ETV Bharat / state

ચૂંટણી પહેલા પાલનપુરમાં રોકડ રકમની હેરફેર ઝડપાઈ, બે શખ્સ પાસેથી 1 કરોડ રોકડા મળ્યા - Palanpur money laundering - PALANPUR MONEY LAUNDERING

પાલનપુર એરોમા સર્કલ પાસે ગત મોડી રાત્રે તપાસ દરમિયાન LCB પોલીસ દ્વારા એક શંકાસ્પદ વર્ના કાર રોકીને ચેકીંગ હાથ ધર્યું હતું. આ તપાસ દરમિયાન રુ. 500 ના દરની 20 હજાર નોટો મળીને કુલ એક કરોડ રોકડ રકમ મળી આવી હતી. આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.

બે શખ્સ પાસેથી 1 કરોડ રોકડા મળ્યા
બે શખ્સ પાસેથી 1 કરોડ રોકડા મળ્યા
author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 12, 2024, 10:33 AM IST

ચૂંટણી પહેલા પાલનપુરમાં રોકડ રકમની હેરફેર ઝડપાઈ

બનાસકાંઠા : લોકસભાની ચૂંટણીને લઈને આદર્શ આચાર સંહિતા અમલમાં છે, ત્યારે પોલીસ તંત્ર પણ એલર્ટ મોડમાં છે. બનાસકાંઠા જિલ્લાને રાજસ્થાન બોર્ડર લાગતી હોવાથી બોર્ડર ક્રોસ કરીને આવતા વાહનોની તપાસને લઈને જિલ્લા પોલીસ દ્વારા વિવિધ સ્થળો પર બેરિકેટિંગ કરવામાં આવ્યું છે. જેમાં સતત આવતા જતા વાહનો પર ચેકીંગ હાથ ધરવામાં આવે છે.

રોકડ રકમની હેરાફેરી : બનાસકાંઠા જિલ્લામાં કોઈપણ પ્રકારની ગેરકાયદેસર ચીજવસ્તુઓની હેરાફેરી થતી અટકે તે માટે પોલીસ ખાસ તકેદારી રાખે છે. જેના ભાગરૂપે પાલનપુરના એરોમા સર્કલ પર ગત મોડી રાત્રે LCB પોલીસના માણસો વાહન ચેકિંગમાં હતા. આ દરમિયાન એરોમા સર્કલ પાસે આવી રહેલી વર્ના કાર શંકાસ્પદ જણાતા તેને રોકીને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન 500ના દરની 20 હજાર નોટો મળીને કુલ રૂ. 1 કરોડ રોકડ રકમ મળી આવી હતી.

બે આરોપીની ધરપકડ : પાલનપુર એરોમા સર્કલ પાસે વર્ના કાર નં. GJ-08-BH-9898 ના ચાલક કૃષાન કનુભાઈ અગ્રવાલ અને મુકેશભાઈ લાલાભાઈ સોનીના કબજામાંથી 500ના દરની ભારતીય દરની ચલણી 20 હજાર નંગ નોટો જપ્ત કરવામાં આવી છે. જેની કુલ કિંમત રૂ. 1 કરોડ થતા વધુ પૂછપરછ કરવામાં આવી હતી. જોકે પોલીસને સંતોષકારક જવાબ ન મળતા પ્રાથમિક દ્રષ્ટિએ ચોરી થયેલી રકમ અથવા કોઈ ગુનાહિત હોવાનું શંકાસ્પદ હાલતમાં જણાય આવ્યું હતું.

1 કરોડ રૂપિયા ઝડપાયા : પાલનપુર LCB પોલીસ રોકડા રુ. 1 કરોડ, રુ.70 હજારની કિંમતના 3 નંગ મોબાઈલ ફોન તથા રુ. 6 લાખની કિંમતની વર્ના કાર સહિત કુલ રૂ.1.06 કરોડનો મુદામાલ કબ્જે કર્યો છે. આરોપીઓ વિરુદ્ધ CRPC કલમ 102 મુજબ ગુનો નોંધી આગળ તપાસ હાથ ધરી છે.

પોલીસ કાર્યવાહી : પાલનપુર DySP જીજ્ઞેશ ગામીતે જણાવ્યું હતું કે, ચૂંટણી સંદર્ભે પોલીસ દ્વારા જિલ્લામાં રાજ્ય પોલીસ વડા, રેન્જ IG અને જિલ્લા પોલીસ અધિક્ષકની સૂચના અનુસાર ચૂંટણીની સઘન સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. ગત રાત્રે એરોમા સર્કલ પાસે કારમાંથી મળેલ એક કરોડ રોકડ રકમ શંકાસ્પદ હોવાથી LCB પોલીસ, ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટ અને FSL ટીમ સંક્યુત તપાસ હાથ ધરશે.

  1. મહેસાણામાં શંકાસ્પદ સીરપ સાથે એક શખ્સ ઝડપાયો, SOGએ 15 જેટલી બોટલ જપ્ત કરી
  2. નકલી ડોકટર બનેલો નિવૃત્ત એસટી કર્મચારી ઝડપાયો, મહેસાણા એસઓજી પોલીસે રેઇડ કરી કાર્યવાહી કરી

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.