અમદાવાદ: થોડા દિવસો બાદ મુસ્લિમોનો પવિત્ર તહેવાર બકરી ઈદ આવી રહી છે. આ પર્વ પર અમદાવાદમાં અનેક વિસ્તારોમાં કુરબાની માટે બકરાની ખરીદી થતી હોય છે. એવામાં અમદાવાદનો એક બકરો ચર્ચામાં છવાયો છે.
અમદાવાદમાં ઘણા વિસ્તારો એવા છે જ્યાં કુરબાની માટે બકરાના બજાર ઠેર-ઠેર ભરાય છે. જેમાં ચંડોળા તળાવ, દરિયાપુર ચારવાટ. રાણીપ બકરામંડી ખાતે મુખ્ય બજાર ભરાઈ છે. ચંડોળા પાસે ભરાતા બકરા બજાર પાસે રહેતા વસીમભાઈ પઠાણ નામના વ્યક્તિએ એક બકરી ખરીદી હતી જેને બકરો જન્મતા તેના કાન પર જન્મજાત ઉર્દૂમાં અલ્લાહ, મોહમંદ અને અલી લખેલ સ્પષ્ટ વાંચવા મળતુ હતું.
મુસ્લીમ સમુદાય માટે આ પ્રકારના બકરાને શુભ અને ખાસ માનવામાં આવે છે તેથી વસીમભાઈ ખુશીથી ઝુમી ઉઠ્યા હતાં અને તેને ખુબ હેત પ્રેમથી આ બકરાને ઉછેર્યો હતો આ બકરો આજે ત્રણ વર્ષનો થઈ ગયો છે.
આગામી 17મી જૂન 2024ના રોજ બકરી ઈદ છે. બકરી ઈદ નિમિત્તે અમદાવાદમાં ઠેર-ઠેર બકરાના બજાર ભરાય છે, જેમાં ચંડોળા તળાવ પાસે ભરાતી બકરા બજાર અને રાણીપ બકરા મંડીમાં 'બકરા ઈદ'ના બકરા રાજસ્થાન અને તેની આસપાસથી વેચાણ માટે આવ્યા છે.
જે પૈકી એક બકરો એવો છે જેના કાન ઉપર ઉર્દૂ ભાષામાં 'મોહમંદ' લખેલું છે. જેના કારણે આ બકરો સૌ કોઈમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. લોકો ખાસ આ બકરાને જોવા માટે આવે છે.