અમદાવાદ: દરેક મુસલમાનની ઈચ્છા હોય છે કે જીવનમાં એકવાર હજ કરે જેના માટે ભારતની હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવે છે. આજે હજ કમિટી ઓફ ઈન્ડિયા દ્વારા સમગ્ર દેશમાં હજ 2025 માટે ડ્રો કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ગુજરાત હજ કમિટીએ અમદાવાદના જુહાપુરામાં હજ ડ્રો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યો હતો.
ગુજરાતમાંથી 15,000થી વધુ લોકો હજ યાત્રા માટે સિલેક્ટ: આ અંગે ગુજરાત રાજ્ય હજ કમિટીના ચેરમેન ઈકબાલ સૈયદે જણાવ્યું હતું કે, આ સફર હજ જનારા હજ યાત્રીઓ માટે ખૂબ જ મોટો દિવસ હતો. કારણ કે આજે હજ માટે લોકોની પસંદગી કરવામાં આવી છે. ગુજરાતમાંથી 15,000 થી વધુ લોકો આ વર્ષે હજ યાત્રા માટે સિલેક્ટ થયા છે.
ગુજરાતના ઈતિહાસમાં પહેલી વખત આટલી મોટી સંખ્યામાં હજ યાત્રીઓની પસંદગી કરવામાં આવી છે. જે મહારાષ્ટ્ર પછી બીજા ક્રમે છે. અમારા દ્વારા અમદાવાદના ગાંધી હોલ, જુહાપુરા ખાતે સ્ત્રીઓને પોતાના નામ હાજર ડ્રોમાં જોવા માટે એક મોટો કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અમદાવાદના અને ગુજરાતના અન્ય જિલ્લાઓમાંથી હજ યાત્રીઓ ડ્રોમાં તેમનું નામ જોવા માટે આવ્યા હતા. તે દરમિયાન ગુજરાત હજ કમિટી બધા હજ યાત્રુને શુભેચ્છા પાઠવવામાં આવી હતી.
આ વર્ષે લગભગ 24,000 ફોર્મ ગુજરાતમાંથી ભરાયા: આ અંગે ગુજરાત હજ કમિટીના સભ્ય નાઈન કાઝીએ જણાવ્યું હતું કે, ભારતને હજ માટે 122,000 નો ક્વોટા મળ્યો છે. જેમાંથી 16,000 જેટલા હજયાત્રીઓ ગુજરાતમાંથી હજ પર જશે. આ વર્ષે લગભગ 24,000 ફોર્મ ગુજરાતમાંથી ભરવામાં આવ્યા હતા. જેમાંથી 8000 લોકો હજુ પણ રાહ જોઈ રહ્યા છે. ગુજરાતમાંથી 15825 લોકોની હજ માટે પસંદગી કરવામાં આવી છે. જ્યારે વેઇટિંગ લિસ્ટમાં નામ આવનાર લોકો પણ ટૂંક સમયમાં હજ માટે તેમનો નંબર લાગી જશે એવી અપેક્ષા સેવી રહ્યા છે.
હજ પર જનારા અરજદાર ઈમ્તિયાઝ ઘાંચીએ આ અંગે જણાવ્યું હતું કે, "હું ખૂબ જ ખુશ છું કે ડ્રોમાં મારો નંબર લાગી ગયો છે અને મને આ વર્ષે હજ પર જવાની તક મળશે. ગુજરાત રાજ્ય હજ કમિટી દ્વારા આ પ્રવાસ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે."
હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા: ઉલ્લેખનીય છે કે, દરેક મુસ્લિમ માટે ઇસ્લામનો પાંચમો આધાર સ્તંભ અને ધાર્મિક ફરજ હજ છે. એટલે કે દરેક મુસલમાનને તેના જીવનકાળ દરમિયાન ઓછામાં ઓછી એક વાર તો હજ કરવી જોઈએ એવું માનવામાં આવે છે. આજે મક્કા સાઉદી અરેબિયામાં મુસ્લિમો દ્વારા કરવામાં આવતી એક ધાર્મિક યાત્રા છે તે વિશ્વમાં સૌથી મોટી યાત્રાઓમાંથી એક યાત્રા છે જેના માટે ભારતમાં હજ કમિટી ઓફ ઇન્ડિયા દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવે છે.
આ પણ વાંચો: