અમરેલી: અમરેલીના લાઠી ખાતે આજે PM મોદી આવ્યા હતા. અહીં તેમણે 4800 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. જોકે PM અમરેલી પહોંચે તે પહેલા જ મોટી સંખ્યામાં લોકો સભા સભા સ્થળે પહોંચી ગયા હતા. PMના આગમન પહેલા જ આખો મંડપ હડકેઠઠ જનમેદનીથી ખીચો-ખીચ ભરાઈ ગયો હતો.
PMની સભામાં મંડપ નાનો પડ્યો
સ્થિતિ એવી સર્જાઈ કે જનમેદની વધી જતા સભા માટે તૈયાર કરાયેલો સભા મંડપ પણ ટૂંકો પડ્યો હતો. સભા મંડપના સ્થળ પર છેલ્લે સુધી લોકોનો જમાવડો જોવા મળ્યો હતો. મોટી જનમેદનીના વીડિયો પણ સામે આવ્યા હતા. કાર્યક્રમમાં સૌરાષ્ટ્રના ધારાસભ્યો, સાંસદો સહિતના અનેક નેતાઓ ઉમટ્યા હતા. આ સાથે જ વડાપ્રધાનની ઝલક માટે પણ વિશાળ જનમેદની સભા સ્થળે જોવા મળી હતી.
4800 કરોડથી વધુની ભેટ ગુજરાતને આપી
નોંધનીય છે કે, વડાપ્રધાને અમરેલીમાંથી અમરેલી, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, દ્વારકા, જામનગર સહિતના 7 જિલ્લા મથકોના 4800 કરોડના વિકાસ કામોના મુહર્ત અને લોકાર્પણ કાર્યક્ર્મ લાઠી ખાતેથી કર્યા હતા. આ પહેલા તેમણે ભારત માતા સરોવરનું પણ ઉદ્ધાટન કર્યું હતું. પોતાની સભા દરમિયાન તેમણે ગુજરાતમાં અગાઉની પાણીની સ્થિતિ અને છેલ્લા 20 વર્ષમાં થયેલા કાર્યોની ઉપલબ્ધિ વિશે પણ વાત કરી હતી.
આ પણ વાંચો: