ETV Bharat / state

રાજ્ય સરકારના કર્મચારીઓને આનંદો, ઓક્ટોબર માસના પગાર-પેન્શન એડવાન્સમાં અપાશે - ADVANCE PAYMENT OF SALARY PENSION

દિવાળીના તહેવારોને અનુલક્ષીને રાજ્ય સરકારના કર્મચારીઓના ઓક્ટોબર માસના પગાર-પેન્શનની ચુકવણી 23થી 25 ઓક્ટોબર દરમિયાન કરાશે.

રાજ્ય સરકારના કર્મચારીઓને આનંદો
રાજ્ય સરકારના કર્મચારીઓને આનંદો (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Oct 16, 2024, 2:30 PM IST

ગાંધીનગર: દિવાળીના તહેવારને હવે થોકાજ દિવસો બાકી રહ્યો છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા સરકારી કર્મચારીઓ માટે અગત્યનો નિર્ણય કરાયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય સરકારના કર્મચારીઓ, નિવૃત્ત પેન્શનર્સ આગામી દિવાળીના તહેવારની ઉજવણી આનંદ ઉલ્લાસથી કરી શકે તે માટે તેમના પગાર અને પેન્શનની ચુકવણી એડવાન્સમાં કરવાનો નિર્ણય કર્યો છે. આ વર્ષે દિવાળીના તહેવારોને ધ્યાનમાં લઈને કર્મચારીઓને મળતા માસિક પગાર તેમજ પેન્શનર્સને પેન્શનની રકમની ચુકવણી એડવાન્સમાં કરાશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ અંગે નાણાં વિભાગને આપેલા દિશાનિર્દેશ અનુસાર રાજ્ય સરકારના કર્મચારીઓ, પેન્શનર્સને ઓક્ટોબર માસની 23 થી 25 તારીખ દરમિયાન આ મહિનાના પગાર અને પેન્શનનું એડવાન્સ ચુકવણું કરવામાં આવશે.

મુખ્યમંત્રી સમક્ષ વિવિધ કર્મચારી મંડળો, એસોસિએશન અને અગ્રણીઓની આ સંદર્ભમાં મળેલી રજૂઆતનો સકારાત્મક પ્રતિસાદ આપતા તેમણે ઓક્ટોબર-2024ના પગાર-પેન્શન એડવાન્સમાં ચૂકવવાનો આ નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો:

  1. પોલીસને ખાલી રિકવરીમાં જ ઇન્ટરેસ્ટ છે? રિકવરી એજન્ટ છો?- ગુજરાત હાઈકોર્ટ નારાજ
  2. ગુજરાત હાઈકોર્ટની સરકારી વકીલોને સોગંદનામું યોગ્ય રીતે દાખલ કરવા ટકોર, નહીં તો...

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.