ETV Bharat / state

ઉનાઈ ગામ પંચાયત ખાતે અનંત પટેલે મતદાન કર્યું, સાથે રાખ્યું બંધારણનું પુસ્તક - Lok Sabha Election 2024 - LOK SABHA ELECTION 2024

લોકસભા ચૂંટણી 2024ના ત્રીજા તબક્કામાં આજે 7 મે એ ગુજરાતમાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. જેમાં વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર અનંત પટેલે ઉનાઈ ગામ પંચાયત ખાતે સંપન્ન કર્યું હતું આ સમયે તેમણે બંધારણનું પુસ્તક સાથે રાખી લોકોને મત આપવા અપીલ કરી હતી.

ઉનાઈ ગામ પંચાયત ખાતે અનંત પટેલે મતદાન કર્યું, સાથે રાખ્યું બંધારણનું પુસ્તક
ઉનાઈ ગામ પંચાયત ખાતે અનંત પટેલે મતદાન કર્યું, સાથે રાખ્યું બંધારણનું પુસ્તક (ETV Bharat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 7, 2024, 10:14 AM IST

વલસાડ : વલસાડ લોકસભાના કોંગ્રેસના ઉમેદવાર અનંત પટેલે મતદાનના અધિકારનો ઉપયોગ કર્યો હતો. અનંત પટેલે ઉનાઈ ગ્રામ પંચાયતના મતદાન મથક પર ઉનાઈમાં ઉષ્ણ અંબા માતાજીના આશીર્વાદ સાથે પોતાનો મત આપ્યો હતો. મતદાન કરતાં સમયે અનંત પટેલે પોતાની સાથે ભારતીય બંધારણનું પુસ્તક રાખ્યું હતું. અનંત પટેલે ઉનાઈ ગ્રામ પંચાયતના મતદાન મથકે જઇને મતદાન કર્યું હતું.

મત આપવા અપીલ (ETV Bharat)

મા અંબાના દર્શન કરી મતદાન મથકે પહોંચ્યા : અનંત પટેલ જણાવ્યું હતું કે, દેશના બંધારણમાં 405 થાય તો અત્યાર સુધી હું લોકો માટે લડ્યો છું. હવે હું લોકોને અપીલ કરું છું કે, લડો અને મને મત આપો. અનંત પટેલે લોકતંત્ર અને સંવિધાન બચાવવા માટે મતદાન કરવા કરી અપીલ હતી. લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનો મતદાન આજે સવારે સાત વાગ્યાથી શરૂ થયું છે જેમાં વલસાડ લોકસભા બેઠકના કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલ વહેલી સવારે મા અંબાના દર્શન કરી મતદાન મથકે પહોંચ્યા હતાં.

સંવિધાનનું પુસ્તક સાથે રાખી મતદાન : ઉનાઈ ગ્રામ પંચાયતના બુથ નંબર 2માં અનંત પટેલે સંવિધાનનું પુસ્તક સાથે રાખી મતદાન કર્યું હતું. સાથે જ તેમણે જણાવ્યું કે, આજે જેમના માટે તેઓ સતત રહ્યા છે તેઓ એમના માટે મતદાન કરી એમને વિજય બનાવશે. સાથે જ તેમણે આક્ષેપ પણ લગાવ્યો કે, કેટલાક લોકો સંવિધાન બદલવા માટે 401 કરવાની વાતો કરી રહ્યા છે. ત્યારે અમે સંવિધાન બચાવવા લોકતંત્ર બચાવવા અનામત બચાવવા માટે મતદાન કર્યું છે અને અમારા માટે લોકો પણ મોટી સંખ્યામાં મતદાન કરશે.

ઊંચા મતદાનની આશા : વલસાડ લોકસભામાં 70 થી 80 ટકા મતદાન થાય એવો આશાવાદ પણ મતદાન કર્યાં બાદ અનંત પટેલે વ્યક્ત કર્યો હતો. સાથે જ તેઓ બે લાખથી વધુની લીડથી જીતશે એવો પણ દાવો કર્યો છે.

  1. વલસાડ લોકસભા બેઠકના ઉમેદવાર ધવલ પટેલ મારા નાનાભાઈ છે- સ્મૃતિ ઈરાની, જનતા પાસે માંગ્યા આશીર્વાદ - Loksabha Election 2024
  2. Valsad Lok Sabha Seat: વલસાડ બેઠક પર યુવા આદિવાસી નેતાઓ મેદાને, કોંગ્રેસના અનંત પટેલ અને ભાજપના ધવલ પટેલ વચ્ચે ટક્કર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.