ETV Bharat / state

દેશની આન, બાન અને શાન સમા તિરંગો મક્કા મદીનાની સર જમી પર લહેરાશે.... - AMRELI NEWS

દેશની આન, બાન અને શાન સમો તિરંગો મક્કા મદીના ખાતે લહેરાવાની દૃઢ મનોબળ સાથે નિકળેલા ફકીર 8000 કિલોમીટરની પદયાત્રાએ નીકળ્યા છે. જુઓ આ સ્પેશ્યલ રિપોર્ટમાં.......

કોડીનારથી મક્કા મદીના સુધીની પદયાત્રા
કોડીનારથી મક્કા મદીના સુધીની પદયાત્રા (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 8, 2024, 12:17 PM IST

અમરેલી: "કદમ જેમના અસ્થિર હોય તેમને રસ્તો જડતો નથી, ને અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી...." આમ હિમાલય સર કરવા જેવો નિર્ણય ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના એક ફકીરે પદયાત્રા દ્વારા મક્કા મદીનાની મુબારક સફરે રવાના થયા છે, ત્યારે આશરે 15 માસ જેટલું ચાલીને ભારત દેશની આન બાન અને શાન સમો તિરંગો મક્કા મદીના ખાતે લહેરાવાની દૃઢ મનોબળ સાથે નિકળેલા ફકીરે કેમ ચાલીને છેક કિલોમીટરની પદયાત્રાએ નીકળ્યા છે.

8 હજાર કિલોમીટર સુધીની પદયાત્રા: આ લોકોના ટોળા અને સત્કાર કરતા વ્યક્તિ છે ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના મહમંદ રફાઈ ઉર્ફે દયાવાન બાપુ.....હિન્દુઓ માટે ચાર ધામની યાત્રા પવિત્ર મનાઈ છે. તેમ મુસ્લિમોને મક્કા મદીનાની હજ ફરજ છે, ત્યારે 1 ડિસેમ્બર 2024 ના રોજ કોડીનારથી છેક મક્કા મદીના સુધીની પદયાત્રા કરીને 8 હજાર કિલોમીટર સુધીની પગપાળા મક્કા મદીનાની સફર કરવા રવાના થયેલા છે.

કોડીનારથી મક્કા મદીના સુધીની પદયાત્રા (Etv Bharat Gujarat)

કયા કયા રૂટ પરથી જશે દયાવાન બાપુ: 6 દિવસની પદયાત્રામાં આજે અમરેલી જિલ્લા સાવરકુંડલા સુધી પહોંચ્યા હતા. સૂફીસંત દાદાબાપુ કાદરીના દીકરા મુનીર બાપુ દ્વારા હજ માટે જ્યાં પદયાત્રી દયાવાનબાપુનું સન્માન કર્યું હતું. તેમજ મક્કા મદીનાની સફર વખતે પહેરવામાં આવતો અહેરામ અર્પણ કરવામાં આવ્યો હતો. સાવરકુંડલાથી અમરેલી થઈને અજમેર શરીફને ત્યાંથી દિલ્હી થઈને વાઘા બોર્ડર પર થઈને પાકિસ્તાન, ઈરાન ઈરાક થઈને સાઉદી અરેબિયા પહોંચશે.

દેશની આન બાન અને શાન સમા તિરંગા: 2026માં પદયાત્રા દ્વારા ચાલીને મક્કા મદીનાની સફરે પહોંચશે, ત્યારે ઠેકઠેકાણે આ દયાવાનબાપુનું ઉમળકાથી સન્માન થઈ રહ્યું છે. જ્યારે 1986 માં આ પદયાત્રા દ્વારા મક્કા મદીનાની સફર કરવાનુ મનોમન નક્કી કરેલું હતું. પણ સામાજિક જવાબદારીઓ પૂર્ણ કરીને 1 ડિસેમ્બરે પદયાત્રાની શરૂઆત કરી છે. અંદાજે રોજના 35 કિલોમીટરનું અંતર કાપીને ટોટલ 8 હજાર કિલોમીટરની અંતર કાપતા આશરે 15 મહિના જેવો સમયગાળો પદયાત્રા દ્વારા પૂર્ણ કરવાનો ધ્યેય સાથે હાથમાં તિરંગો અને લારીમાં તિરંગો લઈને દેશની આન બાન અને શાન સમા તિરંગાને મક્કા મદીનાની સર જમી પર લહેરાવવાના બુલંદ ઇરાદા સાથે નીકળી પડ્યા છે.

દયાવાનબાપુને કોડીનારમાં પરચૂરણ કામો સાથે શીપમાં ખલાસી હોવાથી દરિયાઇ સફરોનો અનુભવ છે. તેમની પાસે ઇન્ટરનેશનલ પાસપોર્ટ પણ છે. તેમણે 1986 માં પદયાત્રા દ્વારા ચાલીને જવાનો નિર્ધાર કર્યો હતો. અગાઉ તેઓ અજમેર, મહેમૂદશા બુખારી ભડિયાદ, જૂનાગઢ બધે ચાલીને પદયાત્રા દ્વારા જઈ આવ્યા છે. પણ મક્કા મદીનાની સફર પૂર્ણ કરતા 15 મહિના અને 8 હજાર કિમોમીટર કાપવાનું કપરું કાર્ય મનમાં ગાંઠ વાળીને નીકળી પડ્યા છે. 2026 માં મક્કા મદીના પહોંચી ભારત દેશનો તિરંગો લહેરાવી દેશની શાન લહેરાવે તેવી ભારતવાસીઓ પ્રાથના કરી રહ્યા છે.

આ પણ વાંચો:

  1. કવિ નરસિંહ મહેતાની 579 મી હારમાળા જયંતિ: શા માટે ઉજવાય છે આ હારમાળા જયંતિ, જાણો..
  2. અમરેલી પંથકના આ આયુર્વેદિક ડોક્ટરે પ્રાકૃતિક બાગાયતી ખેતીમાં કરી કમાલ, અશક્યને શક્ય કરી બતાવ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.