અમદાવાદ: પોલીસ ભરતી મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં આજે સુનાવણી હાથ ધરવામાં આવી હતી. આ સુનાવણીમાં એક મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય અનુસાર પોલીસ વિભાગમાં ખાલી પડેલી 2000 પ્રમોશનલ જગ્યા પર એક મહિનામાં જ ભરતી કરવામાં આવશે. પોલીસની ટ્રેનિંગ લઈ રહેલા ઉમેદવારો માટે આ રાહતના સમાચાર છે કારણ કે ઘણા સમયથી ઉમેદવારો ભરતીની રાહ જોઈ રહ્યા છે.
આ મુદ્દે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી દરમિયાન રાજય સરકાર વતી સરકારી વકીલે હાઇકોર્ટમાં માહિતી આપી હતી અને પોલીસ ભરતી અંગે છેલ્લા બે મહિના દરમિયાન સરકાર દ્વારા કઈ કામગીરી કરવામાં આવશે તેની માહિતી આપવામાં આવી હતી. ઉપરાંત કોટેશન પણ રજૂ કરવામાં આવ્યું હતું. આમ, પોલીસ વિભાગમાં ખાલી પડેલી જગ્યા માટેની જાહેરાત અંગે પણ થોડા જ દિવસોમાં નિર્ણય લેવામાં આવશે.
સુનાવણી દરમિયાન સરકારી વકીલે વધુમાં જણાવ્યું હતું કે, 'ફિઝિકલ પરીક્ષા માટે જરૂરી ટેન્ડર પ્રક્રિયા ચાલી રહી છે જે ઝડપથી જાહેરાત કરવામાં આવશે. પોલીસ ભરતી અંગેની વધુ સુનાવણી જાન્યુઆરી મહિનાના બીજા સપ્તાહમાં હાથ ધરવામાં આવશે.'
ઉલ્લેખનીય છે કે, દેશના ઘણા રાજ્યોમાં તોફાનો થતા જાનમાલને નુકસાન થતું હોય છે એ સમયેમાં પોલીસની ભૂમિકા અહમ હોય છે. ત્યારે પોલીસની ભૂમિકા અને સંખ્યાને લઈ ગુજરાત હાઈકોર્ટમાં અગાઉ સુઓમોટો પીટીશન દાખલ થઈ હતી. જે સપ્ટેમ્બર 2019 ના નિર્દેશો પ્રમાણે કરવામાં આવી હતી. પોલીસ ભરતી માટે ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જજ પ્રણવ ત્રિવેદીની કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. અને આજે સુનાવણી દરમિયાન જણાવવામાં આવ્યું કે, પોલીસ વિભાગમા ખાલી પડેલી 2000 પ્રમોશનલ જગ્યા પર એક મહિનામાં જ ભરતી કરવામાં આવશે.
આ અંગેની ગત સુનાવણી દરમિયાન સરકારી વકીલે ભરતીના કેલેન્ડર વિશે ખાતરી આપતા જણાવ્યું હતું કે, પોલીસ વિભાગની તમામ જગ્યામાં 2026 સુધીમાં ભરતી પૂર્ણ કરી દેવામાં આવશે. તેના સિવાય વિવિધ પદો માટેની ફિઝિકલ ટેસ્ટ નવેમ્બર-ડિસેમ્બર 2024માં પૂર્ણ કરવામાં આવશે. તદુપરાંત જાન્યુઆરી 2025માં પરિણામ જાહેર કરી દેવામાં આવશે. લેખિત પરીક્ષા ડિસેમ્બર-જાન્યુઆરી 2025માં પૂર્ણ કરવામાં આવશે. જ્યારે લેખિત ઓએમઆર પરિક્ષાનું પરિણામ ફેબ્રુઆરી 2025 સુધી જાહેર કરવામાં આવશે.
આ અંગે સરકારી વકીલએ જણાવ્યું હતું કે, પોલીસ ભરતી અંગે ફેબ્રુઆરી 2025 સુધીમાં સબ્જેક્ટિવ લેખિત પરીક્ષા લેવામાં આવશે તેમજ જુલાઈ સુધીમાં રીઝલ્ટ બહાર પાડવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભરતીનું ઓગસ્ટ સુધીમાં ફાઇનલ મેરીટ તૈયાર કરવામાં આવશે. સપ્ટેમ્બર સુધીમાં પ્રથમ ફેસની પ્રક્રિયા પૂર્ણ થશે. કરવામાં આવશે રાજ્ય સરકારે આ અંગે કહ્યું હતું કે, ડિસેમ્બર 2024 સુધી 3800 થી વધુ એએસઆઈ હેડ કોસ્ટેબલની ભરતી કરવામાં આવશે. ઉપરાંત માર્ચ 2025 સુધી 1414 પીઆઇ અને પીએસઆઇને પ્રમોશન પણ આપવામાં આવશે.
હાઇકોર્ટે પ્રશ્ન કર્યો હતો કે, બીજા રાજ્યોની પોલીસ એકેડમી સાથે સ્ટુડન્ટ એક્સચેન્જ કરવામાં આવી રહ્યું છે? જેના જવાબ આપતા સરકારી વકીલે જણાવ્યું હતું કે "હાલના તબક્કે આ પ્રકારે કશું થઈ રહ્યું નથી."
આ પણ વાંચો: