અમરેલી: જિલ્લાના બગસરા શહેરમાં આવેલા નગરપાલિકા પટાંગણ વિસ્તારમાં નગરપાલિકાના સફાઈ કર્મચારી દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તમને જણાવી દઈએ કે, સફાઈ કર્મચારીઓને તાત્કાલિક ધોરણે પગાર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે બગસરા નગરપાલિકા કચેરી ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. આમ, પાલિકામાં સફાઈ કર્મચારીઓને સમયસર પગાર ન ચૂકવતા તેમના દ્વારા આખરે હાલલાબોલ કરવામાં આવ્યો હતો. દિવાળીના દિવસો પહેલા કર્મચારીઓ માટે આ બાબત વધુ સમસ્યાઓ ઊભી કરનારી બની છે.
બગસરા નગરપાલિકામાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ બે મહિનાથી પગાર વિહોણા છે. આખરે પગાર ન ચૂકવતા આખરે કર્મચારીઓ રોષે ભરાયા હતા. અને પગાર મેળવવા તેમણે વિરોધ પ્રદર્શનનો સહારો લીધો હતો. તેમજ બે દિવસમાં પગાર ચૂકવવામાં નહીં આવે તો બગસરા નગરપાલિકા વિસ્તારની અંદર સફાઈ કામગીરી બંધ કરી દેવાની ચીમકી સાથે આજે બગસરા નગરપાલિકા કચેરી ખાતે રજૂઆત કરવામાં આવી હતી.
આ મુદ્દે સફાઈ કર્મચારી તેમજ સ્થાનિક સફાઈ કર્મચારી મંડળના અગ્રણીઓ દ્વારા નગરપાલિકા કચેરી ખાતે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી.
નગરપાલિકા પ્રમુખ એ.વી. રિબડીયાએ આ મુદ્દે જણાવ્યું હતું કે, "સફાઈ કર્મચારીઓ નગરપાલિકા કચેરી ખાતે પગાર બાબતે ઉગ્ર રજૂઆત કરવા આવ્યા હતા, પરંતુ ચીફ ઓફિસર વહીવટી કામકાજથી બહાર હોવાના કારણે આવતીકાલ અથવા સોમવાર સુધીમાં ટૂંક સમયમાં કર્મચારીઓને પગાર ચૂકવવામાં આવશે."
આ પણ વાંચો: