ETV Bharat / state

આજે દેશને પહેલી વંદે મેટ્રો મળશે, PM મોદી બતાવશે લીલી ઝંડી - PM MODI GUJARAT VISIT

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 13, 2024, 6:57 PM IST

Updated : Sep 16, 2024, 8:10 AM IST

નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના ત્રીજીવાર શપથ લીધા બાદ તેઓ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસમાં અનેક કાર્યક્રમો છે. મળતી માહિતી અનુસાર મોદીના આજે 15 સપ્ટેમ્બરના રોજ સાંજે તેઓનું અમદાવાદ એરપોર્ટ પર આગમન થયું હતું. PM MODI GUJARAT VISIT

વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ (ETV BHARAT GRAPHICS)

ગાંધીનગર: નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન પદના ત્રીજીવાર શપથ લીધા બાદ તેઓ પ્રથમવાર ગુજરાત પ્રવાસે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના 3 દિવસીય ગુજરાત પ્રવાસમાં અનેક ભરચક કાર્યક્રમો છે. મળતી માહિતી અનુસાર મોદીના કાર્યક્રમોની વાત કરવામાં આવે, તો તેઓ 15 સપ્ટેમ્બરના રોજ બપોર પછી અમદાવાદ એરપોર્ટ પધાર્યા હતાં.

જાણો વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ
જાણો વડાપ્રધાનનો સંપૂર્ણ કાર્યક્રમ (Etv Bharat Graphics)

ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જા સમિટનો શુભારંભ: 16 સપ્ટેમ્બરના રોજ નરેન્દ્ર મોદીના ગાંધીનગર અને અમદાવાદમાં ઘણા કાર્યક્રમો છે. 16 સપ્ટેમ્બરના રોજ સવારે મહાત્મા મંદિર ખાસે આયોજિત ગ્લોબલ રિ-ઇન્વેસ્ટ રિન્યુએબલ એનર્જી સમીટનો શુભારંભ કરાવશે. આ મીટ અગાઉ 2 વખત દિલ્હીમાં થઈ ચૂકી છે. દેશ માટે ખૂબ મહત્વની આ મીટ હવે ગુજરાતના આંગણે યોજાશે, જેમાં જર્મની, ડેન્માર્ક તથા વિવિધ રાષ્ટ્રના ડેલીગેશન જોડાશે. અલગ અલગ રાજ્યના મુખ્યમંત્રી તથા ઊર્જા મંત્રી પણ હાજર રહેશે. સોલર, વિન્ડ અને વિન્ડ પરંપરાગત સૌર ઉત્પાદન માટેની મુહિમ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરી હતી. જેમાં આજે ભારત સફળતા મેળવી રહ્યું છે.

ગાંધીનગર મેટ્રો સ્ટેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે: વડાપ્રધાન મોદી બપોરે 12 વાગે ફરીથી રાજભવન જશે. ત્યારબાદ બપોરે 1.30 ક્લાકે ગાંધીનગર સેક્ટર-1 મેટ્રો સ્ટ્રેશનથી મેટ્રો ટ્રેનને લીલી ઝંડી બતાવશે. મોદી ગીફ્ટ સિટી સુધી મેટ્રોમાં પ્રવાસ કરશે. મેટ્રો ફેઝ-3 મોટેરા સ્ટેડિયમથી ગાંધીનગર સેક્ટર-1 સુધી કનેક્ટ થશે. મેટ્રો ફેઝ-3નો એક કોરિડોર ગિફ્ટ સિટી, ગાંધીનગર અને અમદાવાદને જોડશે. APMC (વાસણા)થી ગાંધીનગર સેક્ટર 1 સુધીની મેટ્રો યાત્રામાં 33.5 કિ.મી અંતર 65 મિનિટમાં કપાશે અને ભાડું માત્ર ₹ 35 છે. અમદાવાદ અને ગાંધીનગર વચ્ચે મેટ્રો ટ્રેન શરૂ થતા લોકોનો સમય અને બળતણ બચશે. જે પર્યાવરણ શુદ્ધ કરવામાં પણ મદદ મળશે.

GMRC દ્વારા મેટ્રો રેલના ત્રીજા તબક્કાનો પ્રારંભ: ગુજરાત સરકાર અને ભારત સરકાર સાથે ભાગીદારીમાં ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા મેટ્રો રેલ નેટવર્કના ત્રીજા તબક્કાનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. આ ફેઝમાં મેટ્રોની કનેક્ટિવિટી મોટેરાથી ગાંધીનગર સુધી મળશે, જેમાં ફેઝનો એક કોરિડોર ગિફ્ટ સિટી સુધી જશે. તેના લીધે કર્મચારીઓ અને પ્રવાસીઓને વધુ એક્સેસ મળવાથી સ્થાનિક અર્થવ્યવસ્થાને પણ વેગ મળશે. આ ફેઝ 21 કિલોમીટરનો છે જેમાં શરૂઆતમાં ગાંધીનગરના 8 સ્ટેશન પર મેટ્રો દોડશે.

વડાપ્રધાનના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રુટનો શુભારંભ: આ રૂટમાં અમદાવાદ અને ગાંધીનગરના મહત્વના સ્થળો જેમ કે જીએનએલયુ, પીડીઇયુ, ગિફ્ટ સિટી, રાયસણ, રાંદેસણ, ધોલાકુંઆ સર્કલ, ઇન્ફોસિટી તેમજ સેક્ટર 1ના વિસ્તારને આવરી લેવાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મેટ્રો રેલના બીજા તબક્કાના રૂટનો 16 સપ્ટેમ્બરે સેક્ટર-1થી શુભારંભ કરવામાં આવશે. મેટ્રો રેલવેનો ત્રીજો તબક્કો શરૂ થવાથી અમદાવાદ અને ગાંધીનગર વચ્ચેની કનેક્ટિવિટી મજબૂત બનવાની સાથે નાગરિકોની યાત્રા વધુ ઝડપી, સુરક્ષિત અને વાજબી બનશે.

વડાપ્રધાન મોદી કાર્યકર્તા સંમ્મેલનમાં હાજરી આપશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બપોરે 3.30 ક્લાકે GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકર્તા સમ્મેલનમાં હાજરી આપશે. થલતેજ દુરદર્શન કેન્દ્રથી રોડ-શો મારફતે GMDC ગ્રાઉન્ડ જાય તેવી સંભાવના છે. જોકે રોડ-શો અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ત્યાર બાદ તેઓ અમદાવાદના GMDC ગ્રાઉન્ડમાં ભાજપના 1 લાખથી વધારે કાર્યકર્તાઓને સંબોધિત કરશે. જો કે મળતી માહિતી અનુસાર આગામી 17 સપ્ટેમ્બરનો કોઈ ક્રાર્યક્રમ હજુ સુધી નક્કી થયો નથી.

મોદીના ગુજરાત પ્રવાસની તડામાર તૈયારીઓ: સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના જન્મદિવસે 17 સપ્ટેમ્બરના રોજ તેમની માતા હિરાબાના આશિર્વાદ લેતા હતા. હિરાબાના નિધન બાદ, પીએમ મોદી તે નિવાસ સ્થાને જાય તેવી શક્યતા છે. જો કે આ અંગે કોઈ પણ સ્પષ્ટતા થઈ નથી. બાદમાં તેઓ 17 સપ્ટેમ્બરના રોજ સવારે ભુવનેશ્વર જવા માટે રવાના થાય તેવી સંભાવના છે. આમ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તા.15, 16 અને 17 સપ્ટેમ્બરના રોજ ગુજરાતમાં જુદા-જુદા કાર્યક્રમોમાં હાજરી આપશે. મોદીના ગુજરાત પ્રવાસને લઇને હાલમાં તડામાર તૈયારીઓ શરૂ છે.

આ પણ જાણો:

  1. ભુજ-અમદાવાદ વંદે મેટ્રો ટ્રેન કરાઇ શરુ, પ્રથમ દિવસે નિઃશુલ્ક મુસાફરી - Vande Metro Train
  2. પોલીસે સ્વામીનારાયણ સાધુઓ સામે લુક આઉટ નોટીસ ફટકારી, જાણો કેમ... - Lookout notice Swaminarayan Swami

Last Updated : Sep 16, 2024, 8:10 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.