ETV Bharat / state

પાર્સલ મારફતે નસીલો પદાર્થ જુનાગઢમાં ઘુસાડવાનો કારસો, પોલીસે કરી એકની અટકાયત - JUNAGADH CRIME

author img

By ETV Bharat Gujarati Team

Published : Jun 8, 2024, 10:00 PM IST

સુરતથી ખાનગી ટ્રાન્સપોર્ટમાં આવેલો બે કિલો ગાંજો જુનાગઢ પોલીસે પકડી પાડયો છે. પોલીસ પકડમાં રહેલો ભરત બગડા ગાંજાની હેરાફેરી માટે અગાઉ પણ કુખ્યાત બની ચૂક્યો છે. ત્યારે ટ્રાન્સપોર્ટ મારફતે ગાંજાની હેરાફેરીનું એક નવું કારસ્તાન જુનાગઢ પોલીસે શોધી કાઢ્યું છે.

પાર્સલ મારફતે નસીલો પદાર્થ જુનાગઢમાં ઘુસાડવાનો કારસો
પાર્સલ મારફતે નસીલો પદાર્થ જુનાગઢમાં ઘુસાડવાનો કારસો (Etv Bharat Gujarat)

જુનાગઢ: નશીલા પદાર્થોની હેરાફેરી કરવા સાથે સંકળાયેલા બુટલેગરો પોલીસ નજરથી બચવા નસીલા પદાર્થોને અવનવી રીતે એક જગ્યા પરથી બીજી જગ્યા પર મોકલી રહ્યા છે. ત્યારે પોલીસ પણ આવા બુટલેગરો પર બાજ નજર રાખી રહી છે. આવો જ એક કિસ્સો જુનાગઢ પોલીસે પકડી પાડ્યો છે. સુરતથી ટ્રાન્સપોર્ટમાં મોકલેલા બે કિલો ગાંજા સાથે જૂનાગઢના ભરત બગડા નામના બુટલેગરને પોલીસે પકડી પાડ્યો છે.

જુનાગઢ ગાંજાનું કનેક્શન સુરત સાથે: જુનાગઢ પોલીસે ગાંજા સાથે ભરત બગડા નામના આરોપીની અટકાયત કરી છે. આ ગાંજો સુરતથી ટ્રાન્સપોર્ટમાં પાર્સલ બનાવીને મોકલવામાં આવ્યો હતો. જેમાં સુરતના કોઈ વિપુલ પંડ્યા નામના વ્યક્તિનો ઉલ્લેખ થયેલો છે અને તેમાં તેનો મોબાઈલ નંબર પણ લખેલો જોવા મળે છે. ત્યારે પોલીસે સમગ્ર મામલામાં સુરત સુધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. ભરત બગડા અગાઉ બે વર્ષ પૂર્વે પણ બે કિલો ગાંજા સાથે પકડાયો હતો ત્યારે આ આરોપી નસીલા પદાર્થોની હેરાફેરી અને તેની કનશાઈનમેન્ટ મંગાવતો હોવાનું પોલીસ ચોપડે નોંધાયું છે.

કોરોના કાળ માં કુરિયરમાં દારૂ: કોરોના કાળ ચાલી રહ્યો હતો આવા સમયે પણ નશા નો વેપાર કરતાં બુટલેગરો અટકવાનું નામ લેતા ન હતા કોરોના સમયે જુનાગઢ માં મધ્યપ્રદેશ માથી સેનેટાઈઝરના ઓઠા નિચે દારૂની 100 કરતાં વધુ બોટલો મોકલવામાં આવી હતી સમગ્ર મામલામાં પોલીસને દારૂની હેરાફેરી ની ગંધ આવી જતા તેને પકડી પાડવામાં પણ સફળતા મળી હતી પોલીસની નજરથી બચવા માટે બુટલેગરો અવનવા તરીકા અપનાવીને નસીલા પદાર્થો ની હેરાફેરી કરાવે છે પરંતુ તે પોલીસની નજરે ચડી જાય છે.

  1. ઓલપાડ તાલુકામાં ઉનાળુ ડાંગરનું મબલખ ઉત્પાદન, ખેડૂતોમાં છવાયો ખુશીનો માહોલ - Surat News
  2. નવસારીમાં ઘોંઘાટ કરતા બુલેટ ચાલકો પર પોલીસની લાલ આંખ, 35 વાહનો કરાયા ડિટેઇન - Navsari Bullet Drive

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.