ETV Bharat / state

Alleges Shaktisingh Gohil : ડુંગળી પકવતા ખેડૂતો માટે નિકાસની જાહેરાત લોલીપોપ સમાન, શક્તિસિંહનો આક્ષેપ - નિકાસની જાહેરાત લોલીપોપ સમાન

ગુજરાત પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ડુંગળીની નિકાસ પરની સરકારની જાહેરાત સામે ખેડૂતોના પક્ષમાં કેટલાક મહત્ત્વના પ્રશ્નો ઉઠાવ્યાં છે. શક્તિસિંહ ગોહિલે માગણી કરી છે કે ડુંગળીની નિકાસ પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી તરીકે જે રકમ વસુલી છે તે પૂરેપૂરી રકમ સરકાર ખેડૂતોને ચૂકવે.

Alleges Shaktisingh Gohil : ડુંગળી પકવતા ખેડૂતો માટે નિકાસની જાહેરાત લોલીપોપ સમાન, શક્તિસિંહનો આક્ષેપ

author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 19, 2024, 2:39 PM IST

એક્સપોર્ટ ડ્યુટી વસૂલી હતી તે પરત કરવા માગણી

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે ડુંગળીની નિકાસ પરની સરકારની જાહેરાત અંગે સરકારની ટીકા કરી છે. તેમણે કહ્યું કે 230 લાખ ટન ડુંગળીનું ઉત્પાદન છે ત્યારે માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપવાથી ખેડૂતોને કોઈ જ ફાયદો થવાનો નથી. લોકસબા ચૂંટણી સમયે જાણે ખેડૂતોનું કલ્યાણ કરી દીધું હોય તેવી વાહવાહી કરે છે તે શરમજનક છે. શક્તિસિંહે માગણી કહી હતી કે ડુંગળી પકવતા ખેડૂતોએ ઓગસ્ટ 2023થી અત્યાર સુધી ડુંગળી વેચી દીધી છે તેને નુકસાની વળતર સરકાર તાત્કાલિક ચૂકવે ડુંગળીની નિકાસ પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી તરીકે જે રકમ વસુલી છે તે પૂરેપૂરી રકમ સરકાર ખેડૂતોને ચૂકવે.

ઘોડા નીકળી ગયા પછી તબેલાને તાળા મારવા દોડે તેમ કરોડો રૂપિયાનું નુકસાન ખેડૂતોએ વેઠ્યા બાદ હવે માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપીને સરકાર જે વાહવાહી કરવા નીકળી છે તે ખેડૂતોની ક્રૂર મશ્કરી સમાન છે. ભાજપ સરકારે ડુંગળીની નિકાસબંધી હટાવી નથી પરંતુ ચૂંટણીના સમયે ખેડૂતોને ગેરમાર્ગે દોરીને માત્ર લોલીપોપ આપવાનો જ પ્રયત્ન કર્યો છે ત્યારે ભાજપની ખેડૂત વિરોધી નીતિ પર આકરા પ્રહાર કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદશ્રી શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગુજરાતના અને દેશના ડુંગળી પકવતા ખેડૂતોને ભાજપે નિકાસબંધી કરીને ખૂબ મોટો અન્યાય કર્યા બાદ હવે જ્યારે ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો છે અને સામે ચૂંટણી દેખાય છે ત્યારે માત્ર ૩ લાખ મેટ્રિક ટન નિકાસની છૂટ આપીને એવો પ્રચાર શરૂ કર્યો છે કે જાણે ખેડૂતો ઉપર કોઈ મોટી મહેરબાની કરી દીધી હોય અને ખેડૂતોને મોટો લાભ થઈ જવાનો હોય...શક્તિસિંહ ગોહિલ ( પ્રમુખ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ )

ઓગસ્ટ 2023થી 40 ટકા નિકાસ કર : હકીકતમાં દેશમાં ડુંગળીનું ઉત્પાદન 230 લાખ ટનથી પણ વધારે છે અને દુનિયાના સૌથી વધારે ડુંગળી પકવતા દેશોમાં આપણો દેશ બીજા ક્રમે આવેલો છે. સૌથી વધુ ડુંગળી પકવતા દેશોમાં પ્રથમ ક્રમે ચીનનું સ્થાન છે અને બીજા ક્રમે ભારતનું સ્થાન છે, તેવા સંજોગોમાં માત્ર 3 લાખ મેટ્રિક ટન ડુંગળીની નિકાસની છૂટ આપ્યા બાદ ખેડૂતોને ગુમરાહ કરવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. ડુંગળી પકવતા ખેડૂતોને આ વર્ષે થોડો ફાયદો થાય તેવી આશા બંધાઈ હતી અને દુનિયાના બજારને નજરમાં રાખતા સ્પષ્ટ જણાતું હતું કે આ વખતે ડુંગળી પકવતા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળશે અને લાભ થઈ શકશે, પરંતુ ખેડૂત વિરોધી ભાજપ સરકારે ઓગસ્ટ 2023માં જ ડુંગળીની જે નિકાસ થતી હતી તેના પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી ( નિકાસ કર ) નાંખી દીધો હતો, જેના કારણે નિકાસ ઉપર વિપરીત અસર થઈ અને ખેડૂતોને જે ભાવ મળવા જોઈતા હતા તે મળતા બંધ થયા હતા.

ડુંગળી પકવતાં ખેડૂતોનો વિરોધ : ત્યારબાદ ડિસેમ્બર 2023થી ડુંગળીની સંપૂર્ણ નિકાસબંધી કરી દેવાતા ખેડૂતોની હાલત અત્યંત કફોડી થઈ છે. ડુંગળી ખેડૂત સંગ્રહી ન શકે અને સંગ્રહ કરે તો એ પેરીશેબલ ગુડ્સ (નાશ પામે તેવી સામગ્રી) હોવાના કારણે તેમજ ખેડૂત પાસે માલ સંગ્રહ કરવા આર્થિક ક્ષમતા ન હોય તેમજ કોલ્ડ સ્ટોરેજની સુવિધા ન હોય ફરજિયાત ડુંગળી વેચવી જ પડી છે. દેશના ખેડૂતોને નિકાસબંધીના કારણે ખૂબ જ આર્થિક નુકસાની ભોગવી પડી અને ખેતરમાંથી ડુંગળી માર્કેટિંગ યાર્ડ સુધી લઈ જાય અને જે ખર્ચ લાગે તેટલો ખર્ચ પણ વેચાણથી ન મળે તેવી દયનીય પરિસ્થિતિ ઊભી થઈ તેના માટે માત્રને માત્ર ભાજપ સરકાર જ જવાબદાર છે. અનેક ખેડૂતો રોડ પર ઉતર્યા અને ડુંગળીને રોડ પર ફેંકી દેવાની ઘટના બની હતી.

નિકાસ કર તરીકે મેળવેલા રુપિયા પરત આપવા માગણી : ડુંગળી પકવતા ખેડૂતોને ન્યાય મળે તે માટે સરકાર પાસે માંગણી કરતાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ અને સાંસદ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, તાત્કાલિક અસરથી ડુંગળીની નિકાસબંધી હટાવી લેવામાં આવે. જે ખેડૂતોએ ઓગસ્ટ 2023થી અત્યાર સુધીમાં ડુંગળી વેચી છે અને સરકારની નીતિના કારણે તેમને જે નુકસાન ગયું છે તેના વળતર સ્વરૂપે તાત્કાલિક પૂરતી સહાય ચૂકવવામાં આવે. મોટાભાગના ખેડૂતોને ડુંગળીના વેચાણના કારણે જે પાયમાલીની પરિસ્થિતિ પેદા થઈ છે તેમાં રાહત આપવામાં આવે. જે નિકાસબંધી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી ( નિકાસ કર ) નાંખવામાં આવેલ તેના કરસ્વરૂપે જે પણ રૂપિયા આવ્યા છે તે ડુંગળી પકવતા ખેડૂતોને સરકારે તાત્કાલિક આપી દેવા જોઈએ. ભાજપ સરકારની ખેડૂત વિરોધી નીતિના કારણે પાકિસ્તાન અને ચીનના ડુંગળી પકવતા ખેડૂતો માલામાલ થયા છે અને ભારતનો ડુંગળી પકવતો ખેડૂત પાયમાલ થયો છે.

  1. Shaktisinh Reaction : ચૂંટણી બોન્ડ રદ કરવાના સુપ્રીમ ચૂકાદાને આ રીતે વધાવતાં ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ
  2. District Congress Committee : ગુજરાત કોંગ્રેસનું માળખું મજબૂત કરવા કવાયત, 13 જિલ્લાની કોંગ્રેસ સમિતિના નવા પ્રમુખોની નિમણૂક

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.