દાહોદ: આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ તોયણી ગામે છ વર્ષીય માસુમ બાળકી સાથે થયેલા દુષ્કર્મ અને હત્યા બાબતે બાળકીના પરિવારજનોને ન્યાય અપાવવા માટે પરિવારની મુલાકાત લીધી હતી. અને દાહોદ નગરપાલિકા ચોક ખાતેથી યાદગાર ચોક થઈ બિરસા મુંડા ચોક સુધી કેન્ડલ માર્ચ યોજી દીકરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. તથા સરકારને આડે હાથ લઈ ભાજપ પર આકરા પ્રહારો કરતા કહ્યું હતું કે, 'જે રીતે દાહોદમાં ભાજપના સમર્થક અને વીએચપીના સભ્યએ આચાર્ય (આરોપી)એ છ વર્ષની બાળકી સાથે જે જધન્ય કૃત્ય કર્યું છે તેના આખા દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. આપણો સમાજ આપણી માતા બેન દીકરીઓ એની સુરક્ષા માટે બહુ ઊંડા ઉતરી રહ્યા છે સરકાર તંત્ર ઉંણું ઉતરી રહ્યું છે. આપણે વ્યવસ્થા એટલી બધી ખોખલી થઈ ગઈ છે.
તેમણે વધુમાં જણાવ્યું કે,'આરોપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચાલવું જોઈએ અને આરોપીને ફાંસીની સજા થવી જોઈએ. પરિવારને 50 લાખની સહાય પણ આપવી જોઈએ. તમામ સ્કૂલોમાં ચેકિંગ કરવું જોઈએ કે આવા કોણ છે. આચાર્ય શિક્ષકો અને ત્યાં સીસીટીવી મૂકવા જોઈએ. બસોની વ્યવસ્થા કરવી જોઈએ. આ મામલે આમ આદમી પાર્ટી ઉગ્ર આંદોલન કરશે. જરૂર પડે મુખ્યમંત્રીના કાર્યક્રમ આવા વિસ્તારમાં કરવા નહીં દઈએ એવી અમે ખાતરી આપીયે છીએ.'
આ પણ વાંચો: