અંબાજી: જગવિખ્યાતમાં અંબાના ધામમાં દરરોજ હજારો ભક્તો માં અંબાના દર્શને આવતા હોય છે અને પોતાની મનોકામનાઓ પૂર્ણ થતા તેઓ માતાજીના ચરણોમાં દાન ધરતા હોય છે અનેક વખત માતાજીના ચરણોમાં સોનાનું દાન ભક્તોએ ધર્યું છે. જેમાં વધુ એક માઈ ભક્તે મા અંબાને અધધ સોનું અર્પણ કર્યુ છે.
વિશ્વમાં વસતા કરોડો માઈભક્તો માં અંબામાં અનેરી આસ્થા ધરાવે છે જેના કારણે તેઓ દિલ ખોલીને માતાજીને સોનાનું દાન આપે છે ત્યારે એક માઇભક્ત દ્વારા એક કિલો સોનાનુ ગુપ્તદાન અપાયું હોવાનું અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યું છે.
અંબાજી મંદિરમાં ભંડારો ખોલવામાં આવતા તેમાંથી માતાજીની ચુંદડીમાં મુકેલ 10 સોનાના 100 કિલોગ્રામના અલગ-અલગ બિસ્કીટ મળી આવ્યા છે. જેની અંદાજિત કિંમત 70 થી 75 લાખ જેટલી થાય છે. આ અંગેની સોની પાસે ખરાઈ કર્યા બાદ ટ્રસ્ટમાં જમા લેવામાં આવ્યું છે અને ભેટની રકમ એકાઉન્ટ ઓફિસરની હાજરીમાં ગણીને ટ્રસ્ટના ચોપડે નોંધવામાં આવી છે.
માતાજીના ચરણોમાં એક કિલો સોનાનુ ધરનાર માઈભક્ત દ્વારા નામ જાહેર કર્યા વિના આ ગુપ્ત દાન આપવામાં આવ્યું છે, આ ગુપ્ત દાન મળ્યાની માહિતી પણ વહીવટદાર દ્વારા મીડિયાને અપાઈ હતી.
આ પણ વાંચો: