ETV Bharat / state

ઓલપાડના ઇશનપોર ગામે ઝાડ નીચે સુતેલા અજાણ્યા વ્યક્તિનું લૂ લાગવાથી થયું મોત - One person died of heatstroke

ઓલપાડ તાલુકામાં ગરમીનું પ્રમાણ વધતા શ્રમજીવીઓ માંટે મજુરી કામ કરવું ખૂબ મુશ્કેલ બન્યું છે, ત્યારે ઓલપાડ તાલુકાનાં ઈશનપોર ગામે બપોરનાં સમયે ગરમીથી રાહત મેળવવા ઝાડ નીચે સુતેલા અજાણ્યા પુરૂષનું ગરમીને લીધે મોત થવાની ઘટનાં બની જવા પામી હતી.One person died of heatstroke

ઝાડ નીચે સુતેલા અજાણ્યા વ્યક્તિનું લૂ લાગવાથી થયું મોત
ઝાડ નીચે સુતેલા અજાણ્યા વ્યક્તિનું લૂ લાગવાથી થયું મોત (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 20, 2024, 8:04 PM IST

સુરત: છેલ્લા એક અઠવાડીયાથી ગરમીએ જોર પકડતા ઓલપાડ તાલુકામાં બપોરનાં સમયે ગરમીનો પારો 40 ડીગ્રીથી ઉપર તાપમાન નોંધાયું છે. પાછલા વર્ષોનો રેકોર્ડ તોડતી ગરમીથી લોકો તોબા પોકારી ઉઠ્યા છે ત્યારે બીજી બાજુ ખેડૂતો, ખેતમજુરો અને શ્રમજીવીઓને 11 વાગ્યા બાદ કામ કરવું મુશ્કેલ પડ્યું છે.

તબીબે મૃત જાહેર કર્યો: ઓલપાડ તાલુકાનાં ઇશનપોર ગામે મજુરી કામ કરતો એક અજાણ્યો 30 થી 35 વર્ષની ઉંમરનો અજાણ્યો શ્રમજીવી પુરુષ જે બપોરનાં સમયે ગરમીથી રાહત મેળવવા ઈશનપોર ગામે પ્રશાંતભાઇ ત્રિકમભાઇ વાઘાણીના ખેતરમાં ઝાડ નીચે સુતો હતો અને તેને ઉઠાડવા જતા તે ઉઠ્યો ન હતો. તેને બેભાન હાલતમા 108 એમ્બ્યુલન્સમા ઓલપાડ સરકારી દવાખાને સારવારમાં લાવતા ફરજ ઉપરના તબીબે મૃત જાહેર કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અકસ્માત મોતનો ગુનો દાખલ: ઓલપાડ પોલીસ મથકના મહિલા કર્મચારી એસ. એન. ચૌધરીએ જણાવ્યું હતું કે, મૃતકનું નામ હજુ સુધી જાણવા મળ્યું નથી,તેઓના વાલી વારસા સુધી પહોંચવા તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ ઓલપાડ પોલીસ દ્વારા આ બાબતે અકસ્માત મોતનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

  1. સંજય સિંહે ભાજપ પર લગાવ્યો ગંભીર આરોપ કહ્યું, કેજરીવાલને કંઇ થશે તો PM મોદી જવાબદાર - Sanjay Singh Allegations Against PM
  2. કવર્ધામાં ભયાનક માર્ગ અકસ્માત, 17 બૈગા આદિવાસીઓના મોત - Horrific Road Accident In Kawardha

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.