અમરેલી: અમરેલી જિલ્લામાં છેલ્લા 15 દિવસથી પડતા પાછોતરા વરસાદને કારણે ખેડૂતોને મગફળીના પાક રૂપે આવેલો કોળીયો ઝૂંટવાયો હોવાની પ્રતીતિ જોવા મળી રહી છે. ખેડૂતોએ દિવાળી ટાંણે કમાઈ લેવાની આશાએ મગફળીના પાકો વાડી, ખેતરો માંથી બહાર કાઢીને પાથરા રાખીને તૈયાર કર્યા હતા. ત્યાં આવેલા અચાનક વરસાદે ખેડૂતોને મોટું નુકસાન કરી નાખ્યું છે. અમરેલી જિલ્લામાં સવા બે લાખ એકર આસપાસમાં મગફળીનું વાવેતર થયેલું હતું. અચાનક વરસાદનું વિઘ્ન ખેડૂતો માથે આફત બનીને ત્રાટક્યું અને ખેડૂતોનો મોંઢામાં આવેલો કોળિયો ઝુંટવાઈ ગયો હતો.
ખેડૂતો માટે આફત બનીને આવ્યો વરસાદ
વાડી-ખેતરોમાં મગફળીના પાથરા વરસાદથી પલળી જતા ખેડૂતો હાલ ઓપનર દ્વારા મગફળી કાઢવાની કામગીરીમાં લાગી ગયા છે. વાડી ખેતરોમાં જ્યાં જુઓ ત્યાં મગફળીના પાથરા ધૂળ-ધાણી થયેલા જોવા મળી રહ્યા છે અને વરસાદને કારણે પશુઓના ઘાસચારા પણ છીનવાઈ ગયા.
4 મહિનાની મહેનત પર ફરી વળ્યું પાણી
અમરેલી જિલ્લામાં પાછોતરા વરસાદથી મગફળીનો પાક નષ્ટ થયો છે અને મગફળીના ભાવો પણ યાર્ડમાં ના મળે તેવી સ્થિતિ નિર્માણ પામી હોય છે. એવામાં વહેલીમાં વહેલી તકે સરકાર દ્વારા ટેકાનો ભાવ નક્કી કરીને ખેડૂતોને મુસીબતમાંથી ઉગારે તેવી લાગણીઓ ખેડૂતો વ્યક્ત કરી રહ્યા છે. ખેડૂતે કરેલી 4 મહિનાની મહેનતમાં એક દિવસમાં પાણીમાં ફરી વળતા લાખોની નુકસાની થઈ છે. ખેડૂત નુકસાનીનો સર્વે કરી અને મગફળીના ટેકના ભાવ જાહેર કરવાની માગ કરવામાં આવી છે.
આ પણ વાંચો: