આણંદ : આણંદમાં પેટલાદ સરકારી હોસ્પિટલ દ્વારા અતિ ગંભીર કહેવાતી કાવાસાકી રોગનું નિદાન કરવામાં આવ્યું હતું. 8 વર્ષના બાળકને આ રોગની સારવાર આપી સ્વસ્થ બનાવવામાં સફળતા મળી છે. લાખોમાં એક વ્યક્તિને થતી બીમારીમાં આધુનિક સારવારમાં બાળકને 9 જેટલા ઇમ્યુનો ગોબ્યુલીન ઇન્જેક્શન આપવામાં આવ્યાં હતાં. અતિ ખર્ચાળ સારવાર નિશુલ્ક આપીને બાળકનો જીવ બચાવવામાં આવ્યો છે. આણંદ જિલ્લામાં પેટલાદ સિવિલ ખાતે આ દર્દીનો કેસ પ્રથમ કેસ આવ્યો હતો. જેમાં 7 દિવસ સુધી સતત સારવાર આપી બાળકનો જીવ બચાવ્યો છે.
કાવાસાકી રોગથી બાળકનો જીવ બચાવતી આયુષ્યમાન યોજના : પેટલાદ સિવિલ હોસ્પિટલમાં બાળકને આયુષ્માન યોજના અંતર્ગત સારવાર મળી હતી. લાખો લોકોમાં એક બાળકને થતી અતિ ગંભીર બીમારી જેને મેડિકલ ભાષામાં કાવાસાકી ડીસિસ તરીકે ઓળખવામાં આવે છે. આ બીમારી બાળકોમાં મોટા ભાગે 1 થી 10 વર્ષના બાળકોમાં જોવા મળતી હોય છે, ત્યારે કઠલાલના એક 8 વર્ષીય બાળકને પેટલાદ સ્થિત સરકારી એસ એસ હોસ્પિટલમાં આ બીમારીમાં આયુષ્યમાન યોજના અંતર્ગત નિઃશુલ્ક સારવાર આપીને બહાર કાઢવામાં આવ્યો છે.
ખાનગી હોસ્પિટલો લાખો રુપિયા વસૂલે છે : પેટલાદની સરકારી હોસ્પિટલમાં સરકારની આયુષ્યમાન કાર્ડ યોજના અંતર્ગત કઠલાલના 8 વર્ષીય બાળકને નિઃશુલ્ક સારવાર આપી સ્વસ્થ કર્યો છે. આ પ્રકારની બીમારી લાખોમાં એક બાળકને થતી હોય છે, કાવાસાકી ડીસિસની સારવારમાં ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયા ચૂકવવા પડતા હોય છે.
શું છે કાવાસાકી બીમારી : આ બીમારી વિશે વાત કરવામાં આવે તો આ બીમારીમાં તાવ આવવો (fever), સ્કિન રેસિસ ( ચામડી પર ચાઠાં પડી જવા), લસિકાગ્રંથનો સોજો આવવો, જીભ પર ચાઠાં (જેને મેડિકલ ભાષામાં સ્ટોબેરી ટંગ) પડી જવા, આંખ પર કન્જકટેવાઇટીસના સોજા આવવા, ભૂખ ના લાગવી જેવા લક્ષણો જોવા મળતા હોય છે. તેમ જ પ્લેટલેટ ઘટી જાય, શ્વેત કણો વધી જાય ત્રાગ કણો ઘટી જાય,હોઠ પર તિરાડો પડી જવી વગેરે થાય છે.
રોગની સારવાર : આ રોગની સારવાર માટે ક્લિનિકલ ડાયગ્નોસીસ, ઇમ્યુનો ગ્લોબ્યુલીન ઇન્જેક્શન મહત્વની ભૂમિકા ભજવે છે. સમયસર સારવાર આપવામાં આવે તો જ 15 થી 25 ટકા દર્દીઓમાં કેરોટેડ આરટ્રી ઇમ્યુનિષમ ( હૃદયની મુખ્ય ધમનીની દીવાલ નબળી થઈ પહોળી થઈ જાય છે ) જે લોહીના દબાણથી ફાટી શકે છે જેના કારણે જીવ પણ ઘુમાવી શકે છે. આ બીમારીની યોગ્ય સમયે સારવાર મળી રહે તો 60 થી 70 ટકા લોકો સ્વસ્થ થઈ શકે છે.
પેટલાદ સરકારી હોસ્પિટલમાં સારવાર : બીજા ધોરણમાં અભ્યાસ કરતા બાળકને અચાનક ફીવર અને સ્કિન રેસિસના સિમ્પટોમ્પસ જોવા મળ્યાં હતાં. ત્યાંર બાદ પરિવારે ખાનગી હોસ્પિટલમાં સારવાર શરૂ કરી દીધી હતી. જ્યાં પરિવારને માહિતી મળી કે આ સારવાર પેટલાદની સરકારી એસ એસ હોસ્પિટલમાં શક્ય છે અને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગત પણ આ સારવાર નિઃશુલ્ક થઈ શકે છે ત્યારે પરિવારે બિલકુલ સમય બગાડયા વિના હોસ્પિટલનો સંપર્ક કર્યો હતો. જ્યારે બાળકની હોસ્પિટલમાં 2 થી 9 માર્ચ દરમિયાન સારવાર કરવામાં આવી હતી અને આજે સ્વસ્થ કરીને રજા આપવામાં આવી છે ત્યારે પરિવારે આભાર વ્યક્ત કર્યો હતો.