અમદાવાદ: અમદાવાદ: દસ દિવસ અગાઉ ગુજરાતના કચ્છ જિલ્લાના કંડલામાં આવેલા એગ્રો પ્લાન્ટમાં ઝેરી ગેસ લીકેજ થવાથી પાંચ કર્મચારીઓના મોતની ઘટના બની હતી. તેવી જ એક ઘટના અમદાવાદના નારોલમાં આવેલી સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં રવિવારના રોજ ગેસ ગળતરની ઘટના બની હતી. જેમાં કંપનીમાં કામ કરી રહેલા 9 કર્મચારીઓને અસર થઈ હતી. તમામ કર્મચારીઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં સારવાર દરમિયાન બે કામદારોનું મોત થયું હતું. અને 9 કર્મચારીઓ સારવાર અર્થે છે. જેમાંથી ચાર વ્યક્તિની હાલત ગંભીર છે.
મળતી માહિતી અનુસાર નારોલની સિન્થેટિક પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં ગઈ કાલ સવારે 11 વાગ્યાની આસપાસ સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થતું હતું. ત્યારે, બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે રીએકશન થતાં ગેસ ગળતર થયું હતું. જેના કારણે અચાનક ધુમાડો ફેલાય જતા ત્યાં કામ કરી રહેલા માણસોને ગેસની અસર થતા તેઓ બેભાન થઈને ઢળી પડયા હતા. આ ઘટનાની જાણ થતા 108 એમ્બ્યુલન્સનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યા હતાં અને અસરગ્રસ્ત કામદારોને તાત્કાલિક સારવાર અર્થે મણીનગરની LG હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. તેમજ ગેસ ગળતરની ઘટનાને પગલે અસલાલી ફાયર બ્રિગેડની ટીમ, GPCB, ફેક્ટરી ઇન્સ્પેક્ટર અને પોલીસ સહિતનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો.
આ ઘટના મુદ્દે lg હોસ્પિટલના મેડિકલ સુપ્રિટેન્ડન્ટ ડોક્ટર લીના ડાભીએ જણાવ્યું હતું કે,'ગઈકાલે નારોલની કેમિકલ ફેક્ટરીમાં ગેસ ગળતર મામલે 8 અસરગ્રસ્તોને એલજી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જેમાંથી બે લવ કુશ મિશ્રા(17 વર્ષ) અને કમલકુમાર યાદવ (26 વર્ષ)નું મૃત્યું થયું હતું. તેમજ બીજા સાત દર્દીને એલજી હોસ્પિટલમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે. જેમાંથી ચાર દર્દીની હાલત ગંભીર છે. ઉપરાંત આ ચારમાંથી બે દર્દીની હાલત વધારે ક્રિટિકલ કન્ડિશનમાં છે અને ત્રણ પેશન્ટની હાલત સારી છે.
ઉલ્લેખની છે કે રવિવારના દિવસે નારોલમાં મટન ગલીમાં આવેલી દેવ સિન્થેટિક ફેક્ટરીમાં વહેલી સવારે સલ્ફ્યુરિક એસિડનું ટેન્કર ખાલી થઈ રહ્યું હતું. તે દરમિયાન બ્લીચિંગ વિભાગમાં કોસ્ટિક સોડા સાથે કેમિકલ રિએક્શન થતાં ઝેરી ગેસ ફેક્ટરીમાં પ્રસરી ગયો હતો .અચાનકથી ઝેરી ગેસની અસર થતા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. ત્યાર પછી સાત ગાડીઓ સાથે ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ ઝેરી ગેસના અસરગ્રસ્તોને તાત્કાલિક અમદાવાદની એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ ઘટના પછી ફેક્ટરીમાં સલ્ફ્યુરિક એસિડ ભરેલા ટેન્કરનું અન લોડીંગ કામ અટકાવવામાં આવ્યું હતું તથા ફાયરની ટીમે ફેક્ટરીમાં રહેલા ગેસના ધુમાડાને વેન્ટિલેશનની પ્રક્રિયાથી દૂર કર્યો હતો.
- મૃતકના નામ
- લવકુશ મિશ્રા (17 વર્ષ)
- કમલ કુમારી યાદવ (26 વર્ષ)
- સારવાર લઈ રહેલા દર્દીના નામ
- મહેફૂઝ અન્સારી (42 વર્ષ)
- મહેન્દ્રભાઈ (50 વર્ષ)
- ઈશાક ખાન (25 વર્ષ)
- મંગલ સિંગ (56 વર્ષ)
- અશોકભાઈ (56 વર્ષ)
- માલજીભાઈ (59 વર્ષ)
આ પણ વાંચો: