ETV Bharat / state

ભ્રષ્ટાચારીઓએ તો હદ વટાવી: રાજકોટમાં સ્મશાને મોકલતા લાકડાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપ - Crematorium SCAM Rajkot

છેલ્લા કેટલાક સમયથી તો જાણે ભ્રષ્ટાચારીઓને ખુલ્લો દૌર મળ્યો હોય તેવી સ્થિતિઓ સામે આવી છે. આવા ભ્રષ્ટ મગજ જાણે ફક્ત ક્યાંથી કટકી થાય તે જ વિચારમાં મગ્ન હોય તેવું દેખાઈ રહ્યું છે. અહીં સુધી કે ગાર્ડનથી લઈને, ઈમારતો, રોડ, આરોગ્ય, વગેરે ઉપરાંત હવે તો સ્મશાનમાં પણ કટકી શોધી લીધી હોવાના આરોપો સામે આવ્યા છે. - Crematorium SCAM Rajkot

રાજકોટમાં સ્મશાને મોકલતા લાકડાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપ
રાજકોટમાં સ્મશાને મોકલતા લાકડાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 5, 2024, 7:02 PM IST

રાજકોટમાં સ્મશાને મોકલતા લાકડાઓમાં ભ્રષ્ટાચારના આક્ષેપ (Etv Bharat Gujarat)

રાજકોટઃ રાજકોટ મનપાનું વધુ એક ભ્રષ્ટાચાર કર્યા હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. જેમાં ગાર્ડન શાખાએ શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કર્યા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તો આ મામલે મનપા ડેપ્યુટી કમિશ્નરે કહ્યું યોગ્ય તપાસ થશે જેની પણ ભૂલ હશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવમાં આવશે. ડે. કમિશનરે પણ આ મામલે જાણે સરકારી ગોખાયેલો જવાબ રજૂ કરી દીધો હોવાનું લોકો જોઈ રહ્યા છે.

સ્મશાન દાતાના લાકડાઓના ભરોસેઃ મળતી વિગત મુજબ મનપા દ્વારા શહેરમાંથી તૂટેલા વૃક્ષોના લાકડા એકત્ર કરવામાં આવ્યા હતા. ૩૦ થી વધુ ગાડીઓ જુદા-જુદા સ્મશાનમાં મોકલી દેવામાં આવી હતી. જોકે, આ ગાડી સ્મશાન સુધી પહોંચી નહીં હોવાનું બાપુનગર સ્મશાનનાં સંચાલકે સંજયભાઈ વઘાસિયાએ જણાવ્યું હતું. ત્યારે લાકડાનો જથ્થો ક્યાં ગયો અને દાળમાં કંઈક કાળું છે તે વાત નકારી શકાતી નથી. વધુમાં તેમણે કહ્યું હતું કે, સ્મશાનમાં જન્માષ્ટમીની છઠ પછી અહીં લાકડાની કોઈ ગાડી આવી નથી. આવી હોય તો મારી પાસે રસીદ, ગાડી લાવનારનું નામ, મોકલનારનું નામ, કેટલું વજન અને મોબાઈલ નંબર સહિતની વિગતો હોય જ. અહીં ક્યારેક-ક્યારેક એક-બે ગાડી આવતી હોય છે. પરંતુ છઠ પછી અહીં લાકડાની કોઈ ગાડી આવી નથી. અમે લાકડાની જરૂરિયાત દાતાઓ દ્વારા કે અન્ય કોઈ આસપાસના ગામોમાં તૂટેલા લાકડા અંગેની ફરિયાદ મળે ત્યાંથી લાકડા લાવીને પુરી કરીએ છીએ.

ગાર્ડન શાખાના કૌભાંડના આરોપોઃ વિપક્ષ નેતા વશરામ સાગઠિયાના જણાવ્યા અનુસાર મનપાની ગાર્ડન શાખાનું કૌભાંડ છે. જેમાં શહેરમાં તૂટેલા વૃક્ષોને સ્મશાનમાં મોકલવાને બદલે બારોબાર નિકાલ કરવામાં આવ્યો છે. ગાર્ડન શાખાએ લાકડા કાગળ ઉપર સ્મશાનમાં મોકલી દીધા પણ સ્મશાન સુધી પહોંચ્યા નથી. ત્યારે કૌભાંડમાં સામેલ લોકોને મારે કહેવું છે કે, જરાક તો શરમ કરો, તમારે પણ એક દિવસ મરવાનું છે. આ તો કૌભાંડની હદ થઈ ગઈ છે. ગરીબમાં ગરીબ માણસ પણ સ્મશાનનું ખાતો નથી. પરંતુ આ ભ્રષ્ટ તંત્ર સ્મશાનને પણ છોડવા તૈયાર નથી. આવું કૌભાંડ કરનારાઓ સામે કડકમાં કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે. આવી ગેરરીતિ ક્યારેય ચલાવી લેવામાં આવશે નહીં. વિપક્ષ દ્વારા આ અંગે ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવશે.

ડે. કમિશનરનો જવાબ શું મળ્યો? તો મામલે મનપા ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્વપ્નિલ ખરેએ જણાવ્યું હતું કે, તૂટેલા મોટા વૃક્ષો અને નાની-નાની ડાળીઓનાં નિકાલ માટેની કામગીરી બે એજન્સીને સોંપવામાં આવી છે. જેમાં સોમનાથ એજન્સી તેમજ જય કન્સ્ટ્રક્શન એજન્સીનો સમાવેશ થાય છે. તેમની જવાબદારી તૂટેલા વૃક્ષોને સ્મશાન સુધી પહોંચાડવાની હોય છે. જોકે, હાલ અમારી પાસે સ્મશાન તરફથી લાકડા મળ્યા હોવાની 28 પહોંચ આવેલી છે. પરંતુ આ બાબત સામે આવતા ફરી એકવાર સ્મશાન સંચાલકો સાથે વેરીફાય કરી આ પછી એજન્સીને પેમેન્ટ કરવામાં આવશે. જો કોઈપણ પ્રકારની ગેરરીતિ સામે આવશે તો દંડ ફટકારવા સહિત કડક પગલાં લેવાની ખાતરી તેમણે આપી હતી.

આ પણ વાંચો:

  1. ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાની રાજનીતિમાં એન્ટ્રી, આ પાર્ટીના બન્યા સદસ્ય… - Ravindra Jadeja Joins BJP
  2. દ્વારકામાં અતિવૃષ્ટિને પગલે લીલો દુષ્કાળ જાહેર કરવા કોંગ્રેસની માંગ, કલેકટર કચેરીએ આપ્યું આવેદનપત્ર - demand to declare green drought

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.