ETV Bharat / state

"બનારસમાં જો કોંગ્રેસે વધુ કમર કસી હોત તો નરેન્દ્ર મોદી પણ હારી જાત": મુકુલ વાસનિક - Congress Committee meeting - CONGRESS COMMITTEE MEETING

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિની આજે વિસ્તૃત કારોબારી મીટીંગ યોજાઇ હતી.જેમાં કોંગ્રેસ પક્ષના ગુજરાત રાજ્ય પ્રભારી મુકુલ વાસનિક પણ ઉપસ્થિત રહ્યા હતા.આ વિસ્તૃત કારોબારી બેઠકમાં વિવિધ 8 જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા હતા. જાણો બીજી કઈ કઈ બાબતો પર આ બેઠકમાં ચર્ચા થઈ... Executive meeting of the Congress Committee

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિની આજે વિસ્તૃત કારોબારી મીટીંગ યોજાઇ
કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિની આજે વિસ્તૃત કારોબારી મીટીંગ યોજાઇ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 11, 2024, 4:23 PM IST

કચ્છ: જીલ્લા કોંગ્રેસ સમિતીની વિસ્તૃત કારોબારી બેઠક યોજવામાં આવી હતી. આ બેઠક ગુજરાત રાજયના પ્રભારી મુકુલ વાસનીક, સહપ્રભારી બી.એમ.સંદિપ તથા કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતીના પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજા તેમજ કચ્છ જીલ્લાના પ્રભારી નુશરત પંજાની અધ્યક્ષતામાં યોજવવામાં આવી હતી. જેમા કચ્છને લગતા વિવિધ પ્રશ્નોના મુદે અગામી લડત કાર્યકમો માટે ઠરાવો પસાર કરવામાં આવ્યા હતા.કોંગ્રેસ પક્ષની વિસ્તૃત કારોબારી બેઠકમાં કચ્છ જીલ્લા કોંગ્રેસના હોદ્દેદારો તેમજ કોંગ્રેસના કાર્યકર્તાઓ જોડાયા હતા.

કચ્છ જીલ્લા કોંગ્રેસ સમિતિની આજે વિસ્તૃત કારોબારી મીટીંગ યોજાઇ (Etv Bharat Gujarat)

વિવિધ 8 જેટલા ઠરાવ પસાર કરવામાં આવ્યા: ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ દ્વારા લોકસભા 2024 ની સામાન્ય ચુંટણીમાં શાનદાર દેખાવ થતા રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે તથા રાહુલ ગાંધીનું લોકસભા વિપક્ષી નેતા તરીકે પસંદગી કરવા બદલ કોંગ્રેસની રાષ્ટ્રીય નેતાગીરીનું આભાર વ્યકત કરતો ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત કચ્છ જીલ્લાના બંદરીય માંડવી શહેરમાં ફેલાયેલ કોલેરાના રોગના કારણે આરોગ્ય સાથે ગંભીર બેદરકારી છતી થઈ છે. ભવિષ્યમાં આવી મહામારીઓ જીવલેણ ન બને અને જવાબદાર તંત્ર સામે પગલા લેવા તથા રાજયના આરોગ્યમંત્રી અને માંડવીના ધારાસભ્ય નૈતિકતા ધોરાણે રાજીનામુ આપે તેવો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. અને આ આરોગ્ય ક્ષેત્રની બેદરકારી અંગે માંડવી તાલુકા અને શહેર કોંગ્રેસના પ્રમુખોને લડત કાર્યક્રમોની અમલવારી માટે અધીકૃત કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો હતો.

પ્રીમોનસુનની કામગીરી અંગે ઠરાવ: કચ્છ જીલ્લામાં હાલમાં થયેલ સામાન્ય વરસાદમાં તમામ નગરપાલિકા વિસ્તારમાં પ્રીમોનસુનની કામગીરીની પોલ પાધરી થઈ ગઈ છે, જેમા કરોડો રૂપિયાનો ખર્ચ કરવા છતા વરસાદી પાણીનો યોગ્ય નિકાલ થયેલ નથી જે શાસકોની અણઆવડત કારણે શહેરીજનોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. પીવાના પાણી સાથે ગટરના પાણી ભળતા ભયંકર રોગચાળો ફેલાય એવી દહેશત આજની જીલ્લા કોંગ્રેસની કારોબારીએ વ્યકત કરી હતી અને આ મુદાને ગંભીર સમજી આગળની કાર્યવાહી અને અમલવારી માટે તમામ શહેર પ્રમુખો વિપક્ષી નેતા સહિતના નગરસેવકોને અમલવારી માટે અધિકૃત કરતો ઠરાવ સર્વાનુમતે પસાર કરાવામાં આવ્યો હતો.

મીઠાની ઓવરલોડ ટ્રકો અંગે ઠરાવ: કચ્છ જીલ્લામાં મીઠું પકવતા પરંપરાગત 10 એકર જમીન માંગણી અને મળેલી જમીનની લીઝ રીન્યુ કરવાની બાબતે ઘણા વર્ષોથી માંગણી સંતોષાતી નથી. ઉદ્યોગપતિઓને નજીવા દરે હજારો એકર જમીન મંજુર થાય છે જે ગરીબ અગરીયાઓ માટે અન્યાય કર્તા બાબત છે ઉપરાંત અભ્યારણ તેમજ સરકારી, ગૌચરની જમીનોમાં પણ ગેરકાયદેશર દબાણો થયેલ છે. જે બાબત કચ્છ જીલ્લાની ભાવી પેઢી અને પશુપાલકો માટે નુકશાન કર્તા હોઈ ઉપરાંત કચ્છના રણમાંથી આવતી મીઠાની ઓવરલોડ ટ્રકોથી વારંવાર જીવલેણ અકસ્માતો સર્જાય છે. જે બાબતોને કચ્છ જીલ્લા કોંગ્રેસ ગંભીર સમજી જીલ્લા કક્ષાની સમિતી બનાવી લડત ચલાવવા માટે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

મોંઘવારી અંગે ઠરાવ: કેન્દ્ર તથા રાજયની ભાજપ સરકારોની અણઆવડતના કારણે મોંઘવારીએ તેમજ જીવન જરૂરી ચીજવસ્તુઓના ભાવ આસમાને પહોંચતા ગૃહીણીઓ તથા મધ્યમવર્ગનું બજેટ ખોરવાતા પારાવર મુશ્કેલીઓ ઉભી થઈ છે. આ બાબત ખુબ જ ગંભીર હોઈ બેઠકમાં આ મુદે નકકર આયોજન બાદ લડત ચલાવવા માટે કચ્છ જીલ્લા મહિલા કોંગ્રેસને અમલવારી કરવા ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

ડ્રગ્સની હેરાફેરી તથા ડીમોલેશન અંગે ઠરાવ: કચ્છ જીલ્લામાં દરીયા કાંઠાઓ તથા ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર ડ્રગ્સ પકડાય છે. અગાઉ મુન્દ્રા અદાણી પોર્ટ પર કરોડોનું ડ્રગ્સ પકડાયેલ છે. જે બાબત કચ્છના યુવાધનને બરબાદ કરનાર છે. ઉપરાંત ડ્રગ્સની હેરાફેરી નાથવામાં કેન્દ્ર તથા રાજય સરકાર સદંતર નીષ્ફળ નીવડી છે અને ડ્રગ્સ માફીયાઓને ઉતેજન આપી રહી છે.ઉપરાંત કચ્છ જીલ્લામાં વહીવટી તંત્ર અવારનવાર કોઈપણ જાતની નોટીસો આપ્યા વિના ડીમોલેશન કરી પ્રજાની મીલકતોને નુકશાન પહોંચાડી ચોકકસ સમુદાય તથા ગરીબોને શ્રમજીવીઓને બેઘર કરવામાં આવી રહયા છે જે બાબત પણ ખુબ જ નીંદનીય છે.આમ ડ્રગ્સની હેરાફેરી તથા ડીમોલેશન આ બન્ને મુદાઓને આજની કારોબારી સભા ગંભીરતાથી લઈ કચ્છ જીલ્લા કોંગ્રેસના આગેવાનોની લડત સમિતી બનાવી લડત ચલાવવાનો સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યું હતું.

ભ્રષ્ટાચાર અંગે ઠરાવ: સરહદ ડેરી તથા રોડ રસ્તાના કામોમાં વ્યાપક ભ્રષ્ટાચાર થઈ રહ્યા છે.સરહદ ડેરીના વહીવટમાં મોટાપાયે ભ્રષ્ટાચાર અને ફરીયાદો છતા કોઈ તપાસ કરાતી નથી ઉપરાંત સામાન્ય વરસાદમાં રોડ તુટી જાય છે જે બાબતને આજની કારોબારી ગંભીરતાથી લે છે ઉપરાંત ગૌચરની જમીનપર ભૂમાફિઓ દ્રારા બેફામ દબાણો કરાયેલ છે જેથી ગૌચરની ઘટ સર્જાઈ છે. ઉપરાંત સરકાર દ્રારા શિક્ષણનું વ્યાપારીકરણ કરાતા મધ્યમ વર્ગના વાલીઓ તથા ગરીબ શ્રમજીવીઅઓ પોતાના બાળકને ભણાવી શકતા નથી આ તમામ બાબતોમાં લડત ચલાવવા સર્વાનુમતે ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો.

પીવાના પાણી બાબતે ઠરાવ: હાલમાં કચ્છ જીલ્લાના ગામોમાં પીવાના પાણીની તંગી દીનબદીન વિકટ થઈ રહી છે. ઉદ્યોગો દ્રારા બેફામ પાણીની ચોરી થઈ રહી છે. પરિણામે પીવાનું પાણી ઉપલબ્ધ થતું નથી અને કોંગ્રેસપક્ષની સરકારે નર્મદા યોજનાનો પાયો નાખ્યો છતા આજદીન સુધી ભાજપની સરકારોની અણઆવડતના પરિણામે સરહદી કચ્છ જીલ્લાને પીવાનુ કે સિંચાઈનુ પાણી પુરતા પ્રમાણમાં મળતુ નથી જેથી આજની જીલ્લા કોંગ્રેસની કારોબારી સમિતી આ બાબતને ગંભીર ઘણી અગામી સમયમાં લડત ચલાવવા સર્વાનુમતે ઠરાવ કરવામા આવ્યો હતો.

બનારસમાં કોંગ્રેસે કમર કસી ગીત મોદી પણ હારી જાત: મુકુલ વાસનિકે જણાવ્યું હતું કે,લોકસભા ચૂંટણી પૂર્ણ થયા બાદ પરિણામને જોઇને ભારતીય જનતા પાર્ટીને ઝટકો લાગ્યો હતો.ભારતીય જનતા પાર્ટી પોતાના નાપાક ઈરાદાઓને લઈને દેશના સંવિધાનને બદલવા માટે નીકળી હતી.ભાજપે 400થી વધુ બેઠકો મળવાનો લક્ષ્ય રાખ્યો હતો. નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી માટે પોતાનો પ્રચાર પ્રસાર શરૂ કર્યો હતો પરંતુ કંઈ રીતે તેમને બેઠકો મળી છે તે પૂરી દુનિયા જાણે છે.બનારસમાં જો કોંગ્રેસે વધુ કમર કસી હોત તો નરેન્દ્ર મોદી પણ હારી જાત. ચૂંટણીના પરિણામ પૂરા દેશની સામે છે.

કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે બેઠકો: લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ, નવા પરિણામો આવ્યા, નવી સરકાર બની પાછલા દસ વર્ષ મોદી સરકાર હતી હવે NDA સરકાર બની છે.હવે ફરી પરિણામ બદલવા અને ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા માટે વિસ્તૃત કારોબારી સમિતીની બેઠકો કરવામાં આવી રહી છે.ગઈકાલે બનાસકાંઠામાં બેઠક હતી આજે કચ્છમાં છે અને સાંજે મોરબીમાં બેઠક કરવામાં આવશે.તમામ જીલ્લાઓમાં આવી બેઠકો કરવામાં આવશે. કોંગ્રેસના તમામ હોદ્દેદારો અને નાના મોટા કાર્યકર્તાઓ ભેગા મળીને કોંગ્રેસના સંગઠનને મજબૂત બનાવવા માટે કામ કરી રહ્યા છે.

દુર્ઘટનાઓ અંગે સહાનુભૂતિ: ભારતીય જનતા પાર્ટીનું લક્ષ્ય માત્રને માત્ર ગમે તેમ કરીને સતા મેળવવાનો રહ્યો છે.ગુજરાત મોડલની વાતો નરેન્દ્ર મોદી વર્ષ 2014થી ઠેર ઠેર કરી રહ્યા છે.પરંતુ દુર્ભાગ્ય એ છે કે ગુજરાત એક પ્રગતિશીલ વિચારસરણી ધરાવતા લોકોનો પ્રદેશ છે. અહીં અનેક ઘટનાઓ ઘટી છે પરંતુ લોકોને ન્યાય આજ સુધી નથી મળ્યું.ઉના ની ઘટના હોય, સુરતના તક્ષશિલા ની ઘટ હોય, વડોદરાની ઘટના હોય, રાજકોટની ઘટના હોય લે અમદાવાદની ઘટના હોય પરંતુ આજ દિવસ સુધી તેમને ન્યાય નથી મળ્યો. ત્યારે જે રીતે તમામ અસરગ્રસ્તોને રાહુલ ગાંધી મળ્યા છે અને મોહબતનો પૈગામ આપ્યો છે.

આવનારા સમયમાં ગુજરાતમાં ભાજપને ધ્વસ્ત કરવામાં આવશે: લોકસભામાં રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદીની આંખોમાં આંખ નાંખીને તેમને લલકાર્યો છે અને જણાવી દીધું છે કે આવનારા સમયમાં ગુજરાતમાં ભાજપને ધ્વસ્ત કરવામાં આવશે.કચ્છ એ ભાજપનો ગઢ રહ્યો છે અને ખાસ કરીને કચ્છ કોંગ્રેસમુક્ત છે તમામ શાસન ભાજપ પાસે છે ત્યારે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓમાં શું સ્ટ્રેટેજી રહેશે તે અંગે વાતચીત કરતા જણાવ્યું હતું કે તમામ પ્રકારની ચુંટણી માટે કોંગ્રેસ તૈયારી કરી રહ્યું છે અને આવી જ રીતે વિસ્તૃત કારોબારી બેઠકો કરી રહ્યું છે જેમાં આ બાબતોને ધ્યાનમાં લઈને જ ચર્ચા વિચારણા કરવામાં આવશે.

  1. રાજકોટ TRP ગેમ ઝોનમાં શરતભંગ મામલે કલેકટરનું કડક વલણ, રૂપિયા 26 લાખથી વધુનો દંડ ફટકાર્યો... - Rajkot TRP game zone
  2. જયેશ રાદડિયાની વાત નીકળતા નરેશ પટેલે કહ્યું "ઘરની વાત ઘરમાં રહેવી જોઈએ" - Naresh Patel birthday

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.