અમરેલી: એમ તો સૌરાષ્ટ્રના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો પરંપરાગત ખેતી કરી રહ્યા છે અને લાખો રૂપિયાની કમાણી કરી રહ્યા છે. તો સાથે જ હવે જિલ્લાના ખેડૂતો પ્રગતિશીલ ખેડૂતો બની રહ્યા છે. પ્રગતિશીલ ખેડૂતો પાકમાં વેલ્યુ એડિશન કરી સારી એવી આવક મેળવી રહ્યા છે આમ, અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ઘનશ્યામ નગર ગામે રહેતા ખેડૂતે પાંચ વીઘામાં કડવા કોઠીંબાનું વાવેતર દ્વારા વેલ્યુ એડિશન કરી 1 લાખની કમાણી કરી રહ્યા છે.
કોણ છે આ પ્રગતિશીલ ખેડૂત? 55 વર્ષના ગણપતભાઈ મૂળજીભાઈ સુહાગિયાએ એમ તો 5 ધોરણ સુધીનો અભ્યાસ કર્યો છે. પરંતુ ખેતીની બાબતમાં તેઓ ભલભલાને પાછળ છોડી દે છે. ગણપતભાઈ 2017થી તેમની પાંચ વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. તેઓ તેમની જમીનમાં બાબરકોટનો બાજરો, પ્રાકૃતિક ઘઉ, જુવાર તેમજ મગફળીનું વાવેતર કરે છે તો સાથે જ છેલ્લા બે વર્ષથી કોઠીંબાનું વાવેતર પણ કરી રહ્યા છે.
30 થી 35 દિવસે કોઠીંબાનો ઉતારો શરૂ કર્યો: તમને જણાવી દઈએ કે, શ્રાવણ મહિનાની શરૂઆતના સમયે કોઠીંબાનું વાવેતર કરવામાં આવે છે. ગણપતભાઈ દ્વારા પાંચ વીઘામાં ચાલુ વર્ષે કોઠીંબાનું વાવેતર કરવામાં આવ્યું હતું. ત્યારબાદમાં કોઠીંબાની સારી રીતે માવજત કરી હતી. એક મહિના સુધી તેઓએ કોઠીને સારી રીતે દવા, ખાતર અને પિયત આપી હતીઅને ત્યારબાદ એક મહિનાના સમય બાદ 30 થી 35 દિવસે કોઠીંબાનો ઉતારો શરૂ કર્યો હતો. આમ ગણપતભાઈએ કોઠીંબાનું ઉત્પાદન શરૂ શરૂ કર્યું હતું.
ગણપતભાઈ દ્વારા પાંચ વીઘાના કોઠીંબામાં રોજનો એક બળદ ગાડો જેટલો ઉતારો આવે છે. એને બળદગાડા દ્વારા ખેંચી વાડીએથી ઘર સુધી લાવવામાં આવે છે. ઘરે લાવ્યા બાદ કોઠીંબાને અલગ અલગ બે પાણી દ્વારા ધોવામાં આવે છે, સફાઈ કરવામાં આવે છે. સફાઈ કર્યા બાદ કોઠીંબાના બે ભાગ કરવામાં આવે છે અને સિંધવ મીઠું કોઠીંબામાં નાખ્યા બાદ સૂર્યપ્રકાશમાં અગાસીની ઉપર તેમજ ઘરમાં રહેલ ઓછરીમાં સુકાવવામાં આવે છે.
100% ઓર્ગેનિક કોઠીંબા: ગણપતભાઈએ આ સમગ્ર પ્રક્રિયા અને ખેતી વિશે આ વધુમાં જણાવ્યું કે, કોઠીંબાને કાપણી કર્યા બાદ સુકવણી સમયે ગ્રેડેશન કરવામાં આવે છે. ગ્રેડેશન કર્યા બાદ સૂર્યપ્રકાશમાં સુકવણી કરવામાં આવે છે જેમાં કોઈ પણ પ્રકારના તત્વો ઓછા થતા નથી અને મીઠાશ સારી રહે છે. કોઈપણ પ્રકારની મશીનરી કે ઓવનનો ઉપયોગ કરવામાં આવતો નથી. 100% ઓર્ગેનિક હોવાને કારણે સૂર્યપ્રકાશમાં સુકવણી કરવામાં આવે છે. અને બાદમાં સુકાઈ ગયેલી કાચલીને એકત્ર કરવામાં આવે છે. ત્યારબાદ પ્લાસ્ટિકની કોથળીમાં એક કિલો, પાંચ કિલો, અને 500 ગ્રામનું પેકિંગ કરવામાં આવે છે. આનું વેચાણ ખુલા માર્કેટ તેમજ ઓર્ડર ઉપર અમદાવાદ, સુરત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને પંજાબ સહિતના રાજ્યોમાં કરવામાં આવે છે.
80,000 રૂપિયા સુધીનું ઉત્પાદન નફાકારક: ગણપતભાઈએ વધુમાં જણાવ્યું હતું કે, પાંચ વીઘામાંથી એક લાખ સુધીનું કાચરીનું ઉત્પાદન મળે છે. 800 રૂપિયાનો એક કિલોના ભાવે વેચાણ કરવામાં આવે છે. જેથી 100% પ્રાકૃતિક ખેતી હોવાથી 10 થી 12 હજાર રૂપિયાનો ખર્ચ થાય છે. જ્યારે 80,000 રૂપિયા સુધીનું ઉત્પાદન નફાકારક મળે છે.
આ પણ વાંચો: