નવસારી: દેશ અને દુનિયામાં ગ્લોબલ વોર્મિંગ એ યક્ષ પ્રશ્ન બની ગયો છે, જેમાં માનવસર્જિત જળ પ્રદૂષણ દિવસેને દિવસે માથાનો દુખાવો બની રહ્યું છે, ત્યારે ગણેશ ચતુર્થી દરમિયાન નીકળતો પૂજાપાનો સામાન ભેગો કરી ઓર્ગેનિક ખાતર બનાવવાનું તેમજ પ્રદૂષણને રોકવાનો નવસારી શહેરના યુવાનોએ પૂર્ણ પુનરોસ્થાન પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત તેઓએ પ્લાસ્ટિક અને લીલો કચરો ભેગો કરવાની શરૂઆત કરી છે.
પુર્ણા નદી પુનરુત્થાન પ્રોજેક્ટ: ગણેશોત્સવ અને પર્યાવરણની બુમરાણ દિવસે દિવસે વધારો થતાં નદીઓના પ્રદુષણનો મુદ્દો પણ ખુબ ગાજી રહ્યો છે, ત્યારે ગણપિત બાપ્પાના વિસર્જન વખતે ગંદકી ન થાય એના માટે રોટરી ક્લબ સાથે અન્ય સંસ્થાઓએ નવસારી દ્વારા પુર્ણા નદી પુનરુત્થાન પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં ગણેશ મહોત્સવ દરમ્યાન ભેગા થયેલ ફૂલ-પૂજાપોને એકત્ર કરીને તેનું કુદરતી ખાતર બનાવીને જરૂરિયાતમંદ ખેડૂતોને ખાતર બનાવીને વિનામૂલ્યે વિતરણ કરવામાં આવે છે.
ખાતર બનાવવાનો પ્રોજેક્ટ: નવસારીમાં ગણેશ મહોત્સવ દરમ્યાન પૂજા બાદ ફૂલ અને પૂજાપો ગણેશ વિસર્જન દરમ્યાન જે તે નદી પાસે જ વિસર્જન કરી દેવાતું હતું. જેના કારણે પ્રદુષણ પણ થતું હતું. પરિણામે વાતાવરણ પ્રદુષિત ન થાય અને ફૂલ-પૂજાપાનું કોઈક કુદરતી નિવારણ નીકળે તે પ્રકારનો રોટરી સંસ્થાને વિચાર આવ્યો. પરિણામે તેઓ 8 વર્ષથી ગણેશ મંડળ, નવસારી નગરપાલિકા અને કૃષિ વિજ્ઞાન કેન્દ્ર તેમજ રોબિન હુડ તથા અન્ય સંસ્થાના સયુક્ત સહકારથી પૂજાપા અને ફૂલને નકામાં ફેકી દેવા કરતા તેનું ખાતર બનાવવાનો પ્રોજેક્ટને અમલમાં મુક્યો છે.
પૂજાપા એકત્ર કરી સેન્દ્રિય ખાતર બનાવવાનું અભિયાન: ગણેશ વિસર્જનથી પર્યાવરણનું સર્જન કરવાના પ્રોજેક્ટને લોકોએ ખૂબ વખાણ્યો છે. નવસારી પાલિકા, રોટરી ક્લબ, રોબિન હૂડ આર્મી સાથે અન્ય સંસ્થા તેમજ કૃષિ વિજ્ઞાન કેન્દ્રના સૌજન્યથી પૂજાપા એકત્ર કરી સેન્દ્રિય ખાતર બનાવવા માટેનું અભિયાન ઉપાડ્યું છે. સડી શકે તેવા બેક્ટેરીયલ તત્વો ઉમેરીને ખાતર બનાવાય છે. ગણપતિની પૂજામાં વાપરતા દ્રવ્યો, સડી શકે તેવા પૂજાપો અને પ્લાસ્ટિક કે ધાતુ વપરાશ અલગ કરાય છે. પ્લાસ્ટિકની કે ધાતુનું વસ્તુ દરિયા કે જમીનમાં જાય તો જળચરને નુકશાન થઈ શકે જેથી અલગ અલગ વસ્તુઓ તારવવામાં આવે છે.
40 ટનથી વધુ ફૂલહાર સાથે અન્ય વસ્તુઓ એકત્રિક કરી: ગણેશ વિસર્જન દરમ્યાન પૂજાપાને એકત્ર કરીને ટેમ્પા દ્વારા આવેલ કૃષિ યુનિવસીટીના કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે લઈ જવામાં આવે છે ત્યાં પુજાપાનું વર્ગીકરણ કરીને તેમાં અન્ય બેક્ટેરિયા ઉમેરીને ખાતર બનાવાની કાર્યવાહી કરવામાં આવે છે. જેમાં વર્ષ દરમ્યાન 40 ટનથી વધુ ફૂલહાર સાથે અન્ય વસ્તુઓ એકત્રિક કરવામાં આવી હતી. આ ફૂલહારમાંથી બનેલું ખાતર ખેડૂતોને દર વર્ષે વિના મૂલ્યે આપવામાં આવે છે.
ફ્રીમાં ખાતર ખેડૂતોને આપે છે જે ખૂબ સરાહનીય બાબત છે: ગણપતિ વિસર્જન કરવા આવનાર ભક્ત નિશા રાજાણી જણાવે છે કે, 'અમે જ્યારે ગણપતિ વિસર્જન માટે આવ્યા ત્યારે બાપ્પા પર પહેરાવેલો પૂજાપો અમે નદીમાં નાખવા જતા હતા, પરંતુ અહીંના જે સ્વયંસેવકો છે તેઓએ અમને અટકાવ્યા અને જે કંઈ પણ પૂજાપો અમારી પાસે હતો તે તેઓએ કલેક્ટ કરી લીધો હતો. જે જોઈને અમે વિચાર્યું કે આવું કેમ કર્યું, પરંતુ ત્યારબાદ ખબર પડી કે તેઓ નદી પ્રદૂષણ મુક્ત રહે તે માટે આ કાર્ય કરે છે અને આ તમામ વિસર્જન દરમિયાન આવતો પૂજાપો એકત્રિત કરી તેનું ખાતર બનાવે છે અને તે ફ્રીમાં ખાતર ખેડૂતોને આપે છે જે ખૂબ સરાહનીય બાબત છે.'
આ પણ વાંચો: