અમરેલી: જિલ્લાના સાવરકુંડલા તાલુકાના શેલાણા ગામે આવેલા એક તળાવમાં યુવક નાહવા માટે ગયો હતો. આ દરમિયાન નાહતા નાહતા પાણીમાં ગૂંગળામણ થવાને કારણે યુવકનું મોત થયું હતું. યુવક પાણીમાં ડૂબી જતાં આસપાસ હાહાકાર મચી ગયો હતો. ખાસ છે કે, ગઈકાલે જ કચ્છના રાપરમાં પણ તળાવમાં ડૂબી જવાના કારણે 4 લોકોના મોત થયા હતા.
ઘટના એમ હતી કે, થવી ગામના 15 થી 17 વર્ષનો યુવક મિત્રો સાથે નાહવા માટે તળાવમાં ગયો હતો. પરંતુ પાણીમાં અચાનક ગૂંગળામણ થવાના કારણે તે ડૂબાવ લાગ્યો હતો. યુવક અચાનક ડૂબી જતા બૂમાબૂમ થઈ હતી જેથી આજુબાજુમાં પસાર થતા વ્યક્તિઓ દોડીને તળાવ પાસે આવ્યા હતા.
યુવક તળાવમાં અચાનક ડૂબી ગયો હોવાથી તેની તળવામાં ગુમ થયાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઉપરાંત સ્થાનિક તારવ્યાઓને પણ બોલાવવામાં આવ્યા હતા. ઘટનાની જાણ થતાં ફાયર વિભાગ અને સ્થાનિક તરવૈયાઓ સ્થળ પર પહોંચ્યા અને હાલ યુવકના મૃતદેહની શોધ ખોળ હાથ ધરવામાં આવી છે.
શેલાણા તેમજ ઠવી ગામમાં બાળક ડૂબી જવાની ઘટનાની જાણ થતા ગ્રામજનો, સરપંચ સહિતના આગેવાનો ઘટના સ્થળ પર દોડી ગયા હતા. હાલ પોલીસ કાફલો તેમજ મામલતદાર સહિતના ઉચ્ચ અધિકારી ઘટના સ્થળ પર હજાર છે અને વધુ તપાસ અને કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
આ પણ વાંચો: