ETV Bharat / state

અમદાવાદ-બરૌની અને અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર ચાલશે - Express run on changed route - EXPRESS RUN ON CHANGED ROUTE

મધ્ય રેલવેના ભુસાવલ મંડળ પર ખંડવા યાર્ડ રિમોડલિંગના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે.Express run on changed route

અમદાવાદ-બરૌની અને અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર ચાલશે
અમદાવાદ-બરૌની અને અમદાવાદ-આસનસોલ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ પર ચાલશે (Etv Bharat gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Jul 12, 2024, 8:18 PM IST

અમદાવાદ: મધ્ય રેલવેના ભુસાવલ મંડળ પર ખંડવા યાર્ડ રિમોડલિંગના કામના સંબંધમાં નોન ઇન્ટરલોકિંગ કામને કારણે, અમદાવાદ-બરૌની એક્સપ્રેસ અને અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગથી ચાલશે.

ટ્રેન પશ્ચિમ રેલ્વેના સ્ટેશનોએ રોકાશે: 15 જુલાઇ થી 17 જુલાઇ અને 19 જુલાઇ અને 22 જુલાઈ 2024ના રોજ અમદાવાદથી ચાલતી ટ્રેન નંબર 19483 અમદાવાદ-બરૌની એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા આણંદ-છાયાપુરી-ગોધરા-રતલામ-ભોપાલ થઈને ચાલશે. આ દરમિયાન આ ટ્રેન પશ્ચિમ રેલવેના છાયાપુરી, રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર રોકાશે. જ્યારે 14 થી 19 જુલાઇ 2024 સુધી, બરૌનીથી ચાલતી ટ્રેન નંબર 19484 બરૌની-અમદાવાદ એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-રતલામ-ગોધરા-આણંદ-છાયાપુરી થઈને ચાલશે. આ ટ્રેનને પશ્ચિમ રેલવેના ઉજ્જૈન,રતલામ અને છાયાપુરી સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે.

ટ્રેનને વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું: 18 જુલાઈ 2024 ના રોજ અમદાવાદ થી ચાલતી ટ્રેન નંબર 19435 અમદાવાદ-આસનસોલ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા છાયાપુરી-રતલામ-ભોપાલ થઈને ચાલશે. આ ટ્રેનને પશ્ચિમ રેલવેના છાયાપુરી, રતલામ અને ઉજ્જૈન સ્ટેશનો પર વધારાનું સ્ટોપેજ આપવામાં આવ્યું છે અને 20 જુલાઈ, 2024 ના રોજ, આસનસોલથી ચાલતી ટ્રેન નંબર 19436 આસનસોલ-અમદાવાદ સાપ્તાહિક એક્સપ્રેસ પરિવર્તિત માર્ગ વાયા ભોપાલ-રતલામ-છાયાપુરી થઈને ચાલશે. ટ્રેનોના સ્ટોપેજના, સમય અને સંરચના અંગેની વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

  1. GMERS મેડિકલ કોલેજના ફી વધારાને લઈ NSUI અને ABVPનો વિરોધ, ડીન પર કરાયો નકલી નોટોનો વરસાદ - GMERS Medical College fee hike
  2. આપ પ્રદેશ પ્રમુખ ઈશુદાન ગઢવીએ જૂનાગઢમાં કાર્યકર્તાઓ સાથે કરી બેઠક, આગામી ચૂંટણીને લઈને બનાવી રણનીતિ - AAP Mission vistar program

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.