ETV Bharat / state

નકલી જજ અને કોર્ટ બાદ હવે નકલી બદલી ઓર્ડરનો ભાંડો ફૂટ્યો, આચાર્ય થયા સસ્પેન્ડ - BANASKANTHA CRIME

રાજ્યમાં નકલી જજ અને કોર્ટ બાદ હવે બનાસકાંઠામાં શિક્ષણ વિભાગના સચિવને નકલી બનાવટી ઓર્ડર આચાર્યએ બનાવીને શિક્ષિકાને બદલીનો હુકમ આપી દીધા હોવાનો આરોપ લાગ્યો છે.

બનાસકાંઠામાં નકલી બદલી ઓર્ડરનો ભાંડો ફૂટ્યો
બનાસકાંઠામાં નકલી બદલી ઓર્ડરનો ભાંડો ફૂટ્યો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 27, 2024, 7:31 AM IST

બનાસકાંઠા: ગુજરાત રાજ્યમાં નકલીની ભરમારમાં એક પછી એક ચોકવનારા ખુલાસા સામે આવ્યા છે ત્યારે વધુ એક શિક્ષણ વિભાગના સચિવનો બનાવટી ઓર્ડર બનાવી શિક્ષિકાને બદલીનો ઓર્ડર આપી દીધો હોવાનો મામલો સામે આવ્યો છે. જેમાં વડગામ તાલુકાના મજાદર શાળાના મુખ્ય શિક્ષક સામે જ શિક્ષણ વિભાગના સચિવના નામે નકલી બનાવવાનો આરોપ છે જોકે હવે આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ તપાસના આદેશ આપીને હાલમાં તાત્કાલિક આ શિક્ષકને સસ્પેન્ડ કરીને તેના સામે ફરિયાદ કરવા સુધીની તજવીજ હાથ ધરવામાં આવી છે.

નકલી બનાવટી શિક્ષકનો ઓર્ડર: જે શિક્ષક પર આરોપ લાગ્યો છે તે શિક્ષક વડગામ તાલુકાની મજાદર પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે, અને તેનું નામ બ્રિજેશ પરમાર છે. આ બ્રિજેશ પરમારે શિક્ષણ વિભાગના સચિવનો સહી સિક્કાવાળો બનાવટી બદલીનો ઓર્ડર બનાવીને શિક્ષકને બદલી અમદાવાદ ગ્રામ્ય વિસ્તારમાં કરાઈ હોવાનો ઓર્ડર આપી દિધાનો તેના પર આરોપ લાગ્યો છે.

બનાસકાંઠામાં નકલી બદલી ઓર્ડરનો ભાંડો ફૂટ્યો (Etv Bharat Gujarat)

આ મામલે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારીએ કહ્યું કે,'થરાદ તાલુકાની ડુઆ પ્રાથમિક શાળામાં નોકરી કરતા શિક્ષિકાના પતિનો સંપર્ક કરીને આ શિક્ષક બ્રિજેશ પરમારે બનાવટી ઓર્ડર આપ્યો હોવાનું અમારા ધ્યાને આવ્યું છે તે બાદ સુનાવણી કરવામાં આવી અને ગંભીર બાબત જણાતા તાત્કાલિક અસરથી આ શિક્ષકને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે અને તેની સામે પોલીસ ફરિયાદ કરવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.'

જોકે આ મામલે શિક્ષક બ્રિજેશ પરમારે પોતાની સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે,'માત્ર એક નિવેદનના આધારે મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો છે. મારા પર લગાવેલા આક્ષેપો ખોટા છે. મને પૂરતો સમય કે નોટિસ આપવામાં આવી નથી. જોકે આ બાબતના આધારપુરા પુરાવા નિયામક કચેરી કે જિલ્લા લેવલની કચેરીએ નથી. આક્ષેપ કરનાર વ્યક્તિની મારા મોબાઈલથી વાત થઈ નથી. મારું રાજકીય કદ વધતું હોવાના કારણે આ સમગ્ર મામલો ષડયંત્ર હોવાનું તેમણે જણાવ્યું હતું. સાથે જ અગાઉ તેમના વિરુદ્ધ ઊંઝા ખાતે શિષ્યવૃતિને લઈને થયેલી ફરિયાદ અંગે પણ પોતાનો ખૂલાસો આપ્યો હતો. તેમણે કહ્યું કે તે પોલીસ તપાસનો વિષય છે.'

ત્યારે હાલ તો આચાર્ય દ્વારા સચિવના નામે બનાવટી બદલી ઓર્ડર આપવામાં શિક્ષણ વિભાગ તરફથી કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે તો બીજી તરફ શિક્ષક પોતે આ તમામ આક્ષેપો ખોટા હોવાની વાત કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. 'મા'થી છૂટા થઈ દીપડાના બે બચ્ચા કૂવામાં પડ્યા: વન વિભાગ દ્વારા રેસ્ક્યૂ કરાયું
  2. અમદાવાદના વર્લ્ડ ફેમસ રતનપોળમાં આ વખતે કેવો છે માહોલ? જુઓ શું કહી રહ્યા છે વેપારી અને ગ્રાહકો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.