસલના ઘોડા વિશ્વમાં પ્રખ્યાત: એના પહેલા પણ મારી આગળ એક સરજુ નામની ઘોડી હતી. એ મેં લગભગ 15 એક વર્ષ રાખી, પણ આ અત્યારે જે મારી આગળ લક્ષ્મી ઘોડી હતી એ મારવાડી નસલની ઘોડી હતી. જેમ કે ભાવનગરની ગીરગાય વિશ્વમાં વખણાય છે એમ મારવાડી નસલના ઘોડા અત્યારે આખા વિશ્વમાં વખણાય છે. આમ તો એ મારી જે લક્ષ્મી ઘોડી હતી, એને કોઈ વસ્તુ સમજીને એની કિંમત ન કરી શકીએ એ તો અનમોલ હતી.
![200 થી વધુ બોટલો ચડાવાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2024/rgjbvn01laxmividayrtuspecialchirag7208680_20092024135338_2009f_1726820618_1086.jpg)
મારવાડી ઘોડીની કિંમત 1-11 કરોડ સુધીની: તેમણે વધુમાં કહ્યું હતું કે મારવાડી ઘોડાની કિંમત એક લાખથી લઈને 11 કરોડ સુધીના રેકોર્ડ આપણા દેશમાં બોલે છે, વેચાણા હોય એને લેવડદેવડ થઈ હોય. હમણાં જ એક ઘોડો આપણો અમદાવાદમાંથી દેવનામનો ઘોડો 7.11 કરોડમાં વેચાયેલો, એના બીજા વંશમાંથી જેના ભાઈનું બચ્ચું એટલે મારી આગળ અત્યારે હાલમાં સોમ નામની વછેરી પણ છે, અને એ આ મારી લક્ષ્મી ઘોડી હતી એમની છે.
![લક્ષ્મી ઘોડીની સારવાર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2024/rgjbvn01laxmividayrtuspecialchirag7208680_20092024135338_2009f_1726820618_685.jpg)
આ પ્રાણી એવું પ્રાણી છે કે જે માનવના પરિવારની સાથે જોડાઈને માનવને એવું અહેસાસ નથી કરાવતો કે આ પ્રાણી છે અને અમે માનવ છીએ, એ એટલું માણસની સાથે ભળીને રહે છે. શ્વાન અને હોર્સ આ બંને એવા પશુ પ્રાણીઓ છે કે જે માણસ જેટલો પ્રેમ માણસમાં આપી શકે છે.
એટલે ઘણા સમયથી આમની સંભાળ કરતો હતો. રેગ્યુલર મારા કોઈ પણ અગત્યના કામને છોડીને પણ હું મારી ઘોડીને જે ટાઈમ આપવાનો હોય એ આપ્યા બાદ કોઈ કામે પણ જવાનું હોય તો જતો હતો. સવારમાં વહેલા એકાદ કલાક, દોઢ કલાક સાંજના એક, દોઢ કલાક આ ફરજિયાત મારે એમને વોકિંગ કરાવું, લંચિંગ કરાવવું એની સાથે લાડ પ્રેમ કરવો આ બધું મારું રૂટિંન હતું.
ઘોડાના ખોરાકમાં કદાચ તમે કલ્પના નહીં કરી શકાય કે મારી ઘોડીને રેગ્યુલર રોજનું પાંચ સાત લીટર ગાયનું અને બકરી દૂધ પણ પાતા હતા અને ઘીને માખણ ખાઈને ઘોડી મારા ઘરે મારા પરિવારમાં રહેલી છે. ચોખા ઘીની સુખડી પણ આ ઘોડીને અમારા સમયે સમયે આપવી પડતી હતી. આનું નિધન અમારા પરિવાર માટે બહુ મોટી દુઃખની બાબત છે.
![લક્ષ્મી ઘોડી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/20-09-2024/rgjbvn01laxmividayrtuspecialchirag7208680_20092024135338_2009f_1726820618_740.jpg)
અશ્વ એ આપણું એક અંગ: ગામમાં અને યુવાનો પણ આ ઘોડીના નિધનથી ખૂબ બધા વ્યતીત છે, દુખી છે એટલે ભગવાનને આપણે પ્રાર્થના કરીએ કે એના આત્માને ભગવાન શાંતિ આપે, પણ અશ્વ એ કોઈ જનાવર નથી. એ અમારા પરિવારનો સભ્ય છે. અને મારી તો સૌને એક લાગણી સાથે કહું છું કે આ પશુ પ્રેમ એ આપણામાં કાયમી હોવો જોઈએ અને અશ્વ એ આપણું એક અંગ છે.
અશ્વને બચાવી ન શકવાનો મને અફસોસ છે: કારણ કે જૂના જમાનામાં જેમની પાસે અશ્વ હોય એ જ લોકો આગળ હતા, કે જે પોતાના પરિવારની રક્ષા કરવા માટે જો કંઈ જરૂરિયાત પડે તો એને અશ્વની જરૂર પડતી. આજે તો વાહનનો યુગ આવી ગયો છે, એટલે આ મારા પરિવારના સભ્ય હતા અને હું ખૂબ દુઃખની લાગણી એના માટે વ્યક્ત કરું છું. મને અફસોસ છે કે ગુજરાતના સારામાં સારા અશ્વના ડોક્ટર સાહેબ તેમજ બીજા બે ત્રણ ડોક્ટરો હોવા છતાં પણ હું એને બચાવી ન શક્યો. એનો મારા જીવનમાં ખૂબ મને મોટો અફસોસ છે ભગવાન એના આત્માને શાંતિ આપે.
કોલિંકને કંટ્રોલમાં કરવું ખૂબ અઘરું: ઘોડાને ચોમાસાના સમયમાં ભેજવાળા વાતાવરણમાં ખોરાકમાં થોડો ફેરફાર થાય તો, કોઈ પણ પ્રકારની ફૂગ ખોરાકમાં લાગે અથવા એને પાણી પીવામાં કોઈ તકલીફ થાય, વાતાવરણ ઠંડકનું રહેતું હોય અને ઓછું પાણી પીવે તો એને કોલિંક નામનો રોગ પેટમાં થતો હોય છે. અને એ રોગ કંટ્રોલ કરવામાં ખૂબ અઘરું પડે છે. આ રોગની આંતરની અંદર પછી એને ઇન્ફેક્શન ઊભું થાય અને એમાં લગભગ 60 ટકા અશ્વને આપણે એ રોગથી બચાવી નથી શકતા અને ઘણા એવા અશ્વનું નિધન થયેલું એવું મારા ધ્યાનમાં પણ આવ્યું છે.
ભરતભાઈએ ખૂબ સાર સંભાળ કરી: વધુમાં તેમણે મૌખિક જણાવ્યું હતું કે તેમને લક્ષ્મી માટે સોના ચાંદીનો હાર બનાવ્યો હતો. પરંતુ નિધન બાદ ભરતભાઇ ખૂબ દુઃખી થયા છે. આશરે 200 થી વધુ અશ્વ પ્રત્યે લાગણી ધરાવતા લોકોએ ટેલિફોનિક કે રૂબરૂ શ્રદ્ધાંજલિ પાઠવી છે. જો કે દ્રદયની લાગણીને પગલે લક્ષ્મીની સમાધિ ભરતભાઈએ પોતાના ખેતરમાં અપી છે. સમાધિ પણ વિધિવત રીતે આપવામાં આવી હતી. આશરે 50 હજાર જેવો ખર્ચ સારવારમાં કર્યો જેમાં 200 થી વધુ બોટલો ચડાવવામાં આવી હતી. કલાકો સુધી ભરતભાઇ બોટલ હાથમાં લઈ તેની પાસે બેઠા રહેતા હતા. આજે લક્ષ્મી તેની યાદમાં સોમ નામની વછેરી મૂકીને હંમેશા વિદાય આપી ગઈ છે.
આ પણ વાંચો: