ગાંધીનગર: ગાંધીનગર ખાતે અલંકરણ સમારોહ 2023ના કાર્યક્રમમાં બનાસકાંઠા ACB PI એન.એ. ચૌધરી સહિત તેમની ટિમ દ્વારા લાંચ લેનાર લાંચિયા, અધિકારીઓ, કર્મચારીઓ સામે કડક કાર્યવાહી કરાઇ હતી. અને 2023નાં વર્ષમાં લાંચ લેનાર સામે અનેક કેસો કરી જેલના સળિયા પાછળ ધકેલી બનાસકાંઠા ACBએ પ્રશંસનીય કામગીરી કરી હતી. જે બદલ તેમની કામગીરીની પ્રશંસા કરી તેમના કામને બિરદાવવામાં આવ્યું હતું. PI એન.એ. ચૌધરીને પ્રશંસનીય કામગીરી બદલ ગુજરાતના ડીજીપી દ્વારા ડિસ્ક અને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવતા એસીબીમાં કામ કરતાં સહ કર્મચારીઓ અને પોલીસમાં ખુશીની લહેર જોવા મળી હતી.
બનાસકાંઠાના વતની અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના PIનુ કરોડોનું ડ્રગ્સ ઝડપી લેવા બદલ સન્માન:
ઔરંગાબાદથી 660 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપ્યું: બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના કુષ્કલ ગામના વતની અને હાલ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં PI તરીકેની ફરજ નિભાવી રહેલા વેરશીભાઈ ભીખાભાઈ આલને ઔરંગાબાદથી 660 કરોડનું એમડી ડ્રગ્સ ઝડપી લીધું હતું. તેમની આ ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવી તેમનું સન્માન ડીજીપીના હસ્તે સિલ્વર ડિસ્ક એવોર્ડ આપી કરવામાં આવ્યું હતું. આમ જિલ્લાના બે જવાનોનું સન્માન કરવામાં આવતા પોલીસ વિભાગમાં ખુશી જોવા મળી હતી.
110 જેટલા કર્મચારીઓને સન્માનિત કરાયા: DGP દ્વારા ગાંધીનગર ખાતે આયોજિત અલંકરણ સમારોહ 2023ના કાર્યક્રમમાં ગુજરાતમાં પ્રશંસનીય કામગીરી કરનાર 110 જેટલા કર્મચારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આમ સમય સાથે પોલીસ પણ જનતાની રક્ષા માટે રાત દિવસ દોડતા જાબાજ પોલીસ જવાનોનું ડીજીપીના હસ્તે સન્માન કરાયું હતું.