બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લાના વાવના સરહદી ટડાવ અને ચોથાનેસડા સીમ વિસ્તારમાં મીની અંબાજી જેવું શીતળા માતાનું મંદિર આવેલું છે. જ્યાં દર વર્ષે મોટો મેળો ભરાય છે. શ્રાવણ વદ સાતમનો મહા મેળો ભરાય છે. આજુબાજુના ગામડાઓ માંથી હજારો માઈ ભક્તો શીતળા માતાના દર્શન કરી ધન્યતા અનુભવે છે. ટડાવ ગામના જામાભાઈ રાઠોડ અને પૂર્વ સરપંચ પ્રવીણભાઈ ના સહિયારા ટ્રસ્ટથી માઇભકતોને દર્શન માટે સુલભતા જોવા મળે છે .ભક્તોને ચા પાણી સહિત માતાજીના દર્શનની વ્યવસ્થામાં આયોજકોનો મોટો સેવા ફાળો જોવા મળે છે. દર વર્ષે શીતળા સાતમનો મીની અંબાજી જેવો મહા મેળામાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન કરે છે. પોલીસ સ્ટાફ પણ કોઈ અનિચ્છદ બનાવનાર બને તેને લઈને ખડે પગે રહે છે.
શીતળામાતાના સાનિધ્યમાં ભવ્ય મેળોઃ બનાસકાંઠાના વાવ તાલુકાના સરહદે આવેલા ટડાવ અને ચોથાનેસડા સીમાડામાં વનમાં બિરાજેલ આદશક્તિ શીતળા માતાના સાનિધ્યમાં શીતળા સાતમ ને લઈને ભવ્ય લોકમેળો ભરાયો હતો. શીતળા સાતમનો અનેરો મહત્વ છે. લોકવાયકા મુજબ ચામડીના અછબડા કે ઓરી જેવા રોગ તેમજ કોઈ સંતાનને ખોડ ખોપણ પણ હોય તો માતાજીની બાધા લેવામાં આવે છે. જેમાં માતાજીને નિવેદરૂપી સુખડી ધરવામાં આવે છે અને ધૂપ આપવામાં આવે છે. તેમજ જો કોઈ બાળકને ખોડખાપણની બધા રાખેલી હોય તો તે ખોડ અને ખાપણ શરીરના દૂર થાય ત્યારે કેરડાના વૃક્ષની ખોડખોપણ વાળું અંગ બનાવીને માતાજીના ચરણોમાં ધરવામાં આવે છે અને બાધા પૂર્ણ કરવામાં આવે છે. તેમજ આંખોની પણ બાધા લીધેલી હોય તો ચાંદીની આંખો બનાવી બાધા પૂર્ણ થયા બાદ માતાજીના ચરણોમાં ચડાવવામાં આવે છે.
માતાજીના સાનિધ્યની આજુબાજુ આવેલા વગડામાં જો કોઈ વૃક્ષ કાપીને ઘરે લઈ જાય તો તે કાપેલું વૃક્ષ પરત મૂકી જાય એવા અનેક પરચાઓ લોકો પાસેથી સાંભળવા મળ્યા છે. ગુજરાતના ખૂણે ખૂણે વસતા સરહદી વાવ થરાદ સુઈગામ ભાભર સહિત વિસ્તારના લોકો માતાજીના સાનિધ્યમાં શીતળા સાતમના દિવસે નિવેધ ધરવા આવે છે. આમ વગડામાં બિરાજેલ આધશક્તિમાં શીતળા માતાજીના સાનિધ્યમાં ભરાય લોકમેળામાં હજારોની સંખ્યામાં ભક્તજનો ઉમટી પડ્યા હતા. ટ્રસ્ટીઓ તેમજ સેવકો દ્વારા આવનાર શ્રદ્ધાઓને કોઈ તકલીફ ન પડે તે માટે ખડે પગે રહે છે. વર્ષમાં ચૈત્ર સુદ ચૌદસ અને શ્રાવણ વદ શીતળા સાતમ એમ બે લોકમેળા ભરાય છે હજારોની સંખ્યામાં તમામ જ્ઞાતિના ભક્તજનો આ મેળામાં ઉમટી પડે છે તેમજ માતાજીના ચરણોમાં ધૂપ નિવેધ કરી ધન્યતા અનુભવે છે.