ETV Bharat / state

VIDEO: અમદાવાદના વાતાવરણમાં અચાનક પલટો, અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો - AHMEDABAD RAIN

અમદાવાદ શહેરમાં બપોર સુધી ઉકળાટ જેવી સ્થિતિ રહ્યા બાદ અચાનક બપોરે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો.

અમદાવાદમાં વરસાદ
અમદાવાદમાં વરસાદ (ETV Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 19, 2024, 5:35 PM IST

અમદાવાદ: શહેરમાં શનિવારે બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. અમદાવાદ શહેરમાં બપોર સુધી ઉકળાટ જેવી સ્થિતિ રહ્યા બાદ અચાનક બપોરે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. શહેરના એસ.જી હાઈવે, યુનિવર્સિટી, સિંધુ ભવન રોડ, નવરંગપુરા, વસ્ત્રાપુર, નારણપુરા, વાડજ સહિતના વિસ્તારોમાં ભારે વરસાદી ઝાપટું પડ્યું હતું.

બપોર બાદ અમદાવાદના વાતાવરણમાં પલટો (ETV Bharat Gujarat)

શહેરમાં ઠેર-ઠેર પાણી ભરાવાની સમસ્યા
બપોર બાદ અચાનક અમદાવાદ શહેરમાં વરસાદ તૂટી પડતા વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી. રસ્તા પર બાઈક સ્લીપ થવાના પણ બનાવ બન્યા હતા. તો કામ અર્થે બહાર નીકળેલા લોકો પલળી જતા તેમને પણ સમસ્યાઓ થઈ હતી. તો કેટલાક સ્થળોએ રસ્તા પણ પાણી ભરાઈ ગયા હતા.

22મી સુધી રાજ્યમાં વરસાદની આગાહી
ખાસ છે કે અરબસાગરમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. રાજ્યામાં આગામી 22મી ઓક્ટોબર સુધી છૂટા છવાયા સ્થળોએ ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.

આજે રાજ્યમાં ક્યાં-ક્યાં વરસાદની આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે 19 ઓક્ટોબરે ગુજરાતનાં અમુક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. આ જિલ્લાઓમાં ઉત્તર ગુજરાતના પંચમહાલ અને દાહોદ; દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં જેમ કે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલીમાં; સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

  1. ચોમાસાની સમાપ્તિ વચ્ચે ફરી વરસાદની આગાહી, જાણો રાજ્યમાં ક્યા અને ક્યારે વરસશે મેઘ
  2. અસામાજિક તત્વોએ ફરી અમદાવાદને માથે લીધું, 2 આરોપીઓની ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.