ETV Bharat / state

સુગર મિલોના ભાવને લઇ માંગરોળના ખેડૂતોમાં રોષ, મામલતદારને અપાયું આવેદનપત્ર - sugar mill price

દક્ષિણ ગુજરાત સુગર મિલોના ભાવને લઇ માંગરોળના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. સુગર મિલો ફરી ભાવ મુદ્દે ફેર વિચારણા કરે એવી માંગ સાથે માંગરોળ મામલતદારને આવેદન પત્ર અપાયું છે.

સુગર મિલોના ભાવને લઇ માંગરોળના ખેડૂતોમાં રોષ

author img

By ETV Bharat Gujarati Team

Published : Apr 4, 2024, 6:47 PM IST

Updated : Apr 4, 2024, 7:23 PM IST

સુગર મિલોના ભાવને લઇ માંગરોળના ખેડૂતોમાં રોષ

સુરત: હાલમાં દક્ષિણ ગુજરાતની સુગર મિલો દ્વારા 1 એપ્રિલના રોજ શેરડીના ટન દીઠ ભાવ નક્કી કર્યા છે. જે ભાવ ખેડૂતોને પોષાય એમ નથી જેથી માંગરોળ તાલુકાના ખેડૂતોએ માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી સુગર મિલો ભાવ મુદે ફેર વિચારણા કરે એવી માંગ કરી છે. એક તરફ મોંઘવારી વધી છે અને બીજી તરફ સુગર મિલો પોષણક્ષમ ભાવ નથી આપતી જેને લઈને ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે.

50 થી 200 રૂ સુધી ભાવ વધારો: હાલમાં દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તેે ભાવ પોષણક્ષમ નહીં હોવાના આક્ષેપ સાથે ખેડૂત આગેવાનોએ માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપી વિરોધ નોંધાવ્યો હતો. હાલમાં વિવિધ સુગરો મિલો દ્વારા જે ભાવ આપવામાં આવ્યા છે તેના પર નજર કરવામાં આવે તો દક્ષિણ ગુજરાત સુગર મિલો દ્વારા હાલમાં બારડોલી 3524, મઢી 3225, ગણદેવી 3605, ચલથાણ 3206, સાયણ 3356, કામરેજ 3351, મહુવા 3233 અને પંડવાઈ 3101 રૂ. ટન દીઠ ભાવ નક્કી કર્યો હતો. જોકે માંગરોળ તાલુકાના ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે એક તરફ મોંઘવારી અને બીજી તરફ ખર્ચ અને જયારે ભાવની વાત આવે ત્યારે સામાન્ય ભાવ આવે હાલમાં 50 થી 200 રૂ ભાવ વધારો સુગર મિલોએ આપ્યો છે. જોકે માંગરોળના ખેડૂતોએ આ ભાવ સામે વાંધો ઉઠાવી ગંભીર આક્ષેપ કર્યા હતા કે સહકારી મંડળીમાં મેન્ડેટ પ્રથા ખેડૂતોને લેઈ ડુબશે. જે રીતે સહકારી માળખામાં રાજકારણ હાવી થયું છે ત્યારથી ખેડૂતોની હાલત દયનિય બનતી જાય છે.

સુગર મિલો ભાવને લઇ ફેર વિચારણા કરે: ખેડૂત આગેવાન કેતન ભટ્ટ એ જણાવ્યું હતું કે, માંગરોળ ખેડૂત સમાજના આગેવાનો તેમજ કોંગ્રેસના આગેવાનો પણ હાજર રહ્યા હતા. જોકે હાલમાં સુગર મિલો દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવ્યા છે તે ભાવ સામે ખેડૂતોએ નારાજગી નોંધાવી માંગરોળ મામલતદારને આવેદન પત્ર આપ્યુ છે. સુગર મિલો ભાવને લઇ ફેર વિચારણા કરે એવી માંગ માંગરોળ તાલુકાના ખેડૂતો કરી રહ્યા છે.

  1. રાજકોટના ઉપલેટામાં પણ પુરૂષોતમ રૂપાલાના વિરોધમાં સુત્રોચ્ચાર, મામલતદારને આપ્યું આવેદનપત્ર - Parshottam Rupala Controversy
  2. સુરતમાં સુસાઇડ નોટ લખી બેંક મેનેજરનો આપઘાત, સુસાઇડ નોટના આધારે તપાસ શરૂ - bank manager suicide

Last Updated : Apr 4, 2024, 7:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.