ETV Bharat / state

અમદાવાદની નગરદેવી "ભદ્રકાળી માતા"ના ચાચર ચોકમાં પ્રાચીન ગરબાની રમઝટ

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારમાં પ્રાચીન અને પરંપરાગત ગરબાઓનું આયોજન થાય છે. અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળીના મંદિરના પ્રાંગણમાં નગરજનો માં ભદ્રકાળીના આશીર્વાદ માટે ઉમટી પડ્યા છે.

"ભદ્રકાળી માતા"ના ચાચર ચોકમાં પ્રાચીન ગરબાની રમઝટ
"ભદ્રકાળી માતા"ના ચાચર ચોકમાં પ્રાચીન ગરબાની રમઝટ (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 9, 2024, 10:10 AM IST

Updated : Oct 9, 2024, 2:38 PM IST

અમદાવાદ : ગુજરાતમાં વિવિધ જગ્યાએ વિવિધ ગરબાનું આયોજન થાય છે. ત્યારે અમદાવાદ શહેરની નગરદેવી માં ભદ્રકાળીના મંદિરે તેમના પ્રાંગણમાં વર્ષોથી પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. નગરજનો માં ભદ્રકાળીના આશીર્વાદ માટે ઉમટી પડે છે અને તેમના પ્રાંગણમાં માથે ગરબા લઈને ભક્તિમય વાતાવરણમાં ગરબા ગાતા જોવા મળે છે.

ભદ્રકાળી માતના ગરબા : છેલ્લા 14 વર્ષથી માતા ભદ્રકાળી મંદિરે નવરાત્રી દરમિયાન માથે ગરબો અને ગરબામાં પ્રગટતો દીવડો લઈને ગરબે ઘૂમતા શ્રદ્ધાળુ વાત કરે છે કે, માથે ગરબો લઈએ એટલે આખું વર્ષ રિચાર્જ થઈ જાય છે. બીજી કોઈ જગ્યાએ ગરબા કરતા માં ભદ્રકાળીના પ્રાંગણમાં થતા ગરબાને અનેરૂ મહત્વ રહેલું છે. ભદ્રના કિલ્લાથી લઈને સામે ત્રણ દરવાજા સુધી માં ભદ્રકાળીના દર્શન માટે શ્રદ્ધાળુઓની લાઈન નવરાત્રીના સમય દરમિયાન જોવા મળે છે.

"ભદ્રકાળી માતા"ના ચાચર ચોકમાં પ્રાચીન ગરબાની રમઝટ (Etv Bharat Gujarat)

ચાચર ચોકમાં ભક્તોનો જમાવડો : "ભાઈ ભાઈ" ફેમ સિંગર અરવિંદ વેગડાએ ETV Bharat સાથે વાત કરવા જણાવ્યું કે, વર્ષોથી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળીના મંદિર અને ભદ્રના કિલ્લા પાસે આ પ્રકારના પ્રાચીન ગરબાનું આયોજન થાય છે. તમે જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં આ નગરજનો તેમની નગરદેવી માં ભદ્રકાળીના આશીર્વાદ માટે અહીં આવ્યા છે અને તેમના પ્રાંગણમાં ગરબે ઘૂમી રહ્યા છે.

અમદાવાદના નગરદેવી માં ભદ્રકાળી : એવું માનવામાં આવે છે કે, ભદ્રકાળી માતાનું મંદિર વાઘેલા વંશના રાજા કર્ણદેવે 13મી સદીમાં બન્યું હતું. એ સમયે અમદાવાદ શહેર કર્ણાવતી નગર તરીકે ઓળખાતું હતું. એવી લોકવાયકા છે કે, અમદાવાદના બાદશાહ અહમદશાહને પણ ભદ્રકાળી માતાનો પરચો મળ્યો હતો. માં ભદ્રકાળી અમદાવાદ શહેરના નગરદેવી છે. નગર દેવીના ચાચર ચોકમાં નાના-મોટા સૌ નગરજનો કોઈ પૂજા-અર્ચન કરી નવરાત્રીમાં ભક્તિભાવ પ્રગટ કરે છે.

પ્રાચીન ગરબાની રમઝટ : ભદ્રકાળી મંદિરમાં પૂજા કરતા પૂજારી જણાવે છે, તેઓ વર્ષોથી અમદાવાદની નગરદેવી માં ભદ્રકાળીના પ્રાંગણમાં ગરબાનું આયોજન થાય છે. પ્રાચીન ગરબા ગવાય છે અને અનુષ્ઠાન થાય છે. આઠમના દિવસે મહા ચંડી યજ્ઞ પણ માતાજીના પ્રાંગણમાં કરવામાં આવે છે. માતાજીના પ્રાંગણમાં ગરબે ઘુમવા માટે દિવ્ય વાતાવરણને અનુભૂતિ કરવા માટે નગરજનો મોટી સંખ્યામાં ઉમટી પડે છે.

આ પણ વાંચો:

  1. જુઓ હેરિટેજ સિટીના હેરિટેજ ગરબા, 150 વર્ષથી અડીખમ
  2. ગરબાએ બચાવ્યા 3 હજારથી વધુ જીવન, કેન્સર વોરિયર્સ માટે એક પહેલ

Last Updated : Oct 9, 2024, 2:38 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.