ETV Bharat / state

વિકાસ સપ્તાહની ઉજવણી, પાટણના ચારણકા સોલાર પાર્કને ભવ્ય રોશનીથી શણગાર - CHARANKA SOLAR PARK

રાજ્ય સરકાર દ્વારા વિકાસ સપ્તાહની ઉજવણીનો શુભારંભ થયો છે. ત્યારે તેની ઉજવણીના ભાગરુપે પાટણના ચારણકા સોલાર પાર્ક ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યો છે.

પાટણના ચારણકા સોલાર પાર્કને ભવ્ય રોશનીથી શણગાર
પાટણના ચારણકા સોલાર પાર્કને ભવ્ય રોશનીથી શણગાર (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 12, 2024, 12:44 PM IST

પાટણ: દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળીને 23 વર્ષ અગાઉ રાજ્યની વણથંભી વિકાસયાત્રાની શરૂઆત કરી હતી. જેના ભાગરુપે પાટણના ચારણકા સોલાર પાર્ક ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યો છે.

વિકાસ સપ્તાહની ઉજવણીનો શુભારંભ: આ વિકાસયાત્રા અવસર નિમિત્તે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા ગુજરાતભરમાં તા. 7 ઓક્ટોબરથી 15 ઓક્ટોબર સુધી વિકાસ સપ્તાહની ઉજવણીનો શુભારંભ થયો છે. આ વર્ષે વિકાસ સપ્તાહ દરમિયાન વધુને વધુ નાગરિકો સહભાગી થાય તેવા હેતુ સાથે વહીવટી તંત્રના સંકલનમાં રહીને વિવિધલક્ષી કાર્યક્રમોનું રાજયભરમાં આયોજન થઈ રહ્યું છે. જે અંતર્ગત રાજ્યના વિવિધ મહત્વપૂર્ણ સ્થળોને રોશનીથી સુશોભન કરવામાં આવ્યા છે.

પાટણના ચારણકા સોલાર પાર્કને ભવ્ય રોશનીથી શણગાર (Etv Bharat gujarat)

ચારણકા સોલાર પાર્કને ભવ્ય રોશનીથી શણગાર્યું: વિકાસ સપ્તાહની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ચારણકા ગામમાં આવેલ ચારણકા સોલર પાર્કને ભવ્ય રોશનીથી શણગારવામાં આવ્યું છે. પાર્ક ખાતે કરવામાં આવેલી રંગબેરંગી નયનરમ્ય લાઈટિંગથી ઝગમગી રહ્યું છે. પાટણ જિલ્લામાં "વિકાસ સપ્તાહ" અંતર્ગત સુંદર અને અદભૂત રોશની જિલ્લાવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બની રહી છે. આમ વિશ્વ પ્રસિદ્ધ ચારણકા ખાતે આવેલ સોલાર પાર્ક નયનરમ્ય રોશનીથી દીપી ઉઠ્યો છે.

આ પણ વાંચો:

  1. 1997ની લવ સ્ટોરી, 27 વર્ષ પહેલાની ફરિયાદ અને ચર્ચામાં આવ્યું એક પ્રેમ પ્રકરણ
  2. જુનાગઢમાં સ્કેટિંગ ગરબાએ લોકોને કર્યા મંત્રમુગ્ધ, નવરાત્રીના અંતિમ દિવસે બાળકોએ જીત્યા દિલ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.