ETV Bharat / state

ભારતનો કોઇ પણ નાગરિક મેળવી શકે છે મફત કાયદાકીય સેવા, બંધારણમાં છે આ જોગવાઇઓ - free legal services - FREE LEGAL SERVICES

ભારતીય બંધારણ ન્યાય ઉપર ખાસ ભાર મૂકે છે. એટલા માટે દેશના તમામ વર્ગના લોકોને ન્યાય પ્રણાલી દ્વારા સામાનતા ઉપલબ્ધ કરાવી શકાય એટલા માટે બંધારણની કલમ 39(એ) દેશના ગરીબ અને પછાત લોકોને મફત કાનૂની મદદ પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. free legal services

ભારતનો કોઇ પણ નાગરિક મેળવી શકે છે મફત કાનૂની સેવા
ભારતનો કોઇ પણ નાગરિક મેળવી શકે છે મફત કાનૂની સેવા (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 23, 2024, 6:29 PM IST

અમદાવાદ: ભારતના બંધારણના પ્રમાણે ભારતના તમામ નાગરિકોને સામાજિક રાજકીય અને આર્થિક ન્યાયની વાત કરવામાં આવી છે. ભારતીય બંધારણ ન્યાય ઉપર ખાસ ભાર મૂકે છે. એટલા માટે દેશના તમામ વર્ગના લોકોને ન્યાય પ્રણાલી દ્વારા સામાનતા ઉપલબ્ધ કરાવી શકાય એટલા માટે બંધારણની કલમ 39(એ) દેશના ગરીબ અને પછાત લોકોને મફત કાનૂની મદદ પૂરી પાડવાની જોગવાઈ કરવામાં આવી છે. મફત કાનૂની સલાહ એટલે તોમતદાર અથવા અરજદારને મફત વકીલ સેવા ઉપલબ્ધ કરાવવી તે છે.

કોઇ પણ વ્યક્તિ મફત કાનૂની સલાહ મેળવવા હકદાર: આ અંગે એડવોકેટ રત્ના વોરાએ જણાવ્યું કે, હાલમાં પણ સમાજમાં ઘણા બધા નબળા વર્ગોમાંથી ઝડપી ન્યાય મેળવી શકતા નથી. જેથી તેઓને મુશ્કેલી વધતી જોવા મળે છે. આથી તેઓ માટે ગુજરાત રાજ્ય કાનૂની સહાયની રચના કરવામાં આવ્યું છે. જેમાં સરળ અને મફત ન્યાય મળી શકાય છે. કોઈપણ વ્યક્તિ કાયદા મુજબ મફત કાનૂની સલાહ મેળવવા હકદાર છે. જે ભારતના બંધારણમાં જણાવેલું છે.

ભારતનો કોઇ પણ નાગરિક મેળવી શકે છે મફત કાનૂની સેવા (Etv Bharat gujarat)

નિયમ અને આવક મર્યાદાનું પાલન કરવાનું હોય છે: જો કોઈ આરોપીને વકીલ ન હોય કે વકીલને રોકી શકે તેટલી આર્થિક સ્થિતિમાં ન હોય તો તે વ્યક્તિને કોર્ટેજ સામેથી મફત કાનૂની સલાહ કેન્દ્રમાંથી તેને બચાવવા માટે વકીલ મેળવી શકે છે. તેની સાથે મફત કાનૂની સલાહ કેન્દ્રમાંથી મફત વકીલની સેવા મેળવવા માટે જરૂરી આર્થિક સ્થિતિ વિશેના નિયમો અને આવક મર્યાદા વગેરેનું પાલન કરવાનું હોય છે.

શાહીબાગમાં મફત કાનૂની સલાહકેન્દ્ર: રત્ના વોરાએ જણાવ્યું કે, અમદાવાદના શાહીબાગમાં મફત કાનૂની સલાહકેન્દ્ર છે. જ્યાં કોઈપણ વ્યક્તિ મફતમાં કાનૂની સલાહ અને વકીલ હાયર કરી શકે છે. ગુજરાત રાજ્ય કાનની સેવા સત્તા મંડળમાં રૂપિયા 1.00000 થી ઓછી આવક ધરાવતા અનુસૂચિત જાતિ, જનજાતિની વ્યક્તિ, મહિલાઓ, બાળકો, કામદાર માનસિક અસ્વસ્થ, માનવ વેપારના ભોગ બનેલા, કુદરતી આફતોનો ભોગ બનેલા, પોલીસ કસ્ટડીમાં હોય તેવા ટ્રાન્સજેન્ડરને મફત કાનૂની સલામ મળે છે.

આ સેવાનો રોજ 10 લોકો લાભ લે છે: ગુજરાત રાજ્ય કાનૂની સલાહ અને સેવા સત્તા મંડળ 28 જેટલી સેવા આપે છે. દેશનું એકમાત્ર કાનૂની સલાહ અને સેવા કેન્દ્ર શાહીબાગ વિસ્તારમાં આવેલું છે. જે 4 જુલાઈ 1990 ના રોજ શરૂ કરાયું હતું. કાનૂની સલાહ માટે ટોલ ફ્રી નંબર પણ છે આ 24 કલાક કાર્યરત હેલ્પલાઇન નો રોજ 10 થી પણ વધુ લોકો લાભ લે છે.

મહિલાઓની તરફેણમાં ઘણા હક્ક અધિકારો: ગુજરાતના તમામ જિલ્લા કોર્ટ, તાલુકા કોર્ટ, અને અન્ય કોઈ પણ કોર્ટ જે જગ્યાએ હોય ત્યાં પણ આ પ્રકારે મફત કાનૂની સલાહ અને સેવા આપવામાં આવે છે. તેમણે મહિલાઓના હક્ક અધિકાર વિશે કહ્યું કે, ભારતના બંધારણમાં મહિલાઓની તરફેણમાં ઘણા હક અધિકાર માટે મહત્વની જોગવાઈઓ કરવામાં આવી છે. ભારતના બંધારણે સ્ત્રીને કેટલાક અધિકારો પ્રખ્યાત છે.

  1. લિંગભેદ વિનાની સમાનતા(અનુ.14)
  2. તરફદારી નિષેધ(અનુ.15(1),16(1),16(2))
  3. સ્ત્રીનું શોષણ થતું અટકાવવાનું અધિકાર (અનુ.39(સી))

આના સિવાય બંધારણમાં જોગવાઈઓને અમલમાં મૂકવા માટે નીચેના પૂરક કાયદાઓને ઘડવામાં આવ્યા છે.

  1. ધ ડાવરી પ્રોહિબિશન એક્ટ 1961
  2. ધ ડાવરી પ્રોહીબિશન (મેન્ટેનન્સ ઓફ લિસ્ટ ઓફ પ્રેઝન્ટ ટુ ધી બ્રાઇડ એન્ડ બ્રાઈડ ગ્રૂમ) રુલ્સ 1985.

વગેરે સંવિધાનમાં જોગવાઇઓ આવેલી છે. તેમણે વધુ જણાવ્યું કે, મહિલાઓ પોતાના અધિકાર માટે લડી શકે છે અને તેમના ઉપર થતા શોષણ અને અત્યાચાર માટે આવાજ ઉઠાવી શકે છે અને ભરણપોષણનો હક પણ માંગી શકે છે.

આ પણ વાંચો:

  1. રાજકોટમાં આશાવર્કરના મોત મામલે મહિલા કર્મીઓમાં આક્રોશ, મનપા કચેરી સામે કર્યા ધરણા - Asha worker death cases
  2. સ્ટાફનર્સની ભરતીમાં સરકાર ફરી ગઈ ! 650 ને બદલે માત્ર 200 ને મળશે નિમણૂંક પત્ર, ઉમેદવારો રોષે ભરાયા - Deduction recruitment Staff Nurse

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.