ગાંધીનગરઃ રાહુલ ગાંધીએ પોતાની અમેરિકા યાત્રા દરમિયાન ભારતમાં અનામત અંગે આપેલા નિવેદનનું ભારતીય જનતા પાર્ટીએ સખત શબ્દોમાં વખોડયું હતું. રાહુલ ગાંધીના અનામત અંગેના નિવેદનના પોતાના અર્થઘટનમાં ભાજપના નેતાઓએ આ નિવેદનને અયોગ્ય ઠેરવ્યું છે જેને પગલે તેના વિરોધમાં ભાજપ રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરશે. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ હમેંશા અનામતનો વિરોઘ કર્યો હોવાનો આક્ષેપ રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ કર્યો હતો. ભાજપ રાજ્યમાં 41 સ્થળો પર વિરોધ પ્રદર્શન કરશે.
ભાજપના નેતા અને રાજ્ય કક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ આ અંગે આકરા શબ્દોથી રાજ્યભરમાં વિરોધ પ્રદર્શન કરવા અંગે જાહેરાત કરી હતી. તેમણે કહ્યું હતું કે, રાહુલ ગાંઘીને કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ પદ અનામત રાખવાનું અને ગરીબ-વંચિત લોકોને મળતુ અનામત દુર કરવાનો દુષ્ટ વિચાર વિદેશની ઘરતી પર રજૂ કરવાનો હક્ક કોણે આપ્યો તેનો જવાબ આપવો જોઇએ. કોગ્રેસના નેતાઓ અવાર નવાર ભારત દેશની એકતા અને અંખડતાને નુકસાન થાય તેવા નિવેદનો કરતા આવ્યા છે. જેમાં ગત દિવસોમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ વિદેશની ધરતી પરથી ફરીથી ભારતની શાખને નુકસાન પહોંચાડ્યું છે.
"કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ વિદેશની ધરતી પરથી ભારતમાં સમય આવશે ત્યારે અનામત ખતમ કરવાની વાત કરી છે. કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીના નિવેદનનો ઓબીસી, એસસી, એસટી સમાજ સહિત ભારતીય જનતા પાર્ટી તેમનો વિરોઘ કરે છે. આવા નિવેદન સંદર્ભે ભારતીય જનતા પાર્ટી વિરોધ કાર્યક્રમ યોજશે. રાજયભરના તમામ જિલ્લામાં હોદેદારો, કાર્યકર્તાઓ અને જનતા સાથે મળી એક રેલી સ્વરૂપે વિરોઘ પ્રદર્શન કરશે. " - જગ્દીશ વિશ્વકર્મા, ભાજપ નેતા
તેમણે કહ્યું હતું કે, રાજ્યકક્ષાના મંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, વિદેશી વિચારધારા ધરાવતા દેશના બેજવાબદાર નાગરિકની ભૂમિકા વિદેશમાં જઇ ભજવતા કોંગ્રેસના નેતા રાહુલ ગાંઘીએ જે વિદેશમાં અનામત દુર કરવાનુ નિવેદન આપ્યું છે તે ખૂબ જ નિંદનીય છે. વિદેશની ઘરતી પરથી ભારતમાં કોઇ મુદ્દે હંગામો કરવો-ફોટો ગ્રાફી અને રિલ બનાવવી એ તેમનો સ્વભાવ બની ગયો છે. દેશની આંતરિક બાબતો અંગે દેશમા કોઇ પણ પ્લેટફોર્મથી ચર્ચા કરવી જોઇએ પરંતુ વિદેશની ઘરતી પરથી ભારતને બદનામ કરવાનુ કાવતરુ કોંગ્રેસે રચ્યું છે.
તેમણે ઉમેર્યું કે, નહેરુથી લઇ ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી સહિત કોંગ્રેસના નેતાઓએ હમેંશા અનામતનો વિરોઘ કર્યો હતો અને દેશની જનતા સાથે વિશ્વાસઘાત કર્યો છે. કોંગ્રેસ પાર્ટી અનામત વિરોઘી પાર્ટી છે તેવા પુરાવા સૌ લોકોએ જોયા છે. કોંગ્રેસ પાર્ટીનું અધ્યક્ષ પદ રાહુલ ગાંઘી માટે અનામત છે અને તમારુ પ્રદર્શન ગમે તેવું હોય તો પણ અગ્રેસર રહે છે. પોતાનું પદ અનામત રાખવાનું અને ગરીબ-વંચિત લોકોને મળતુ અનામત દુર કરવાનો દુષ્ટ વિચાર વિદેશની ઘરતી પર રજૂ કરવાનો હક્ક કોણે આપ્યો તેનો જવાબ આપવો જોઇએ.
તેમણે વધુમાં કહ્યું કે, 1956માં નહેરૂની સરકારે પછાતવર્ગને અનામત આપવા કાકાસાહેબ કાલેલકરના અનામતને ફગાવી દીધો હતો અને તમામ મુખ્યમંત્રીઓને પત્ર લખી અનામતનો વિરોઘ કર્યો હતો. કોંગ્રેસે અને ગાંઘી પરિવારે ડો. બાબા સાહેબ આંબેડકરજીના સામાજીક અને રાજકીય જીવનને ખતમ કરવાનુ કામ કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષો પછી જમ્મુ કાશ્મિરમાં કલમ 370 અને 35-એ નાબુદ કરી જમ્મુ કાશ્મિરમાં અનુસુચિત જાતિના સમુદાયને સામાજીક ન્યાય અને સન્માન આપવાનું કામ કર્યુ છે.
તેમનું કહેવું છે કે, રાહુલ ગાંઘી જે પરિવારમાંથી આવે છે તે પાર્ટીની વિચારઘારાએ આખા દેશના આનામતને નાબુદ કરવાનું કામ કર્યું છે. આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પછાત વર્ગના લોકો વિકાસની ઘરામા જોડાય તે માટે વિવિધ કામોની માહિતી આપી. ચૂંટણી સમયે જે લોકો કહેતા હતા કે, ભારતીય જનતા પાર્ટીની સરકાર 2024મા આવશે તો ભારતમાં અનામત ખતમ કરી નાખશે, જે લોકો આ વિચારઘારા ફેલાવતા હતા તેમને વિદેશની ઘરતી પરથી અનામત દુર કરવાનું નિવેનદ આપ્યું. કોંગ્રેસે આઝાદી પછી વર્ષો સુધી સાશન કર્યું પરંતુ દેશમાં વિકાસના કાર્યોને બળ આપ્યું નહીં. રાહુલ ગાંઘીના અનામત દુર કરવાના નિવેદનને દેશની જનતા અને ભારતીય જનતા પાર્ટી સખત શબ્દોમાં વખોડે છે.