અમદાવાદ: હાલમાં જ સુપ્રીમ કોર્ટ અને વરિષ્ઠ વકીલોએ ભારતીય દંડ સહિતા આઈપીસીની કલમ 498-Aના કથિત દુરુપયોગ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. આ સમગ્ર મામલાઓને લઈને કલમ 498 અંગે જાણકારી સરળ ભાષામાં મેળવવાના લોકો પ્રયત્નો કરી રહ્યા છે. જેને લઈને હવે અહીં અમે સરળતાથી સમજી શકાય તેવી વિગતો રજૂ કરવા જઈ રહ્યા છે. જેમાં આ કલમનું નિર્માણ કેમ કરવામાં આવ્યું? અને આ કલમથી શું ફાયદો થઈ શકે છે? તેમજ આ કલમનો લાભ લઈ કેવી રીતે તેનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે? તો આ અહેવાલમાં આજે આપણે જાણીશું કલમ 498-A વિશે વિષય વિસ્તૃત માહિતી...
આ કલમ અંગે ગુજરાત હાઇકોર્ટના વકીલ ઈકબાલ શેખે જણાવ્યું કે, ભારતની લોકસભાએ 498-A કલમમાં સુધારો કર્યો હતો. જેમાં કહેવામાં આવ્યું હતું કે સાસરિયા પક્ષ દ્વારા જે અત્યાચારો થતા હતા એ અત્યાચારોને રોકવા માટે 498-A ની સેકશનને ઉમેરવામાં આવ્યો છે. લગ્ન થયેલા મહિલાઓને રક્ષણ આપવામાં માટે આ સેક્શનને ઉમેરવામાં આવ્યો છે, પરંતુ છેલ્લા ઘણા સમયથી મહિલાઓ દ્વારા આ કલમનો દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે. જેના પરિણામ સ્વરૂપ 10 ડિસેમ્બરના રોજ જસ્ટિસ નાગરિતનમ અને જસ્ટિસ એન.કે. સિંહની બેન્ચ દ્વારા એ ખૂબ જ સીમાચિહ્ન રૂપ જજમેન્ટ 498-A ના દુરૂપ્રયોગ બાબતે આપવામાં આવ્યો છે.
વકીલ ઈકબાલ શેખે જણાવ્યું કે, છેલ્લા ઘણા વર્ષોથી આ કલમ દ્વારા પતિના સગાસંબંધીઓને તદ્દન ખોટી રીતે ગુનાઓમાં સામેલ કરવામાં આવે છે. જેના કારણે આખા સમાજમાં ખોટો મેસેજ જાય છે. આ પ્રકારની વૃત્તિ સમાજમાં વધી રહી છે. આમ, પતિ પક્ષના લોકોને ખોટા કેસમાં ફસાવવામાં આવે છે તેની સામે સુપ્રીમ કોર્ટે એક ચૂકાદો આપ્યો છે.
ઈકબાલ શેખે અતુલ સુભાષ કેસ અંગે પણ જણાવ્યું હતું કે, બેંગલુરુમાં સ્થિત ટેક નિષ્ણાત અતુલ સુભાષની આત્મહત્યા એ ભારતીય દંડ સહિતાની કલમ 498-Aના કથિત દુરુપયોગ પર આજે આખા સમાજમાં ચર્ચા થઈ રહી છે. ટોચના વકીલોએ પણ આ અંગે ચિંતા વ્યક્ત કરી છે અને સુધારાનું સૂચન કર્યું છે. 9 ડિસેમ્બરના દિવસે અતુલ સુભાષે પોતાની પત્ની અને તેના પરિવાર તરફથી કથિક રીતે હેરાનગતિના કારણે આત્મહત્યા કરી લીધી હતી. જે ખૂબ જ દુઃખની ઘટના છે.
કલમ 498-A શું છે ?
ભારતીય દંડ સહિતામાં કલમ 498-A નો સમાવેશ પતિ અને તેના સંબંધીઓ દ્વારા પરિણીત મહિલા પર કરવામાં આવતી કોઈપણ ક્રૂરતા માટે પૂરતી સજા આપવા માટે કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત ત્રણ વર્ષની જેલ અને દંડની જોગવાઈ છે તથા આ ગુનો કોગ્નિઝેબલ હોવા ઉપરાંત બિનજામીન પાત્ર છે. ગુનાથી પીડિત મહિલા અથવા તેના સંબંધી અથવા દત્તક લેનાર સંબંધિ જેવા કોઈપણ વ્યક્તિ દ્વારા આ કલમ 498-A હેઠળ ફરિયાદ કરી શકાય છે. ઉપરાંત જો આવા કોઈ સંબંધી ન હોય તો આ કલમ હેઠળ કથિત ઘટનાના ત્રણ વર્ષની અંદર ગુનાની ફરિયાદ દાખલ કરી શકાય છે.
આ પણ વાંચો: