અમદાવાદ : ભારતીય રેલવેના મિશન રફ્તાર અંતર્ગત પ્રથમ ટ્રાયલ સફળતાપૂર્વક પાર પડ્યું છે. ભારતીય રેલવે દ્વારા અમદાવાદ-મુંબઈ રુટ પર પ્રથમ ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે દોડી હતી.
🔹130 KM की रफ्तार पर दौड़ी देश की पहली 20 कोच वाली #VandeBharatTrain
— Info Ahmedabad GoG (@ahmedabad_info) August 9, 2024
🔹अहमदाबाद-मुंबई रूट पर मणिनगर लेवल क्रॉसिंग से पसार होती हुई नई #VandeBharatExpress #Mumbai #Ahemdabad pic.twitter.com/hqANJzEY1i
20 કોચવાળી ટ્રેનનું ટ્રાયલ : ભારતીય રેલવે વિભાગ દ્વારા ટ્રેન યાત્રાને ઝડપી અને સુરક્ષિત બનાવવા સતત પ્રયાસો થઈ રહ્યા છે. જેના માટે મિશન રફ્તાર અંતર્ગત વિવિધ ટ્રેનના ટ્રાયલ યોજવામાં આવે છે. આ કડીમાં જ અમદાવાદ-મુંબઈ રુટ પર એક ટ્રાયલ કરવામાં આવ્યું હતું. જેમાં 20 કોચવાળી વંદે ભારત ટ્રેન 130 કિમી પ્રતિ કલાકની પૂરપાટ ઝડપે દોડી હતી.
ભગવા રંગે રંગાઈ વંદે ભારત : અમદાવાદ શહેરમાંથી પસાર થતા ટ્રેક પર વંદે ભારત ટ્રેન પૂરપાટ વેગે નીકળતા શહેરીજનો જોવા ઉભા રહી ગયા હતા. નોંધનીય છે કે, આ નવી વંદે ભારત ટ્રેનમાં સફેદ રંગના કોચની જગ્યાએ ભગવા-કેસરી રંગના કોચ જોડાયા હતા.