ETV Bharat / state

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે 78 લાખનું ફુલેકુ ફેરવનારને ઝડપી લીધા, રોકાણ પર 4 ટકા નફાની લાલચ આપી છેતરપીંડી કરી હતી - Ahmedabad Crime News - AHMEDABAD CRIME NEWS

સામાન્ય રોકાણ પર 4 ટકા નફાની લાલચ આપી કુલ 78 લાખનું ફુલેકુ ફેરવનાર 2 આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ EOWએ ઝડપી લીધા છે. Ever Grow investors નામની કંપની બનાવી રોકાણ પર 4 ટકા નફાની લાલચ આપી હતી. કુલ 78 લાખનું રોકાણ કરવી કંપની બંધ કરી ફારાર થઈ ગયા હતા. Ahmedabad Crime News

રોકાણ પર 4 ટકા નફાની લાલચ આપી છેતરપીંડી કરી હતી
રોકાણ પર 4 ટકા નફાની લાલચ આપી છેતરપીંડી કરી હતી (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : May 2, 2024, 6:50 PM IST

રોકાણ પર 4 ટકા નફાની લાલચ આપી છેતરપીંડી કરી હતી (Etv Bharat Gujarat)

અમદાવાદઃ મોટા નફાની લાલચ આપીને રોકાણ કરાવી 78 લાખનું ફુલેકુ ફેરવનાર 2 આરોપીઓને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ EOWએ ઝડપી લીધા છે. આ આરોપીઓ વિરુદ્ધ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં 1 કરોડ રુપિયાની છેતરપીંડીની ફરિયાદ નોંધાયેલ છે. આરોપીઓએ Eever Grow investors નામની કંપની બનાવી રોકાણ પર 4 ટકા નફાની લાલચ આપી હતી.

19 લોકો સાથે છેતરપીંડીઃ આરોપીઓએ અલગ અલગ કંપનીઓ બનાવી મલ્ટીલેવલ માર્કેટિંગ અંતર્ગત 4 % કમિશન આપવાની લાલચ આપી હતી. ફરીયાદી તથા ભોગ બનારના અન્ય 2 સહિત 19 લોકોના કુલ રૂ.77,92,000/-ની છેતરપીંડી કરી હતી. કંપનીઓના અલગ-અલગ સેક્ટરોમાં રોકાણકારોને રોકાણ કરાવી અંદાજીત કરોડો રુપિયા મેળવી નાણાં તથા વળતર નહીં ચુકવી છેતરપીંડી કરી હતી. અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચ આર્થિક ગુના નિવારણ શાખા દ્વારા આરોપીઓ દિપક શાહ અને ધનશ્યામ નિમાવતની અટક કરી પોલીસ કસ્ટડીના રીમાન્ડ મેળવેલ છે.

અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાન્ચના મે.સંયુક્ત પોલીસ કમિશનર એ વિશ્વાસઘાત અને છેતરપીંડી લગત ગુનાઓ શોધી કાઢવા સારૂ જરૂરી સુચનાઓ અને માર્ગદર્શન આપેલ તેમજ આ સબંધે આવતી અરજીઓની પણ વિગતવાર તપાસ કરવા સારૂ સુચના આપેલ હતી. EVERGROW INVESTOR તથા IAMEG TOURS PVT LTD તેમજ અન્ય જુદી જુદી કંપનીઓ વારાફરથી શરૂ કરી તે કંપનીઓમાં હિરેન રવજીભાઈ જોગાણીએ એમ.ડી તરીકે તથા કેતન સોલંકીએ સી.એમ.ડી તરીકે તથા દિપક ચંન્દ્રકાંત શાહ નાએ કંપનીના ફાયનાન્સ મેનેજર તરીકે તથા જીગર નીમાવત નાએ ઓલ ઇન્ડિયા નેશનલ હેડ તરીકે કામ કરી તમામે ભેગા મળી કંપનીમાં આવેલ ફંડ અલગ અલગ સેકટરોમાં રોકાણ કરવાના બહાના હેઠળ આ કંપનીઓમાં અરજદારના કુલ રૂ.77,92,000/-નું રોકાણ કરાવી છેતરપીંડી આચરી હતી...મનોજ ચાવડા (એ.સી.પી. આર્થિક ગુનાહ નિવારણ શાખા, અમદાવાદ)

  1. સોશિયલ મીડિયાના ઉત્સાહી સાવધાન : સ્ક્રીનશોટ વાયરલ કરવાની ધમકી આપી પૈસા પડાવ્યા
  2. OLX પર સોફાસેટ વેંચવો મોંઘો પડ્યો, 3.19 લાખનો ચૂનો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.