ભાવનગર : ભાવનગર શહેરમાં આંગણવાડીની પરિસ્થિતિને લઈને મુદ્દો ચર્ચામાં છે ત્યારે ભાવનગર શહેર અને જિલ્લામાં આંગણવાડીઓની સ્થિતિ શું છે ? ભાવનગર ભાવનગર મહાનગરપાલિકા ની કુલ આંગણવાડી અને જિલ્લાની આંગણવાડીમાં તેની પોતાની કેટલી અને ભાડામાં ચાલતી આંગણવાડી વિશે વિગતો સામે આવી છે.
શહેરમાં આંગણવાડીની દશા અને સ્થિતિ : ભાવનગર શહેરમાં કુલ 316 જેટલી આંગણવાડી આવેલી છે. જ્યારે ભાડે ચાલતી આંગણવાડીઓની સંખ્યા 100 જેટલી છે. ત્યારે ભાવનગરના ભરતનગરના શિવનગરમાં આંગણવાડી એક દુકાનમાં ચાલતી હોવાની ઘટના સામે આવ્યા બાદ આઇસીડીએસ વિભાગ દ્વારા ખુલાસો કરવામાં આવ્યો હતો.
ભાડામાં ચાલતી આંગણવાડી માટે જાહેરાત આપેલી છે. કોઈ દુકાન નથી અને પડી જાય તેમ પણ નથી. 50 જેટલા બાળકો ત્યાં આવે છે. જો કે ત્યાં એક સોસાયટી હોઈ તેના કોમન પ્લોટ માટે નગરસેવક દ્વારા પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને આગામી દિવસોમાં ત્યાં નવી આંગણવાડી પણ બની શકે છે. શહેરમાં કુલ 316 આંગણવાડી છે જેમાં 200 પોતાના 16 પોતાની માલિકીના અને 100 ભાડે ચાલે છે. ભાડાની રકમ 4000 હતી તે વધારીને હવે 6,000 થઈ છે...શારદાબેન દેસાઈ (ICDS અધિકારી)
ખખડધજ આંગણવાડી અને નવી કેટલી : ભાવનગર મહાનગરપાલિકામાં આવતી કુલ 316 આંગણવાડી છે તેને શહેરમાં ઘટક એક અને ઘટક બે વિભાગમાં આઈસીડીએસ આંગણવાડીઓ ચલાવી રહ્યું છે. ત્યારે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુભાઈ રાબડીયાએ જણાવ્યું હતું કે પૂર્વ અને પશ્ચિમ વિધાનસભાની કુલ 316 આંગણવાડીઓ છે જેમાં પૂર્વમાં 174 આંગણવાડીમાં 133 પોતાના મકાનમાં અને 31 ભાડાના મકાન છે. જ્યારે પશ્ચિમમાં 142 આંગણવાડીમાંથી BMCની 67 અને ભાડે ચાલતી આંગણવાડી 69 છે.
180 નવી આંગણવાડી પાંચ વર્ષમાં બનાવવામાં આવેલી છે. હાલમાં 40 જેટલી આંગણવાડી માટેના ટેન્ડર પ્રક્રિયા થઈ ચૂકી છે. જ્યાં જ્યાં દબાણ હટતા જાય છે ત્યાં ત્યાં આંગણવાડીના ક્રાઇટેરિયા મુજબ આંગણવાડી બનાવવામાં આવનાર છે.કેન્દ્રીય કેબિનેટ મંત્રી મનસુખભાઇ માંડવીયા દ્વારા પણ 80 લાખની રકમ ફાળવી છે અને બજેટમાં પણ આધુનિક આંગણવાડી માટેનું પ્રોવિઝન કરાયેલું છે જે ઘટના સામે આવી તેમાં કાર્યવાહીની સૂચના થઈ ચૂકી છે...રાજુભાઈ રાબડીયા ( ચેરમેન, સ્ટેન્ડિંગ કમિટી )
ભાવનગર શહેરમાં કેટલી આંગણવાડી : ઘટકની રીતે જોઇએ તો પૂર્વ વિધાનસભા ઘટક 1માં કુલ 174 આંગણવાડી છે જેમાં પોતાના મકાનમાં 133 અને ભાડામાં 31 આંગણવાડી છે. જ્યારે પશ્ચિમ વિધાનસભા ઘટક 2માં કુલ 142 આંગણવાડી છે તેમાં પોતાના મકાનમાં 67 અને ભાડામાં 69 આંગણવાડી છે. આમ ઘટક 1 અને ઘટક 2ની કુલ 316 આંગણવાડીઓ છે.
જિલ્લામાં આંગણવાડીની સ્થિતિ શું : ભાવનગર મહાનગરપાલિકા અને જિલ્લાની જો વાત કરવામાં આવે તો જિલ્લા પંચાયતના ICDS અધિકારી શારદાબેન દેસાઈએ જણાવ્યું હતું કે જિલ્લામાં કુલ 1591 આંગણવાડી આવેલી છે જેમાં 262 ભાડાના મકાનમાં ચાલે છે જ્યારે 84 જેટલી આયોજન હેઠળ મનરેગામા છે. જિલ્લામાં કુલ 10 ઘટકમાં ભાવનગર ગ્રામ્ય 133 પોતાના મકાનમાં અને 22 ભાડામાં, ગારીયાધારમાં 105 પોતાના મકાનમાં અને 2 ભાડામાં, ઘોઘા 99 પોતાના મકાનમાં અને 5 ભાડામાં, જેસરમાં 79 પોતાના મકાનમાં અને 18 ભાડામાં, મહુવામાં ઘટક 1માં 134 પોતાના મકાનમાં અને 16 ભાડામાં ચાલે છે જ્યારે ઘટક 2માં 111 પોતાના મકાનમાં અને 5 ભાડામાં છે. ઘટક 3માં 106 પોતાના મકાનમાં અને 60 ભાડામાં ચાલે છે. પાલીતાણામાં ઘટક 1 114 પોતાના મકાનમાં અને 45 ભાડામાં તો ઘટક 2માં 81 પોતાના મકાનમાં અને 1 ભાડાના મકાનમાં આંગણવાડી ચાલે છે. સિહોરમાં 179 આંગણવાડીમાં પોતાના મકાનમાં અને 38 ભાડાના મકાનમાં છે. તળાજામાં ઘટક 1માં 136 પોતાના મકાનમાં અને 28 ભાડામાં, ઘટક 2માં કુલ 121 પોતાના મકાનમાં અને 12 ભાડામાં આંગણવાડી છે. ઉમરાળામાં 98 પોતાના મકાનમાં અને 6 ભાડામાં, વલભીપુરમાં 89 પોતાના મકાનમાં અને 04 ભાડાના મકાનમાં આંગણવાડીઓ આવેલી છે. આમ ભાવનગર જિલ્લાની કુલ 1591 આંગણવાડી છે અને ભાડામાં ચાલતી હોય એવી કુલ 262 આંગણવાડીઓ આવેલી છે.