અમદાવાદ: અમદાવાદ શહેરમાં જુદા જુદા વિસ્તારોમાં મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સાઈન બોર્ડ લગાવવામાં આવે છે, પરંતુ આ સાઈન બોર્ડ જોખમી થઈ જવા છતાં તેની કાળજી ન લેવાતા શહેરના એર પરિવાર માથે મોટી મુશ્કેલી આવી પડી છે. શહેરના કાંકરિયા વિસ્તારમાં AMCનું સાઈન બોર્ડ તૂટી પડતા ત્યાંથી પસાર થઈ રહેલા 3 લોકો ઈજાગ્રસ્ત થઈ ગયા છે. ઈજાગ્રસ્તોને સારવાર માટે એલ.જી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
સાઈન બોર્ડ પડતા એક જ પરિવારના 3 લોકોને ઈજા
ગતરોજ કાંકરિયા વિસ્તારમાં લિજ્જત ખમણ પાસેથી એક માતા પોતાની પુત્રી અને પુત્ર સાથે ત્યાંથી પસાર થઈ રહી હતી. ત્યારે અચાનક જ જર્જરિત કોર્પોરેશનનું એક સાઈનબોર્ડ હતું તે માતા અને દીકરી તથા દીકરા ઉપર પડ્યું હતું. જેમાં પુત્રને હાથમાં ફ્રેક્ચર થયું હત્યું, જ્યારે મહિલા તથા તેની દીકરીને પણ ઈજા પહોંચી હતી. આથી ત્રણેયને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
આ ઘટનામાં લોખંડનું વિશાળ સાઈનબોર્ડ પડતા માતા અને પુત્ર ગંભીર ઇજાગ્રસ્ત થયા હતા. જેમકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આવનારા સમયમાં કોઈ બીજી આવી ઘટના કે દુર્ઘટના ન બને તેનું ધ્યાન રાખીને કોર્પોરેશન એ બધા સાઈન બોર્ડ અને જાહેરાતોના બોર્ડની ચકાસણી કરવી જોઈએ. જેથી કરીને ભવિષ્યમાં ફરી આ પ્રકારની કોઈ ગંભીર ઘટના બનતા અટકાવી શકાય.
આ પણ વાંચો: