ETV Bharat / state

ક્રિકેટ સટ્ટામાં નાણાંની હેરાફેરી કરતા મોટા હવાલા રેકેટનો CID ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો, અમદાવાદની આંગડિયા પેઢી પર તવાઈ - ahmedabad CID crime branch raid

author img

By ETV Bharat Gujarati Team

Published : May 13, 2024, 5:35 PM IST

Updated : May 13, 2024, 7:30 PM IST

અમદાવાદ ઝોન CID ક્રાઈમ દ્વારા ભૂતકાળમાં ક્રિકેટના સટ્ટા અંગે એક કેસ નોંધાયો હતો. આ ગુનામાં બીજાના નામે એકાઉન્ટ ખોલી તેમાં પૈસાની લેતી દેતી કરવામાં આવી હતી અને આ પૈસા દુબઈ જતા હોવાની માહિતી મળી હતી. આ પૈસાની લેતી-દેતીમાં આંગડિયા પેઢીની ભૂમિકા બહાર આવી હતી. તે માહિતીના આધારે જુદી જુદી આંગડિયા પેઢીઓમાં રેડ કરવામાં આવી હતી. 11 આંગડિયા પેઢીઓમાં દ્વારા રેડ કરાઈ હતી ahmedabad CID crime branch raid

અમદાવાદની આંગડિયા પેઢી પર CID ક્રાઇમની તવાઈ
અમદાવાદની આંગડિયા પેઢી પર CID ક્રાઇમની તવાઈ (Etv Bharat Gujarat)

ગાંધીનગર: ક્રિકેટ સટ્ટામાં નાણાંની હેરાફેરી કરતા મોટા હવાલા રેકેટનો CID ક્રાઇમ બ્રાંચે પર્દાફાશ કર્યો છે. ક્રિકેટના સટ્ટામાં દુબઈથી પૈસાની હેરાફેરીમાં આંગડિયા પેઢીની ભૂમિકા બહાર આવી છે. પોલીસે અમદાવાદની પ્રતિષ્ઠિત આંગડિયા પેઢીમાં રેડ કરી હતી. રેડમાં 18.55 કરોડ રોકડ, એક કિલો સોનું અને 64 લાખની ફોરેન કરન્સી મળી હતી. રોકડ સહિતની કરોડોની મત્તા ઇન્કમટેક્સ દ્વારા જપ્ત કરીને નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

કરોડોની મત્તા ઇન્કમટેક્સ વિભાગે જપ્ત કરી: બોડીવોન કેમેરા, ઇન્કમટેક્સ અધિકારીઓ, CID ક્રાઇમના અધિકારીઓ સાથે આંગડિયા પેઢીમાં રેડ કરવામાં આવી હતી. રેડમાં 18.55 કરોડ રોકડ, એક કિલો સોનું અને 64 લાખની ફોરેન કરન્સી મળી આવી હતી. રોકડ સહિતની કરોડોની મત્તા ઇન્કમટેક્સ દ્વારા જપ્ત કરીને નિયમ અનુસાર આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. રેડ દરમિયાન જપ્ત કરાયેલા મોબાઈલ ફોન FSLમાં મોકલવામાં આવ્યા છે. મોબાઈલ ફોનના ડેટા અંગે FSL દ્વારા તપાસ ચાલી રહી છે. સમગ્ર કેસમાં એક પણ આરોપીની ધરપકડ કરવામાં આવી નથી.

કરોડો રૂપિયાનું બેહિસાબી નાણું મળી આવ્યું: અમદાવાદ ઝોનમાં દાખલ થયા અનુસાર ઓનલાઈન ગેમિંગ અને સટ્ટો રમાડતી એપ્લિકેશન સાથે સંકળાયેલા એકાઉન્ટના ટ્રાન્જેક્શન ચેક કરવામાં આવ્યા હતા. થોડા દિવસો પહેલા CID ક્રાઈમના રાજ્યવ્યાપી દરોડામાં અધધ કરોડો રૂપિયાનું બેહિસાબી નાણું મળી આવ્યું હતું. અમદાવાદ આંગડિયા પેઢીમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ક્રિકેટના સટ્ટાનું બેહિસાબી નાણું આંગડિયા પેઢી મારફતે હેરાફેરી કરવામાં આવતું હતું. તેથી CID ક્રાઈમ દ્વારા આંગડિયા પેઢીમાં દરોડા પાડવામાં આવ્યા હતા.

દસ્તાવેજોને FSLમાં પરિક્ષણ માટે મોકલાશે: દરોડામાં મળેલા દસ્તાવેજો તથા કમ્પ્યૂટરને FSLમાં પરિક્ષણ માટે મોકલાશે. આંગડિયા પેઢીઓ જે પણ નાણાકીય લેવડ દેવડ કરે છે. તેમાં ક્રિકેટ બેટિંગમાં પણ તે રૂપિયાની હેરફેર કરવામાં આવતી હોવાની શંકા છે માટે જ આ દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ક્રિકેટ બેટિંગમાં મોટાભાગનો વ્યવસાય ગલ્ફ કન્ટ્રીમાં ધમધમી રહ્યો છે અને જેટલા પણ ભારતીયો આ ધંધામાં સંડોવાયેલા છે. તે લોકો પોતાનો નાણાકીય આપ-લે આંગડિયા પેઢી મારફતે જ કરતા હોવાનું ધ્યાને આવ્યું છે.

આ આંગડિયા પેઢીના નામો ખુલ્યા છે.

  1. Pm આંગડિયા પેઢી
  2. Nr આંગડિયા પેઢી
  3. Hr આંગડિયા પેઢી
  4. ઓલિવ ઓરેક્સ આંગડિયા
  5. પ્રાઈમ એન્ટરપ્રાઇઝ આંગડિયા
  6. વી પટેલ આંગડિયા
  7. Jd આંગડિયા
  8. શ્રીજી આંગડિયા

Last Updated : May 13, 2024, 7:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.